Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 31:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 અને તે નીચાણની સામી બાજુના ઇઝરાયલી માણસોએ તથા યર્દનની પેલી પારના લોકોએ જોયું કે, ઇઝરાયલના માણસો નાસે છે, ત્યારે તેઓ નગરો તજી દઈને નાસી ગયા; અને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 યિઝએલની ખીણની સામી તરફ અને યર્દન નદીની પૂર્વ તરફ ઊભેલા ઇઝરાયલીઓએ જોયું કે ઇઝરાયલી સૈન્ય નાસી ગયું છે અને શાઉલ તથા તેના પુત્રો મરાયા છે ત્યારે તેઓ પોતાનાં નગરો છોડીને નાસી ગયા. પછી પલિસ્તીઓએ આવીને તે નગરો કબજે કરી લીધાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 જયારે ખીણની સામી બાજુના ઇઝરાયલી માણસો તથા યર્દનની સામેની કિનારીના લોકોએ તે જોયું કે ઇઝરાયલના માણસો નાસવા માંડ્યા છે. અને શાઉલ તથા તેના દીકરાઓ મરણ પામ્યા છે, ત્યારે તેઓ નગરો છોડીને નાસી ગયા. અને પલિસ્તીઓ આવીને તેમાં વસ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 ખીણની પેલી પાર રહેતા ઇસ્રાએલીઓએ જોયું કે ઇસ્રાએલી સેના ભાગી ગઇ હતી અને શાઉલ અને તેના ત્રણ પુત્રો મરી ગયા હતા. તેથી તેઓએ તેમના નગરો છોડ્યા અને ભાગી ગયા. ત્યાર બાદ પલિસ્તીઓ આવ્યા અને ત્યાં રહ્યાં.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 31:7
8 Iomraidhean Croise  

અને હું દેશને ઉજ્જડ કરીશ, અને તમારા જે શત્રુઓ તેમાં રહે છે તેઓ એ જોઈને વિસ્મિત થશે.


અને તમારામાંના જે બાકી રહ્યા હશે તેઓનાં હ્રદયમાં હું તેઓના શત્રુઓના દેશો મધ્યે ભય ઘાલીશ. અને પાંદડું હાલવાના અવાજથી તેઓ નાસશે. અને જેમ તરવાર આગળથી કોઈ નાસે, તેમ તેઓ નાસશે.


જે દેશજાતિને તું ઓળખતો નથી તે તારી ભૂમિનું ફળ તથા તારી સર્વ મહેનતનું ફળ ખાઈ જશે. અને તું સર્વદા ફક્ત જુલમો વેઠ્યા કરશે તથા કચરી નંખાશે:


અને મિદ્યાનનો હાથ ઇઝરાયલ ઉપર પ્રબળ થયો; અને મિદ્યાનીઓને લીધે ઇઝરાયલી લોકોએ પોતાને માટે પર્વતોમાં કોતરો, ગુફાઓ, તથા ગઢો બનાવ્યાં.


ઇઝરાયલી માણસોએ જોયું કે અમે સંકટમાં આવી પડ્યા છીએ, [કેમ કે લોકો દુ:ખી હતા,] ત્યારે ગુફાઓમાં, ઝાડીઓમાં, ખડકોમાં, કોતરોમાં ને ખાડાઓમાં તે લોકો સંતાઈ ગયા.


હવે કેટલાક હિબ્રૂઓ યર્દન ઊતરીને ગાદ તથા ગિલ્યાદ દેશમાં ગયા હતા; પણ શાઉલ તો હજી સુધી ગિલ્ગાલમાં હતો, ને સર્વ લોક કાંપતા કાંપતા તેની પાછળ જતા હતા.


એ રીતે શાઉલ, તેના ત્રણ દિકરા, તેનો શસ્‍ત્રવાહક, તથા તેના સર્વ માણસો તે જ દિવસે સાથે મરણ પામ્યા.


બીજે દિવસે એમ બન્યું કે પલિસ્તીઓ લાસો પરથી વસ્‍ત્રાદિ ઉતારી લેવા આવ્યા, ત્યારે શાઉલ તથા તેના ત્રણ દિકરાને તેઓએ ગિલ્બોઆ પર્વત પર પડેલા જોયા.


Lean sinn:

Sanasan


Sanasan