Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 4:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને એમ થયું કે જ્યારે તેણે ઈશ્વરના કોશનું નામ દીધું ત્યારે [એલી] દરવાજાની બાજુ પાસેના આસન પરથી‍ ચત્તોપાટ પડી ગયો, તેની ગરદન ભાંગી ગઈ, ને તે મરણ પામ્યો; કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ સુધી ઇઝરાયલીઓનો ન્યાય કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 પેલા માણસે કરારપેટીનો ઉલ્લેખ કર્યો કે તરત જ એલી દરવાજા પાસેના પોતાના આસન પરથી પાછળ ગબડી પડયો. તે એટલો વૃદ્ધ અને જાડો હતો કે પડવાથી તેની ગરદન ભાંગી ગઈ અને તે મરણ પામ્યો. તેણે ચાલીસ વર્ષ સુધી ઇઝરાયલમાં અમલ કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 જયારે તેણે ઈશ્વરના કોશ વિષે કહ્યું, ત્યારે એલી દરવાજાની પાસેના આસન ઉપરથી ચત્તોપાટ પડી ગયો. તેની ગરદન ભાંગી ગઈ, તે મરણ પામ્યો, કેમ કે તે વૃદ્ધ તથા શરીરે ભારે હતો. તેણે ચાળીસ વર્ષ ઇઝરાયલનો ન્યાય કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 સંદેશવાહકોએ દેવના પવિત્ર કોશનો ઉલ્લેખ કરતાની સૅંથે જ તે દરવાજની બાજુ પાસેના આસન પરથી પડી ગયો; અને તેની ડોક તુટી ગઇ અને તે મરણ પામ્યો કેમકે તે વૃદ્ધ હતો અને તેનું શરીર બહુ ભારે હતું. એલીએ 40 વર્ષ ઇસ્રાએલનો ન્યાય કર્યો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 4:18
15 Iomraidhean Croise  

હે યહોવા, તમારા મંદિરનું આંગણું તથા તમારા ગૌરવવાળી જગા મને પ્રિય લાગે છે.


“તારો ઈશ્વર ક્યાં છે?” એમ દરરોજ મને કહીને મારા શત્રુઓ જાણે કે મારાં હાડકાં કચરી નાખતા હોય તેમ મને મહેણાં મારે છે.


મારાં આંસુ રાતદિવસ ‍ મારો આહાર થયાં છે; તેઓ આખો દિવસ મને કહે છે, “તારો ઈશ્વર ક્યાં છે?”


કેમ કે તમારા મંદિરનો ઉત્સાહ મને ખાઈ ગયો છે; અને તમારી નિંદા કરનારાઓની નિંદા મારા પર આવી પડી છે.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


અને પલિસ્તીઓના સમયમાં તેણે વીસ વર્ષ સુધી ઇઝરાયલનો ન્યાય કર્યો.


તે આવ્યો ત્યારે જુઓ, એલી રસ્તાની બાજુએ પોતાના આસન પર બેસીને રાહ જોતો હતો; કેમ કે ઈશ્વરના કોશ વિષે તેનું હદય થરથરતું હતું. જ્યારે તે માણસે નગરમાં આવીને ખબર કહી, ત્યારે આખું નગર પોક મૂકીને રડ્યું.


અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો, “ઇઝરાયલ પલિસ્તીઓ આગળથી નાઠા છે, વળી લોકોની ભારે કતલ થઈ છે, તમારા બન્‍ને દીકરા હોફની તથા ફિનહાસ પણ મરણ પામ્યા છે, ને ઈશ્વરનો કોશ [શત્રુના] હાથમાં ગયો છે.”


તેની પુત્રવધૂ, એટલે ફીનહાસની પત્ની, ગર્ભવતી હતી, ને પ્રસૂતિનો સમય નજીક હતો. અને ઈશ્વરના કોશનું હરણ થયું છે, ને તેનો સસરો તથા તેનો પતિ મરણ પામ્યા છે, એ ખબર જ્યારે તેણે સાંભળી ત્યારે તે વાંકી વળી, ને તેને પ્રસવ થયો; કેમ કે તેને ચૂંક તો આવતી હતી.


Lean sinn:

Sanasan


Sanasan