Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 4:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને લોક છાવણીમાં પાછા આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, “આજે યહોવાએ પલિસ્તીઓને હાથે આપણને કેમ માર ખવડાવ્યો છે? શીલોમાંથી યહોવાના કરારનો કોશ આપણે પોતાની પાસે લાવીએ કે, તે આપણી મધ્યે આવીને આપણા શત્રુઓના હાથમાંથી આપણને બચાવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 બચી ગયેલા લોકો છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇઝરાયલના આગેવાનોએ કહ્યું, “આજે પ્રભુએ આપણને પલિસ્તીઓ સામે કેમ હરાવ્યા છે? આપણે શીલોમાંથી પ્રભુની કરારપેટી લાવીએ, જેથી તે આપણી સાથે આવીને આપણા દુશ્મનોથી આપણને બચાવે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 જયારે લોકો છાવણીમાં આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, “શા માટે આજે ઈશ્વરે પલિસ્તીઓની સામે આપણને હરાવ્યા? ચાલો આપણે શીલોમાંથી ઈશ્વરનો કરારકોશ પોતાની પાસે લાવીએ, કે તે આપણી સાથે અહીં રહે, જેથી આપણને આપણા શત્રુઓના હાથમાંથી બચાવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 જયારે બાકીનાં સૈનિકો તેમની છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇસ્રાએલીઓના આગેવાનોએ પૂછયું, “યહોવાએ પલિસ્તીઓના હાથે આપણને કેમ હરાવ્યા? ચાલો, આપણે શીલોહ જઈને યહોવાના કરારકોશને લઈ આવીએ. આ રીતે દેવ આપણી વચ્ચે રહેશે અને આપણું દુશ્મનોથી રક્ષણ કરશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 4:3
34 Iomraidhean Croise  

અને રાજાએ સાદોકને કહ્યું, “ઈશ્વરના કોશને પાછો નગરમાં લઈ જાઓ; જો હું યહોવાની દષ્ટિમાં કૃપા પામીશ, તો તે મને પાછો લાવશે, ને આ [કોશ] તથા તેનું રહેઠાણ બન્‍ને મને [ફરી] બતાવશે.


દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી નાથાન પ્રબોધકને કહ્યું, “હું એરેજ-કાષ્ટના મહેલમાં રહું છું, પણ યહોવાના કરારનો કોશ પડદામાં રહે છે.”


હે ઈશ્વર, તમે અમને સદાને માટે કેમ તજી દીધા છે? તમારા ચારાનાં ઘેટાં વિરુદ્ધ તમારા કોપનો ધુમાડો કેમ ચઢે છે?


તમે તમારો હાથ, હા, તમારો જમણો હાથ, કેમ પાછો ખેંચો છો? તમારા ઉરમાંથી તેને કાઢીને તેમનો નાશ કરો,


યહોવા એવું પૂછે છે, “જે ફારગતીથી મેં તમારી માને તજી દીધી તે ક્યાં છે? અથવા મારા લેણદારોમાંના કોને ત્યાં મેં તમને વેચી દીધા છે? જુઓ, તમારા અન્યાયને લીધે તમે વેચાયા હતા, ને તમારા અપરાધોને લીધે તમારી માને તજી દીધી હતી.


[તેઓ કહે છે કે,] ‘અમે ઉપવાસ કર્યો છે, ને તમે તે જોયું નથી, એમ કેમ? અમે અમારા આત્માને દુ:ખી કર્યો છે, ને તે તમે કેમ ધ્યાનમાં લેતા નથી!’ જુઓ તમારા ઉપવાસ કરવાને દિવસે તમે તમારાં કામકાજ કરો છો, ને તમારા સર્વ મજૂરો પર જુલમ ગુજારો છો.


જુઓ, યહોવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે! અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે!


પણ તમારા અપરાધો તમારી ને તમારા ઈશ્વરની વચમાં ભિન્નતા કરતા આવ્યા છે, અને તમારાં પાપોએ તેમનું મુખ તમારી તરફથી એવું ફેરવી નાખ્યું છે કે, તે સાંભળે નહિ.


વળી યહોવા કહે છે કે, જ્યારે દેશમાં તમારી સંખ્યા વધશે ને તમે આબાદ થશો, ત્યારે તે સમયે યહોવાના કરારકોશ વિષે તેઓ ફરી બોલશે નહો; અને તે મનમાં આવશે નહિ; અને તેનું સ્મરણ તેઓ કરશે નહિ; અને તે જોવા જશે નહિ; અને [ફરી એવું કંઈ] કરશે નહિ.


‘યહોવાનું મંદિર, યહોવાનું મંદિર, યહોવાનું મંદિર આ છે, ’ એવું કહીને જૂઠાં વચનો પર ભરોસો ન રાખો.


અને તેઓએ યહોવાના પર્વતથી ત્રણ દિવસનો માર્ગ કાપ્યો. અને એ ત્રણ દિવસમાં યહોવાનો કરારકોશ તેઓને માટે વિશ્રામસ્થાન શોધવા માટે તેઓની આગળ ચાલ્યો.


અને કોશ ચાલી નીકળતો, ત્યારે એમ થતું કે મૂસા કહેતો, “હે યહોવા ઊઠો, ને તમારા શત્રુઓને વિખેરી નાખો. અને તમારા દ્વેષકો તમારી આગળથી નાસી જાય.”


અને તેઓને એટલે પ્રત્યેક કુળમાંથી એક હજારને મૂસાએ યુદ્ધમાં મોકલ્યા, અને તેઓની સાથે તેને એલાઝાર યાજકના દિકરા ફીનહાસને, પવિત્રસ્થાનનાં પાત્રો તથા ભયસૂચક રણશિંગડાં હાથમાં લઈને યુદ્ધમાં મોકલ્યો.


ત્યારે સર્વ દેશજાતિઓ પૂછશે કે યહોવાએ આ દેશ પર આમ કેમ કર્યું હશે? [તેમના] આ મહા કોપની ઉગ્રતાનું શું કારણ છે?


‘આ નિયમનું પુસ્તક લો, ને યહોવા તમારા ઈશ્વરના કરારકોશની બાજુમાં રાખી મૂકો કે, તે તારી વિરુદ્ધ સાક્ષી તરીકે ત્યાં રહે.


ભક્તિભાવનું ડોળ દેખાડીને તેના સામર્થ્યનો સ્વીકાર નહિ કરનારા થશે આવા માણસોથી તું દૂર રહે.


તેમાં સોનાનું ધૂપપાત્ર તથા ચારે તરફ સોનાથી મઢેલી કરારની પેટી હતી. એ [પેટી] માં માન્‍નાથી ભરેલું સોનાનું પાત્ર, હારુનની કળી ફૂટેલી લાકડી તથા કરારના શિલાપટ હતાં.


ત્યારે તમે તેઓને એમ કહો કે, ‘ [આનું કારણ એ છે કે] યહોવાના કરારકોશની આગળ યર્દનનાં પાણીના ભાગ થઈ ગયા. જ્યારે યર્દનને પાર તે ઊતરતો હતો ત્યારે યર્દનનાં પાણીના ભાગ થઈ ગયા. અને એ પથ્થરો ઇઝરાયલી લોકોના સ્મરણાર્થે સદાકાળ રહેશે.’”


અને નૂનના દીકરા યહોશુઆએ યાજકોને બોલાવીને કહ્યું, “કરારકોશ ઊંચકો, અને સાત યાજકો યહોવાના કોશની આગળ આગળ મેંઢાનાં શિંગનાં સાત રણશિંગડાં લઈને ચાલે.”


ત્યારે યહોશુઆ બોલ્યો, “અરેરે! હે પ્રભુ યહોવા, અમને અમોરીઓના હાથમાં સોંપીને અમારો નાશ કરવા માટે તમે આ લોકને યર્દન પાર લાવ્યા જ કેમ? અમે સંતુષ્ઠ થઈને યર્દનની પેલે પાર રહ્યા હોત તો કેવું સારું!


હે પ્રભુ, ઇઝરયલીઓએ પોતાના શત્રુઓની સામે પીઠ ફેરવી છે, તો હવે હું શું બોલું!


એ દ્દષ્ટાંત પ્રમાણે બાપ્તિસ્માનું પાણી, જે શરીરનો મેલ દૂર કરવાથી નહિ, પણ ઈશ્વર પ્રત્યે શુદ્ધ હ્રદયની માંગણીથી ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાન વડે હમણાં તમને પણ તારે છે.


હવે તમે બધું જાણી ચૂકયા છો ખરા, તોપણ હું તમને યાદ દેવડાવવા ચાહું છું કે પ્રભુએ લોકોનો મિસર દેશમાંથી બચાવ કર્યા પછી અવિશ્વાસીઓનો નાશ કર્યો.


તેનું ધાવણ છોડાવ્યા પછી તેણે તેને પોતાની સાથે લીધો, અને ત્રણ વર્ષનો એક ગોધો, એક એફાહ આટો, ને એક કૂંડી દ્રાક્ષારસ પણ લીધો, ને શીલોમાં યહોવાના મંદિરમાં તે તેને લાવી. અને તે છોકરો નાનો હતો.


તેઓ ગણતરી કરી રહ્યા, ત્યારે જુઓ, યોનાથાન તથા તેનો શસ્‍ત્રવાહક ત્યાં નહોતા. શાઉલે અહિયાને કહ્યું, “ઈશ્વરનો કોશ અહીં લાવ.” કેમ કે તે વખતે ઈશ્વરનો કોશ ઇઝરાયલી લોકો સાથે હતો.


પલિસ્તીઓએ ઇઝરાયલની સામે વ્યૂહ રચ્યો; લડાઈ જામી ત્યારે પલિસ્તીઓને હાથે ઇઝરાયલે હાર ખાધી. અને રણક્ષેત્રમાં તેઓએ [ઇઝરાયલીઓના] સૈન્યના આસરે ચાર હજાર માણસ માર્યા.


Lean sinn:

Sanasan


Sanasan