Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 30:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 દાઉદે તેઓને પ્રાત:કાળથી તે બીજા દિવસની સાંજ સુધી માર્યા. અને જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 બીજે દિવસે વહેલી સવારે દાવિદે તેમના પર હુમલો કર્યો અને સાંજ સુધી લડયો. ઊંટ પર બેસીને ભાગી ગયેલા ચારસો જુવાન માણસો સિવાય તેમાંનું કોઈ બચ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 દાઉદે તેઓ પર પ્રાતઃકાળથી તે બીજા દિવસની સાંજ સુધી હુમલો કર્યો. જે ચારસો જુવાનો ઊંટો પર બેસીને નાસી ગયા તે સિવાય તેઓમાંનો એકે બચ્યો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 દાઉદે બીજે દિવસે પરોઢિયે તેમના ઉપર હુમલો કર્યો અને છેક સાંજ સુધી ચાલુ રાખ્યો, ફકત 400 માંણસો ઊંટ ઉપર સવાર થઈને ભાગી ગયા, તે સિવાય કોઈ બચવા પામ્યું નહિ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 30:17
11 Iomraidhean Croise  

શાઉલના મરણ પછી એમ થયું કે, દાઉદ અમાલેકીઓને કતલ કરવાના કામ પરથી પાછો આવીને સિક્લાગમાં બે દિવસ રહ્યો હતો. ત્યાર પછી


એટલે અરામનું, મોઆબનું, આમ્મોન-પુત્રોનું, પલિસ્તીઓનું અમાલેકનું તથા સોબાના રાજા રાહોબના દિકરા હદાદેઝેરની લૂટનું રૂપું તથા સોનું પણ તેણે અર્પણ કર્યું.


તેઓ સંધ્યાકાળે અરામીઓની છાવણીમાં જવા માટે ઊઠ્યા. અને તેઓ અરામીઓની છાવણીની સરહદ પર પહોંચ્યા, ત્યારે જુઓ, ત્યાં કોઈ પણ માણસ નહોતો.


અને બાકીના બચેલા અમાલેકીઓને તેઓએ માર્યા, ને તેઓ આજ સુધી ત્યાં વસેલા છે.


ત્યારે પવન આગળ ધૂળની જેમ મેં તેઓને બારીક ખાંડયા; રસ્તાના કાદવની જેમ મેં તેઓને ફેંકી દીધા.


પણ નથાન્યાનો પુત્ર ઇશ્માએલ આઠ માણસસહિત યોહાનાનથી છટકી જઈને આમ્મોનીઓની પાસે ગયો.


પણ વિદેશીઓના હરોશેથ સુધી, બારાક તે રથોની તથા સૈન્યની પાછળ પડ્યો; અને સીસરાનું આખું સૈન્ય તરવારથી પડ્યું; એક પણ માણસ બચ્યું નહિ.


મિદ્યાનીઓ તથા અમાલેકીઓ તથા પૂર્વ દિશા સર્વ લોકો ખીણની અંદર તીડની માફક સંખ્યાબંધ પડેલા હતા. અને તેઓનાં ઊંટ સમુદ્રના કાંઠાની રેતીની જેમ અગણિત હતાં.


સવારે એમ થયું કે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ કરી; અને સવારના પહોરમાં તેઓએ છવણીમાં પેસી જઈને મધ્યાહન થતાં સુધી આમ્મોનીઓને માર્યા. અને એમ થયું કે જેઓ બચી ગયા તેઓ એવા વિખેરાઈ ગયા કે કોઈ ઠેકાણે બ જણ ભેગા મળે નહિ.


તો હવે તું જઈને અમાલેકને માર, ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર, તેમના પર દયા લાવીશ નહિ; પણ પુરુષ તથા સ્‍ત્રી, ને બાળકો તેમ જ ઘાવણાં, બળદ તથા ઘેટાં, ઊંટ તથા ગધેડાં, એ સર્વને મારી નાખ.”


Lean sinn:

Sanasan


Sanasan