Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 4:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 પલિસ્તીઓ લડ્યા, ને ઇઝરાયલીઓએ માર ખાધો, ને તેઓમાંનો દરેક પોતપોતાના તંબુએ નાસી ગયો; અને ઘણી મોટી કતલ થઈ; કેમ કે ઇઝરાયલના પાયદળમાંથી ત્રી હજાર પડ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 પલિસ્તીઓએ સખત લડાઈ આપી. ઈઝરાયલીઓ હાર્યા અને પોતાના તંબુઓ તરફ ભાગ્યા. ભારે ક્તલ થઈ. ત્રીસ હજાર ઇઝરાયલી સૈનિકો મરાયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 પલિસ્તીઓ લડયા, ઇઝરાયલીઓની હાર થઈ. પ્રત્યેક માણસ પોતપોતાના તંબુમાં નાસી ગયો અને ઘણો મોટો સંહાર થયો; કેમ કે ઇઝરાયલીઓમાંથી ત્રીસ હજાર સૈનિકો માર્યા ગયા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેથી પલિસ્તીઓએ ઇસ્રાએલીઓને હરાવ્યા. ઇસ્રાએલના 30,000 સૈનિકો મર્યા, બાકીના છાવણીમાં નાસી ગયા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 4:10
19 Iomraidhean Croise  

પછી તેઓએ આબ્‍શાલોમને લઈને તે જંગલના એક મોટા ખાડામાં તેને નાખ્યો, ને તેના પર પથ્થરનો એક બહુ મોટો ઢગલો કર્યો. અને સર્વ ઇઝરાયલ પોતપોતાના તંબુએ જતા રહ્યા.


ત્યાં ઇઝરાયલના લોકોએ દાઉદના ચાકરોને હાથે માર ખાધો. અને તે દિવસે ત્યાં વીસ હજાર માણસોનો મોટો ઘાણ વળ્યો.


ત્યારે રાજા ઊઠીને દરવાજામાં બેઠો. અને સર્વ લોકને ખબર મળી, “જુઓ, રાજા દરવાજામાં બેઠો છે;” અને સર્વ લોકો રાજાની આગળ આવ્યા. હવે સર્વ ઇઝરાયલીઓ પોતપોતાના તંબુમાં નાસી ગયા હતા.


બિન્યામીની બિખ્રીનો શેબા નામે દીકરો, જે એક બલિયાલનો માણસ, તે ભોગજોગે ત્યાં હતો. તેણે રણશિંગડું વગાડીને કહ્યું, “દાઉદમાં આપણો કંઈ ભાગ નથી, તેમ જ યિશાઈના દિકરામાં આપણો કંઈ વારસો નથી; ઓ ઇઝરાયલ, તમ દરેક પોતપોતાના તંબુએ [જાઓ].”


જ્યારે સર્વ ઇઝરયલે જોયું કે રાજા અમારું સાંભળતો નથી, ત્યારે લોકોએ રાજાને ઉત્તર આપ્યો, “દાઉદમાં અમારો શો ભાગ છે? તેમ જ યિશાઈના પુત્રમાં અમારો વારસો નથી; હે ઇઝરાયલ, તમે તમારા તંબુએ જાઓ. હવે, હે દાઉદ, તું તારું ઘર સંભાળી લે.” એમ ઇઝરાયલ પોતપોતાના તંબુએ ગયા.


અને આસરે સૂર્યાસ્ત વખતે આખા સૈન્યમાં એવો સાદ પડ્યો, “દરેક માણસે પોતાના નગરમાં તથા દરેક માણસે પોતાના દેશમાં [નાસી જવું].”


અને યહૂદિયાના માણસો ઇઝરાયલથી હારી ગયા; અને તેઓ પોતપોતાના ઘેર નાસી ગયા.


અબિયાએ તથા તેના સૈન્યે તેઓની કતલ કરીને મોટો સંહાર કર્યો. તે વખતે ઇઝરાયલીમાંના પાંચ લાખ ચૂંટી કાઢેલા પુરુષો માર્યા ગયા.


ઇઝરાયલીઓની આગળ યહૂદિયાએ હાર ખાધી; અને તેઓ સર્વ પોતપોતાના ઘેર નાસી ગયા.


એફ્રાઈમપુત્રો શસ્ત્રસજ્જિત તથા ધનુર્ધારી હોવા છતાં લડાઈના દિવસમાં પાછા હઠી ગયા.


“મારું સ્થાન જે શિલામાં હતું, જ્યાં પ્રથમ મેં મારું નામ રાખ્યું હતું, ત્યાં જાઓ; મારા લોક ઇઝરાયલની દુષ્ટતાને લીધે તેની જે હાલત મેં કરી તે જુઓ.


અને હું તમારી વિરુદ્ધ મારું મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યા જશો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે, અને તમારી પછવાડે કોઈ લાગેલો નહિ હોવા છતાં તમે નાસશો.


પણ જો યહોવા તારા ઈશ્વરની વાણી ન સાંભળતાં તેમની જે સર્વ આજ્ઞાઓ તથા વિધિઓ હું આજે તને આપું છું, તેઓને તું પાળીને અમલમાં નહિ મૂકે, તો એમ થશે કે, આ સર્વ શાપ તારા પર આવીને તને પકડી પાડશે:


યહોવા તારા શત્રુઓની સામે તને માર ખવડાવશે. તું એક માર્ગે તેઓની સામે ધસી જઈશ. ને સાત માર્ગે તેઓની સામેથી નાસી જઈશ. અને પૃથ્વીનાં સર્વ રાજ્યોમાં તું અહીંથી તહીં નાસાનાસ કરશે.


ત્યારે યહોવાએ શમુએલને કહ્યું, “જો, ઇઝરાયલમાં હું એક એવું કાર્ય કરનાર છું કે તે વિષે જે કોઈ સાંભળશે તેના બન્‍ને કાન ઝણઝણશે.


પલિસ્તીઓએ ઇઝરાયલની સામે વ્યૂહ રચ્યો; લડાઈ જામી ત્યારે પલિસ્તીઓને હાથે ઇઝરાયલે હાર ખાધી. અને રણક્ષેત્રમાં તેઓએ [ઇઝરાયલીઓના] સૈન્યના આસરે ચાર હજાર માણસ માર્યા.


Lean sinn:

Sanasan


Sanasan