Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 28:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 શાઉલે પલિસ્તીઓનું સૈન્ય જોયું ત્યારે તે બીધો, તેનું હૈયું બહુ થરથરવા લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 પલિસ્તીઓનાં સૈન્ય જોઈને શાઉલનું હૈયું ભયથી કાંપવા લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 જયારે શાઉલે પલિસ્તીઓનું સૈન્ય જોયું, ત્યારે તે ગભરાયો, તેનું હૃદય બહુ થરથરવા લાગ્યું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 શાઉલે જયારે પલિસ્તીઓની સેનાને જોઈ ત્યારે તે ગભરાઈ ગયો, અને તેની હિંમત છૂટી ગઈ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 28:5
11 Iomraidhean Croise  

તેના કાનમાં ભયના ભણકારા વાગે છે. આબાદાનીને સમયે લૂંટનાર તેના પર આવી પડશે.


ચારેબાજુ તેને ત્રાસ ગભરાવશે, અને તેનો પીછો કરશે.


તેઓ એક ક્ષણમાં કેવા નષ્ટ થાય છે! તેઓ ઘાકથી છેક નાશ પામેલા છે.


દુષ્ટનું ભય તેના પોતાના ઉપર આવી પડશે; પણ નેક માણસની ઇચ્છા તૃપ્ત કરવામાં આવશે.


દાઉદના વંશના રાજકર્તાને ખબર મળી કે, અરામ એફ્રાઈમ સાથે મળી ગયો છે. ત્યારે તેનું મન તથા તેના લોકોનાં મન જેમ વનનાં ઝાડ પવનથી કંપે છે તેમ ગભરાયાં.


ત્યારે રાજાનો ચહેરો ઊતરી ગયો; તેની જાંઘોના સાંધા શિથિલ થઈ ગયા, ને તેના ઘૂંટણો એક બીજા સાથે અફળાવા લાગ્યા.


અને પલિસ્તીઓ એકત્ર થયા, ને આવીને શૂનેમમાં છાવણી નાખી. શાઉલે સર્વ ઇઝરાયલને ભેગા કર્યા, ને તેઓએ ગિલ્બોઆમાં છાવણી નાખી.


અને શાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી, કે ઉરીમથી, કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan