Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 3:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 તે દિવસે એલીની વિરુદ્ધ તેના કુટુંબ સંબંધી જે જે મેં કહ્યું છે તે સર્વ, આરંભથી તે અંત સુધી, હું પૂરું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 એ દિવસે એલીના કુટુંબ વિરુદ્ધની મારી સર્વ ધમકીઓ તેમના આરંભથી અંત સુધી હું અમલમાં મૂકીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 મેં એલીની વિરુદ્ધ તેના ઘર સંબંધી જે સઘળું કહ્યું છે તે બધું આરંભથી તે અંત સુધી, હું તે દિવસે પૂરું કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 તે દિવસ આવશે ત્યારે એલી અને તેના કુટુંબ વિરુદ્ધ મેં જે કંઈ કહ્યું છે તેને પહેલેથી જ તે છેલ્લે સુધી અક્ષરે અક્ષર હું સાચું પાડીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 3:12
11 Iomraidhean Croise  

અને સર્વ માણસો જાણશે કે મેં યહોવાએ મારી તરવાર મ્યાનમાંથી બહાર કાઢી છે; તે કદી પાછી પેસશે નહિ.


પણ જે મારાં વચનો તથા મારા વિધિઓ મેં મારા સેવક પ્રબોધકોને ફરમાવ્યાં, તેઓએ શું તમારા પૂર્વજોને પકડી પાડયા નહિ? અને તેઓ ફર્યા, ને કહ્યું, યહોવાએ આપણને આપણા માર્ગો પ્રમાણે તથા આપણા કૃત્યો પ્રમાણે જેમ કરવા ધાર્યું, તેમ જ તેમણે આપણને કર્યું છે.’”


ઈશ્વર માણસ નથી કે તે જૂઠું બોલે. તે માણસનો પુત્ર નથી કે તે પોતાનો વિચાર બદલે. શું પોતાનું કહેવું તે નહિ કરે? અથવા પોતાનું બોલવું તે પૂરું નહિ કરે?


આકાશ તથા પૃથ્વી જતાં રહેશે; પણ મારી વાતો જતી રહેવાની નથી.


અને એમ થશે કે જેમ તમારા ઈશ્વર યહોવાએ તમને આપેલાં સર્વ સારાં વચન તમારા સંબંધમાં ફળીભૂત થયાં, તેમ જ આ જે સારી ભૂમિ તમારા ઈશ્વર યહોવાએ તમને આપી છે તે ઉપરથી તમારો નાશ કરતાં સુધી યહોવા તમારા પર [આગળ કહેલી] સર્વ વિપત્તિઓ લાવશે [એમ પણ બનશે].


અને ઇઝરાયલી લોકોનો હાથ કનાનના રાજા યાબીનની વિરુદ્ધ વધારે ને વધારે પ્રબળ થતો ગયો, એટલે સુધી કે તેઓએ કનાનના રાજા યાબીનનો નાશ કર્યો.


વળી ઈશ્વરનો કોશ [શત્રુઓના] હાથમાં ગયો, અને એલીના બે દીકરા હોફની અને ફીનહાસ માર્યા ગયા.


અને સંદેશો લાવનારે ઉત્તર આપ્યો, “ઇઝરાયલ પલિસ્તીઓ આગળથી નાઠા છે, વળી લોકોની ભારે કતલ થઈ છે, તમારા બન્‍ને દીકરા હોફની તથા ફિનહાસ પણ મરણ પામ્યા છે, ને ઈશ્વરનો કોશ [શત્રુના] હાથમાં ગયો છે.”


અને તેણે તે છોકરાનું નામ ઇખાબોદ પાડીને કહ્યું, “ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે;” કારણ કે ઈશ્વરનો કોશ લઈ જવામાં આવ્યો હતો, ને તેના સસરાનું તથા પતિનું [મોત થયું હતું].


અને તેણે કહ્યું, “હવે ઇઝરાયલમાંથી ગૌરવ જતું રહ્યું છે; કેમ કે ઈશ્વરના કોશનું હરણ થયું છે.”


Lean sinn:

Sanasan


Sanasan