૧ શમુએલ 4:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તેની પુત્રવધૂ, એટલે ફીનહાસની પત્ની, ગર્ભવતી હતી, ને પ્રસૂતિનો સમય નજીક હતો. અને ઈશ્વરના કોશનું હરણ થયું છે, ને તેનો સસરો તથા તેનો પતિ મરણ પામ્યા છે, એ ખબર જ્યારે તેણે સાંભળી ત્યારે તે વાંકી વળી, ને તેને પ્રસવ થયો; કેમ કે તેને ચૂંક તો આવતી હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.19 એલીની પુત્રવધૂ, ફિનહાસની પત્ની ગર્ભવતી હતી અને તેનો પ્રસૂતિકાળ લગભગ નજીક હતો. ઈશ્વરની કરારપેટી ઉપાડી જવામાં આવી છે અને તેના સસરા તેમ જ પતિનું મરણ થયું છે એ સાંભળી તેને તરત જ પ્રસવવેદના ઊપડી અને પ્રસૂતિ થઈ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેની પુત્રવધૂ, જે ફીનહાસની પત્ની હતી તે ગર્ભવતી હતી અને તેની પ્રસૂતિનો સમય નજીક હતો. તેણે જયારે એવી ખબર સાંભળી કે ઈશ્વરના કોશનું હરણ થયું છે, તેના સસરા તથા તેનો પતિ મરણ પામ્યા છે, ત્યારે તેણે વાંકી વળીને બાળકને જન્મ આપ્યો, તેને ભારે પ્રસૂતિવેદના થતી હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ19 એલીની પુત્રવધૂ ફીનહાસની વહુ સગર્ભા હતી, અને તેની પ્રસૂતિનો સમય પાસે આવ્યો હતો, જયારે તેણે દેવનો પવિત્રકોશ બીજાઓએ કબજે કર્યાનું અને પોતાના સસરાનું અને પતિનું અવસાન થયાનું સાંભળ્યું ત્યારે તેને એકદમ વેણ ઊપડી આવી, તે નમી પડી અને તેને પ્રસૂતિ થઈ ગઈ. Faic an caibideil |