Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 30:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ, સર્વ લોક પોતપોતાના દિકરાઓ તથા દિકરીઓને લીધે મનમાં દુ:ખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 દાવિદ મોટી મુશ્કેલીમાં આવી પડયો હતો, કારણ, તેના સર્વ માણસો પોતાનાં બાળકો ગુમાવવાને લીધે ખૂબ ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે તેને પથ્થરે મારવાની ધમકી આપી. પણ દાવિદે તેના ઈશ્વર પ્રભુ પાસેથી હિંમત પ્રાપ્ત કરી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 દાઉદને ઘણો ખેદ થયો, કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કેમ કે સર્વ લોકો પોતપોતાના દીકરાઓને લીધે તથા પોતપોતાની દીકરીઓને લીધે મનમાં દુઃખી હતા; પણ દાઉદે પોતે પ્રભુ ઈશ્વરમાં બળવાન થયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દાઉદ ભારે મુશ્કેલીમાં હતો, કારણ તેમના કુટુંબો ખોવાને કારણે તેના માંણસો બહું ઉદાસ બની ગયા હતા અને તેઓ બધા એને માંરી નાખવા માંગતા હતા. પણ દાઉદે પોતાના દેવ યહોવામાંથી બળ પ્રાપ્ત કર્યુ હતું.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 30:6
51 Iomraidhean Croise  

અને યાકૂબ બહુ બીધો, ને ગભરાયો; અને તેણે પોતાની સાથેના લોકોને તથા બકરાંને તથા ઢોરને તથા ઊંટોને જુદાં કરીને બે ટોળાં કર્યાં.


વળી હુશાયે કહ્યું, “તમે તમારા પિતાને તથા તેમના માણસોને તો ઓળખો છો કે તેઓ યોદ્ધા છે, ને તેઓનાં મન ખીજવાયેલાં છે, વનમાં બચ્ચું છીનવી લીધેલી રીંછણના જેવા [તેઓ છે]. તમારા પિતા લડવૈયા પરુષ છે, તે લોકોની સાથે રહેશે નહિ.


પછી તેણે પર્વત પર ઈશ્વરભક્ત પાસે આવીને તેના ચરણ પકડ્યા. અને ગેહઝી એને હડસેલી કાઢવા માટે પાસે આવ્યો. પણ ઈશ્વરભક્તે કહ્યું, “એને રહેવા દે; કેમ કે એનું મન દુ:ખિત છે. યહોવાએ મારાથી તે છુપાવીને મને કહ્યું નથી.”


તે મને મારી નાખે, તોપણ હું તેમની રાહ જોઈશ; પરંતુ મારી વર્તણૂક [નિર્દોષ છે એમ] હું તેમની આગળ સાબિત કરીશ.


મને વિશ્વાસ છે માટે હું આમ બોલું છું. હું ઘણો દુ:ખી થઈ ગયો હતો;


મેં વિનંતી કરી તે જ દિવસે તમે મને ઉત્તર આપ્યો, અને આત્મબળ આપીને મને બળવાન કર્યો.


યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે; મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.


મારા સંકટમાં મેં યહોવાને વિનંતી કરી, અને મારા ઈશ્વરને અરજ કરી; તેમણે પોતાના પવિત્રસ્થાનમાંથી મારો અવાજ સાંભળ્યો, અને તેમની આગળ મારી અરજ તેમને કાને પહોંચી.


મારા મનનું દુ:ખ વધી ગયું છે. તમે મને મારાં સંકટમાંથી છોડાવો.


યહોવાની રાહ જો; બળવાન થા, અને હિમ્મત રાખ; હા, યહોવાની રાહ જો.


હે યહોવાની આશા રાખનારા, તમે સર્વ બળવાન થાઓ, અને તમારાં હ્રદય હિમ્મત પકડો.


હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? તું કેમ ગભરાયો છે? તું ઈશ્વરની આશા રાખ; કેમ કે જે મારા મુખનું તારણ તથા મારા ઈશ્વર છે, તેમનું હું હજી સ્તવન કરીશ.


હે મારા આત્મા, તું કેમ ઉદાસ થયો છે? અને મારામાં તું કેમ ગભરાયો છે? ઈશ્વરની આશા રાખ; કેમ કે તેમની કૃપાદષ્ટિની સહાયને માટે હું હજી તેમની સ્તુતિ કરીશ.


તમારા ધોધના અવાજથી ઊંડાણને ઊંડાણ હાંક મારે છે; તમારાં સર્વ મોજાં તથા છોળો મારા પર ફરી વળ્યાં છે.


ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, હું બીવાનો નથી. માણસ મને શું કરનાર છે?


મારો આત્મા શાંતિથી ઈશ્વરની રાહ જુએ છે; કેમ કે તેમનાથી મારું તારણ [છે].


હે મારા આત્મા, તું ફકત શાંતિથી ઈશ્વરની રાહ જો; કેમ કે હું તેમની જ અપેક્ષા રાખું છું.


હે મારા ઈશ્વર, દુષ્ટના હાથમાંથી, અન્યાયી તથા ક્રૂર માણસના હાથમાંથી મને બચાવો.


કેમ કે, હે યહોવા ઈશ્વર, તમે મારી આશા છો; મારી જુવાનીથી હું તમારા પર ભરોસો [રાખું છું].


અને મૂસાએ યહોવાની પ્રાર્થના કરીને કહ્યું, “એ લોકોને માટે હું શું કરું? તેઓ મને પથ્થરે મારવાની અણી પર છે.”


યહોવાનું નામ મજબૂત કિલ્લો છે; નેકીવાન તેમાં નાસી જઈને સહીસલામત રહે છે.


જ્યારે ભયંકર લોકોનો ઝપાટો કોટ પરના તોફાન જેવો છે, ત્યારે તમે ગરીબોનો આશ્રય, સંકટસમયે દીનોનો આધાર, તોફાનની સામે ઓથો, ને તડકાની સામે છાયો છો.


હે યહોવા, સંકટને સમયે મારા સામર્થ્ય, મારા ગઢ, તથા મારા આશ્રય, પૃથ્વીના છેડાઓથી વિદેશીઓ તમારી પાસે આવીને કહેશે, “અસત્ય, વ્યર્થ તથા નિરુપયોગી વસ્તુઓ એ જ અમારા પૂર્વજોનો વારસો છે.


તેણે કહ્યું, “મારી વિપત્તીને લીધે મેં યહોવાને વિનંતી કરી, ને તેમણે મને ઉત્તર આપ્યો. શેઓલના પેટમાંથી મેં બૂમ પાડી, ને તમે મારો સાદ સાંભળ્યો.


પણ આખી પ્રજાએ કહ્યું, “તેઓને પથ્થરે મારો.” અને મુલાકાતમંડપમાં સર્વ ઇઝરાયલી લોકોને યહોવાનું ગૌરવ દેખાયું.


અને આગળ‍ ચાલનાર તથા પાછળ આવનાર લોકે પોકાર્યું, “દાઉદના દીકરાને હોસાન્‍ના પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે; પરમ ઊંચામાં હોસાન્‍ના.”


પિલાત તેઓને કહે છે, “તો ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તેને હું ‍શું કરું?” સર્વ તેને કહે છે, “તેને વધસ્તંભે જડો.”


ત્યારે તેઓએ તેમને મારવાને પથ્થર હાથમાં લીધા, પણ ઈસુ સંતાઈ જઈને મંદિમાંથી બહાર નીકળી ગયા.


તેણે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે, આપેલા વચન પ્રમાણે ‘તારો વંશ એવો થશે, ’ તે પ્રમાણે તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય.


હા, ઈશ્વરનું વચન ધ્યાનમાં રાખીને, તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહિ, પણ ઈશ્વરને મહિમા આપીને,


તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?


પણ જો અમને વિપત્તિ પડે છે, તો તે તમારા દિલાસા તથા તારણ માટ છે; અથવા જો અમને દિલાસો મળે છે, તો તે તમારા દિલાસાને માટે છે કે, જેથી કરીને જે દુ:ખો અમે પણ સહન કરીએ છીએ તે જ દુ:ખો ધીરજથી સહન કરવાની શક્તિ તમારામાં ઉત્પન્‍ન થાય.


ચોતરફથી [અમારા પર] દબાણ છતાં અમે દબાઈ ગયેલા નથી. ગૂંચવાયા છતાં નિરાશ થયેલા નથી.


કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે પણ અમારા દેહને કંઈ સુખ નહોતું, પણ ચારેબાજુથી અમારા પર વિપત્તિ આવી પડતી હતી. બહાર લડાઈઓ હતી, અંદર ઘણી જાતની બીક હતી.


તો આપણે ખાતરીપૂર્વક કહી શકીએ છીએ કે, “પ્રભુ મને સહાય કરનાર છે; હું બીશ નહિ: માણસ મને શું કરનાર છે?”


ત્યારે દાનપુત્રોએ તેને કહ્યું, “મોટેથી ન બોલ, રખેને તારો સાદ સાંભળીને ક્રોધથી તપી રહેલા માણસો તારા પર તૂટી પડે, ને તું તારો તથા તારા ઘરનાંના પ્રાણ ગુમાવે.”


પણ તે લોકોએ એટલે ઇઝરાયલીઓએ હિંમત રાખીને પહેલે દિવસે જ્યાં તેઓએ વ્યૂહ રચ્યો હતો ત્યાં જ ફરીથી વ્યૂહ રચ્યો.


હાન્‍નાનું દિલ બહુ દુખાતું હતું, ને તે યહોવાને વિનંતી કરીને બહુ રડી.


અને શાઉલનો દિકરો યોનાથાન ઊઠીને હોરેશમાં દાઉદ પાસે ગયો, ને ઈશ્વરમાં તેનો હાથ મજબૂત કર્યો.


શમુએલે શાઉલને પૂછ્યું, તેં શા માટે મને ઉઠાડી લાવીને હેરાન કર્યો છે?” શાઉલે ઉત્તર આપ્યો, “ હું ઘણા સંકટમાં આવી પડ્યો છું. કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ને ઈશ્વર મારી પાસેથી જતા રહ્યા છે, ને પ્રબોધકો મારફતે કે સ્વપ્ન મારફતે મને હવે ઉત્તર આપતા નથી. એ કારણથી મેં તમને બોલાવ્યા છે, જેથી મારે શું કરવું તે તમે મને કહો.”


Lean sinn:

Sanasan


Sanasan