Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 30:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 દાઉદ સિક્લાગમાં આવ્યો, ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદિયાના વડીલોને ત્યાં, એટલે તેના મિત્રોને ત્યાં, મોકલાવીને કહાવ્યું, “જુઓ, યહોવાના શત્રુઓ પાસેથી પડાવી લીધેલી લૂટમાંથી આ ભેટ તમારે માટે,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 દાવિદ સિકલાગ પાછો આવ્યો ત્યારે લૂંટનો કેટલોક ભાગ યહૂદિયાના આગેવાન મિત્રો પર આ સંદેશા સાથે મોકલ્યો, “પ્રભુના શત્રુઓ પાસેથી મેળવેલી લૂંટમાંથી તમને આ ભેટ મોકલું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 જયારે દાઉદ સિકલાગમાં આવ્યો, ત્યારે તેણે લૂંટમાંથી કેટલીક યહૂદિયાના વડીલોને, એટલે પોતાના મિત્રોને ત્યાં મોકલી અને કહાવ્યું, “જુઓ, ઈશ્વરના શત્રુઓ પાસેથી લીધેલી લૂંટમાંથી આ ભેંટ તમારે માટે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 દાઉદ સિકલાગ પહોંચ્યા ત્યારે તેણે લૂંટનો થોડો ભાગ પોતાના મિત્રોને, યહૂદાના આગેવાનોને, આ સંદેશા સાથે મોકલી આપ્યો કે, “યહોવાના દુશ્મનો પાસેથી જે લૂટ મેં પાછી લીધી તેમાંથી તમને આ ભેટ મોકલી છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 30:26
14 Iomraidhean Croise  

મારી જે ભેટ તારી પાસે લાવ્યો છું તે કૃપા કરી લે, કેમ કે ઈશ્વરે, મારા ઉપર કૃપા કરી છે, ને મારી પાસે પુષ્કળ છે.” અને તેણે આગ્રહ કર્યો, ને તેણે તે લીધી.


શાઉલના મરણ પછી એમ થયું કે, દાઉદ અમાલેકીઓને કતલ કરવાના કામ પરથી પાછો આવીને સિક્લાગમાં બે દિવસ રહ્યો હતો. ત્યાર પછી


તે પોતાના આખા રસાલા સહિત ઈશ્વરભક્ત પાસે પાછો આવ્યો, ને આવીને તેની આગળ ઊભો રહ્યો. અને તેણે કહ્યું, “હવે, મને ખાતરી થઈ છે કે, કેવળ ઇઝરાયલમાં ઈશ્વર છે, તે સિવાય આખી પૃથ્વી પર બીજે કયાંય નથી. તો હવે કૃપા કરીને તમારા સેવક પાસેથી બક્ષિસ લો.”


જેઓ મારા ન્યાયીપણામાં આનંદ કરે છે તેઓ હર્ષ પામીને જયજયકાર કરો, હા, તેઓ હંમેશાં કહો, “જે પોતાના સેવકની આબાદીમાં રાજી રહે છે તે યહોવા મોટા મનાઓ.”


તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો, તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી નજરાણાં લીધાં છે, બંડખોરો પાસેથી પણ લીધાં, જેથી યહોવા ઈશ્વર [તેઓમાં] રહે.


પણ ઉદાર ઉદારતા યોજે છે; અને ઉદારપણામાં તે સ્થિર રહેશે.


ભાઈઓ પહેલાં તમારી પાસે આવે, અને જે દાન આપવાનું તમે પ્રથમ વચન આપ્યું હતું તે અગાઉથી ઉઘરાવી રાખે, એવી તેઓને વિનંતી કરવાની અગત્ય મને જણાઈ કે, જબરદસ્તીથી નહિ પણ ઉદારતાથી તે [ઉઘરાણું] તૈયાર રાખવામાં આવે.


અને શાઉલે દાઉદને કહ્યું, “જો, મારી મોટી દીકરી મેરાબ [છે] , તેને હું તારી સાથે પરણાવીશ, એટલું જ કે તું મારે માટે બળવાન થા, ને યહોવાની લડાઈઓ લડ.” કેમ કે શાઉલે કહ્યું, “મારો હાથ એના પર ભલે પડે.”


હવે આ જે ભેટ આપની દાસી મારા મુરબ્બીને માટે લાવી છે, તે જે જુવાનો મારા મુરબ્બીની તહેનાતમાં છે તેઓને આપવામાં આવે.


કૃપા કરીને આપની દાસીનો અપરાધ માફ કરો; કેમ કે નક્કી યહોવા મારા મુરબ્બીનું કુટુંબ અવિચળ રાખશે, કેમ કે મારા મુરબ્બી યહોવાની લડાઈઓ લડે છે. અને આપના સર્વ દિવસો પર્યંત આપનામાં ભૂંડાઈ માલૂમ પડશે નહિ.


અને દાઉદે સર્વ ઘેટાં તથા ઢોરઢાંક લીધાં, ને તેઓએ [બીજા] ઢોરની આગળ [તેમને] હાંકીને કહ્યું, “આ દાઉદની લૂંટ છે.”


તે દિવસથી માંડીને આજ સુધીને માટે તેણે એ જ નિયમ તથા વિધિ ઇઝરાયલને માટે ઠરાવ્યા.


Lean sinn:

Sanasan


Sanasan