Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 3:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. તે સમયમાં યહોવાની વાણી દુલર્ભ હતી; પ્રગટ સંદર્શન થતાં નહોતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 બાળક શમુએલ એલીની દેખરેખ નીચે પ્રભુની સેવા કરતો હતો. એ દિવસોમાં પ્રભુના સંદેશાઓ દુર્લભ હતા, અને તેમના તરફથી સંદર્શનો ભાગ્યે જ પ્રગટ થતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 બાળ શમુએલ એલીની પાસે રહીને ઈશ્વરની સેવા કરતો હતો. તે દિવસોમાં ઈશ્વરની વાણી દુર્લભ હતી; ત્યાં વારંવાર પ્રબોધકીય સંદર્શન થતાં નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. એ દિવસો દરમ્યાન યહોવાના શબ્દો જવલ્લેજ સાંભળવા મળતા. ત્યારે બહુ ઓછા સંદર્શન દેખાતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 3:1
11 Iomraidhean Croise  

અમારા ચિહ્નનો અમારી દષ્ટિએ પડતાં નથી; પ્રબોધક કોઈ રહ્યો જ નથી; [આવું] ક્યાં સુધી [ચાલશે] , તે જાણનાર અમારામાં કોઈ નથી.


જ્યાં સંદર્શન નથી હોતું ત્યાં લોક સર્વ મર્યાદા છોડી દે છે; પણ નિયમ પાળનારને ધન્ય છે.


ચોખ્ખા સોના કરતાં આદમીની, ને ઓફીરના સોના કરતાં માણસની હું અછત કરીશ.


હાનિ પર હાનિ આવશે, ને અફવા પર અફવા ચાલશે; અને તેઓ પ્રબોધક પાસેથી સંદર્શન શોધશે; પણ યાજકમાંથી નિયમશાસ્ત્રના જ્ઞાનનો, ને વડીલોમાંથી બુદ્ધિનો, લોપ થશે.


પછી એલ્કાના રામામાં પોતાને ઘેર ગયો. અને છોકરો એલી યાજકની આગળ યહોવાની સેવા કરતો હતો.


પણ શમુએલ બાલ્યાવસ્થામાં શણનો ઝભ્ભો પહેરીને યહોવાની હજૂરમાં સેવા કરતો હતો.


અને મારા અંત:કરણ તથા મારા મનમાં જે છે તે પ્રમાણે કરે એવો એક વિશ્વાસુ યાજક હું મારે માટે ઊભો કરીશ. સ્થિર [રહે એવું] ઘર હું તેને માટે બાંધીશ. અને મારા અભિષિક્તની સંમુખ તે સદા ચાલશે.


અને એમ થશે કે તારા કુળમાંથી જે કોઈ બચી ગયા હશે તે સર્વ આવીને એક રૂપિયાને માટે ને રોટલીના એક ટુકડાને માટે તેને પગે પડશે, ને કહેશે કે, યાજકને લગતું કંઈ પણ કામ મને આપ કે હું ટુકડો રોટલી ખાવા પામું.”


અને સવાર સુધી શમુએલ સૂઈ રહ્યો, પછી તેણે યહોવાના મંદિરનાં બારણાં ઉઘાડ્યાં. પણ એ સંદર્શન એલીને જણાવતાં શમુએલ બીધો.


શીલોમાં યહોવાએ ફરીથી દર્શન આપ્યું; કેમ કે યહોવાના વચન દ્વારા યહોવા શીલોનાં શમુએલને પોતાનું દર્શન આપતા હતા.


Lean sinn:

Sanasan


Sanasan