Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 4:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પલિસ્તીઓએ ઇઝરાયલની સામે વ્યૂહ રચ્યો; લડાઈ જામી ત્યારે પલિસ્તીઓને હાથે ઇઝરાયલે હાર ખાધી. અને રણક્ષેત્રમાં તેઓએ [ઇઝરાયલીઓના] સૈન્યના આસરે ચાર હજાર માણસ માર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પલિસ્તીઓએ હુમલો કર્યો અને ભીષણ યુદ્ધ પછી તેમણે ઇઝરાયલીઓને હરાવ્યા અને રણમેદાનમાં ચાર હજાર જેટલા માણસોનો ખૂરદો બોલાવ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પલિસ્તીઓએ ઇઝરાયલીઓ વિરુદ્ધ યુદ્ધ માટે વ્યૂહરચના કરી. જયારે યુદ્ધ થયું, ત્યારે પલિસ્તીઓની સામે ઇઝરાયલીઓ હારી ગયા, પલિસ્તીઓએ યુદ્ધના મેદાનમાં આશરે ચાર હજાર ઇઝરાયલીઓનો સંહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 પલિસ્તીઓએ ઇસ્રાએલ સામે વ્યૂહ ગોઠવ્યો, યુદ્ધ જામ્યું. ઇસ્રાએલીઓ હાર્યા. પલિસ્તીઓએ લગભગ 4,000 ઇસ્રાએલીઓને રણભૂમિ ઉપર કાપી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 4:2
13 Iomraidhean Croise  

આપણે આપણા માર્ગોની શોધ તથા પારખ કરીએ, ને યહોવાની તરફ ફરીએ.


અને કોઈ પાછળ લાગેલો ન હોવા છતાં જાણે તરવાર પાછળ આવતી હોય તેમ તેઓ એકબીજા પર પડાપડી કરશે; અને તમારા શત્રુઓની સામે તમારાથી ઊભા રહેવાશે નહિ.


અને અમાલેકીઓ તથા કનાનીઓ જેઓ તે પર્વતમાં રહેતા હતા તેઓ ઊતરી આવ્યા, ને તેઓને માર્યા ને હોર્મા સુધી તેઓને નસાડયા.


એ કારણથી ઇઝરાયલી લોકો તેમના શત્રુઓની આગળ ટકી શકતા નથી. તેઓ તેમના શત્રુઓની આગળ પીઠ ફેરવે છે, કારણ કે તેઓ શાપિત થયા છે. તમે તમારામાંથી શાપિત વસ્તુનો નાશ નહિ કરો તો હું તમારી સાથે કદી રહેનાર નથી.


અને ઇઝરાયલે તથા પલિસ્તીઓએ પોતપોતાનાં સૈન્યોનો વ્યૂહ સામસામે રચ્યો હતો.


તેણે ઊભા રહીને ઇઝરાયલનાં સૈન્યને હાંક મારી, ને તેમને કહ્યું, “તમે વ્યૂહ રચવાને શું કરવા બહાર નીકળ્યા છે? શું હું પલિસ્તી નથી, ને તમે શાઉલના નોકર નથી? તમે તમારામાંથી એક જણને ચૂંટી કાઢો, ને તે મારી સામે ઊતરી આવે.


અને શમુએલનું વચન સર્વ ઇઝરાયલ પાસે આવતું હતું. હવે ઇઝરાયલ પલિસ્તીઓની સાથે યુદ્ધ કરવાને ગયા, ને એબેન-એઝેર પાસે તેઓએ છાવણી નાખી; અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી.


પલિસ્તીઓ લડ્યા, ને ઇઝરાયલીઓએ માર ખાધો, ને તેઓમાંનો દરેક પોતપોતાના તંબુએ નાસી ગયો; અને ઘણી મોટી કતલ થઈ; કેમ કે ઇઝરાયલના પાયદળમાંથી ત્રી હજાર પડ્યા.


અને લોક છાવણીમાં પાછા આવ્યા, ત્યારે ઇઝરાયલના વડીલોએ કહ્યું, “આજે યહોવાએ પલિસ્તીઓને હાથે આપણને કેમ માર ખવડાવ્યો છે? શીલોમાંથી યહોવાના કરારનો કોશ આપણે પોતાની પાસે લાવીએ કે, તે આપણી મધ્યે આવીને આપણા શત્રુઓના હાથમાંથી આપણને બચાવે.”


Lean sinn:

Sanasan


Sanasan