Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 28:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 શમુએલે શાઉલને પૂછ્યું, તેં શા માટે મને ઉઠાડી લાવીને હેરાન કર્યો છે?” શાઉલે ઉત્તર આપ્યો, “ હું ઘણા સંકટમાં આવી પડ્યો છું. કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ને ઈશ્વર મારી પાસેથી જતા રહ્યા છે, ને પ્રબોધકો મારફતે કે સ્વપ્ન મારફતે મને હવે ઉત્તર આપતા નથી. એ કારણથી મેં તમને બોલાવ્યા છે, જેથી મારે શું કરવું તે તમે મને કહો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 શમુએલે શાઉલને કહ્યું, “તેં શા માટે મને અહીં બોલાવીને પરેશાન કર્યો છે? તેં શા માટે મને પાછો બોલાવ્યો છે?” શાઉલે જવાબ આપ્યો, “હું મોટી મુશ્કેલીમાં આવી પડયો છું. પલિસ્તીઓ મારી સામે લડવાને તૈયાર થયા છે અને ઈશ્વરે મને તજી દીધો છે. સ્વપ્નો કે સંદેશવાહકો મારફતે હવે તે મને જવાબ આપતા નથી. તેથી મારે શું કરવું તે પૂછવા મેં તમને બોલાવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 શમુએલે શાઉલને કહ્યું, “શા માટે તું મને ઉઠાડીને હેરાન કરે છે?” શાઉલે કહ્યું, “હું ઘણો દુઃખી છું, કેમ કે પલિસ્તીઓ મારી વિરુદ્ધ યુદ્ધ કરે છે, ઈશ્વરે મને છોડી દીધો છે, પ્રબોધકો અથવા સ્વપ્ન દ્વારા મને ઉત્તર મળતા નથી. તેથી મેં તને બોલાવ્યો છે, કે મારે શું કરવું તે તું મને જણાવે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 શમુએલે શાઉલને પૂછયું કે, “તેં શા માંટે મને અહીં બોલાવીને હેરાન કર્યો છે?” શાઉલે કહ્યું, “હું ભારે મુશ્કેલીમાં આવી પડયો છું, પલિસ્તીઓ માંરી સામે યુદ્ધે ચડયા છે, યહોવા માંરી પાસેથી જતા રહ્યા છે, તે મને પ્રબોધક માંરફતે કે સ્વપ્ન માંરફતે જવાબ આપતા નથી; એટલે માંરે શું કરવું એ જાણવા મેં તમને બોલાવ્યા છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 28:15
18 Iomraidhean Croise  

તમારી સંમુખથી મને કાઢી મૂકતા નહિ; અને તમારો પવિત્ર આત્મા મારી પાસેથી લઈ લેતા નહિ.


પાપી હ્રદયવાળાને પોતાના જ માર્ગનું ફળ ચાખવું પડશે; અને સારો માણસ પોતા [ની જ વર્તણૂક] થી [તૃપ્ત થશે].


જો કે તેઓ પોતાનાં છોકરાં ઉછેરે છે, તોપણ એક પણ માણસ ન રહે ત્યાં સુધી હું તેઓને નસંતાન કરીશ; હા, હું તેમનાથી દૂર રહીશ, ત્યારે પણ તેમને અફસોસ!


પછી ડાબી તરફનાઓને પણ તે કહેશે, ‘ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શેતાન તથા તેના દૂતોને માટે તૈયાર કરેલો છે, તેમાં તમે મારી આગળથી જાઓ.


પછી તેણે કહ્યું. “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ.” પણ તે જાણતો નહોતો કે યહોવા તેની પાસેથી જતા રહ્યા છે.”


શાઉલ દાઉદથી બીતો હતો, કેમ કે યહોવા દાઉદની સાથે હતા, પણ શાઉલ પાસેથી જતા રહેલા હતા.


તેથી દાઉદે યહોવાની સલાહ પૂછી, “હું જઈને એ પલિસ્તીઓને મારું?” યહોવાએ દાઉદને કહ્યું, “જા; પલિસ્તીઓને મારીને કઈલાને બચાવ.”


પછી દાઉદે બીજી વાર પણ યહોવાની સલાહ પૂછી. અને યહોવાએ તેને ઉત્તર આપ્યો, “ઊઠીને કઈલા પર ચઢાઈ કર; કેમ કે હું પલિસ્તીઓને તારા હાથમાં સોંપી દઈશ.”


ત્યારે તે સ્‍ત્રીએ પૂછ્યું, “તારા માટે હું કોને ઉઠાડી લાવું?” તેણે કહ્યું, “મારે માટે શમુએલને ઉઠાડી લાવ.”


શમુએલે કહ્યું, “યહોવા તારી પાસેથી જતા રહ્યા છે ને તારો શત્રુ થયા છે, તો તું મને કેમ પૂછે છે?


અને શાઉલે યહોવાની સલાહ પૂછી ત્યારે યહોવાએ તેને સ્વપ્નથી, કે ઉરીમથી, કે પ્રબોધકોની મારફતે કંઈ પણ ઉત્તર આપ્યો નહિ.


શાઉલે વેષ બદલવાને જુદાં વસ્‍ત્રો પહેર્યાં, ને તે તથા તેની સાથે બે માણસો ચાલીને રાત્રે તે સ્‍ત્રી પાસે ગયા. તેણે તે સ્‍ત્રીને કહ્યું, “કૃપા કરીને તારા સાધેલા ભૂતની મદદથી મારું ભવિષ્ય જો, ને જેનું નામ હું તને કહું તેને મારે માટે હાજર કર.”


અને દાઉદને ઘણો ખેદ થયો; કેમ કે લોકો તેને પથ્થરે મારવાની વાત કરવા લાગ્યા, કારણ, સર્વ લોક પોતપોતાના દિકરાઓ તથા દિકરીઓને લીધે મનમાં દુ:ખી હતા. પણ દાઉદે પોતાના ઈશ્વર યહોવામાં બળ પકડ્યું.


Lean sinn:

Sanasan


Sanasan