Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 27:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 દાઉદ તથા તેના માણસો ત્યાંથી નીકળીને ગશૂરીઓ, ગિર્ઝીઓ તથા અમાલેકીઓ પર હલ્લો કરતા; કેમ કે પ્રાચીન કાળથી તે લોકો તે દેશમાં શૂર તરફ છેક મિસર દેશ સુધી વસેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 એ પ્રદેશમાં લાંબા સમયથી રહેતા ગશૂર, ગિર્ઝી અને અમાલેકના લોકો પર દાવિદ અને તેના માણસો હુમલો કરતા. પ્રાચીન સમયથી એ લોકો એ પ્રદેશમાં ઇજિપ્ત જવાના રસ્તે છેક શૂર સુધી વસતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 દાઉદ તથા તેના માણસોએ વિવિધ સ્થળો પર હુમલો કર્યો, ગશૂરીઓ, ગિર્ઝીઓ તથા અમાલેકીઓ ઉપર છાપા માર્યા; કેમ કે પ્રાચીન કાળથી તે લોકો તે દેશમાં શૂર તરફ છેક મિસર દેશ સુધી વસેલા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 દાઉદ અને તેના માંણસો ગશૂરીઓ, ગિઝીર્ઓ, અને અમાંલેકીઓના પ્રદેશમાં ધાડ પાડવા નીકળી પડતા. એ લોકો જૂના જમાંનાથી શૂર અને મિસર સુધીના પ્રદેશમાં વસતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 27:8
22 Iomraidhean Croise  

પછી યોઆબ ઊઠીને ગશૂર જઈને આબ્શાલોમને યરુશાલેમ તેડી લાવ્યો.


આબ્શાલોમે યોઆબને ઉત્તર આપ્યો, “જો, મેં તારી પાસે માણસ મોકલીને કહાવ્યું કે, અહીં આવ, કે, હું તને રાજા પાસે મોકલીને કહાવું કે, ગશૂરથી હું શા માટે આવ્યો છું? હું હજી ત્યાંજ રહ્યો હોત તો મારું વધારે હિત થાત. તો હવે હું રાજાનું મોં જોઉં એવું કરાવ; મારામાં કંઈ અન્યાય હોય, તો તે મને બેશક મારી નાખે.”


કેમ કે હું અરામના ગશૂરમાં રહેતો હતો, ત્યારે મેં એવી માનતા રાખી હતી કે, ‘જો યહોવા મને નક્‍કી યરુશાલેમમાં પાછો લાવશે, તો હું યહોવાની આરાધના કરીશ.”


અને જુઓ, દાઉદના સેવકો તથા યોઆબ એક હુમલો પાડીને પાછા આવ્યા, ને પોતાની સાથે ઘણી લૂંટ લેતા આવ્યા; પણ આબ્નેર દાઉદ સાથે હેબ્રોનમાં ન હતો, કેમ કે તેણે તેને વિદાય કર્યો હતો, ને તે શાંતિએ ગયો હતો.


તેનો બીજો [દિકરો] કિલાબ, તે નાબાલ કાર્મેલીની વિધવઅ અબિગાઇલના પેટનો હતો. ત્રીજો ગશૂરના રાજા તાલ્માયની દીકરી માકાનો દિકરો આબ્શાલોમ હતો.


એટલે અરામનું, મોઆબનું, આમ્મોન-પુત્રોનું, પલિસ્તીઓનું અમાલેકનું તથા સોબાના રાજા રાહોબના દિકરા હદાદેઝેરની લૂટનું રૂપું તથા સોનું પણ તેણે અર્પણ કર્યું.


ગશુર તથા અરામે યાઈરના કસબાઓ, ને કનાથ તથા તેનાં ગામો મળીને સાઠ નગરો તેમની પાસેથી લઈ લીધાં, એ સર્વ ગિલ્યાદના પિતા માખીરના પુત્રો હતા.


અને મૂસાએ ઇઝરાયલી લોકોને સૂફ સમુદ્રથી આગળ ચલાવ્યા, અને તેઓ નીકળીને શૂર અરણ્યમાં ગયા. અને તેઓ ત્રણ દિવસ અરણ્યમાં ચાલ્યા, પણ તેમને કંઈ પાણી મળ્યું નહિ.


તેવામાં અમાલેકે આવીને રફીદીમમાં ઇઝરાયલની સાથે યુદ્ધ કર્યું.


નેગેબ પ્રાંતમાં અમાલેકીઓ રહે છે. અને પર્વતોમાં હિત્તીઓ તથા યબૂસીઓ તથા અમોરીઓ રહે છે. અને સમુદ્રની પાસે તથા યર્દનને કાંઠે કનાનીઓ રહે છે.”


અને અમાલેકીઓ તથા કનાનીઓ જેઓ તે પર્વતમાં રહેતા હતા તેઓ ઊતરી આવ્યા, ને તેઓને માર્યા ને હોર્મા સુધી તેઓને નસાડયા.


અને હેર્મોન પર્વત ઉપર ને સાલખા ઉપર ને આખા બાશાન ઉપર એટલે ગશૂરીઓની તથા માખાથીઓની હદ સુધી તથા અર્ધા ગિલ્યાદ ઉપર, એટલે હેશ્બોનના રાજા સિહોનની હદ સુધી, રાજ કરતો હતો તેની સરહદ સુધી [દેશ કબજે થયો.]


તોપણ ઇઝરાયલીઓએ ગશૂરીઓને તથા માખાથીઓને તેમના વતનમાંથી કાઢી મૂક્યા નહિ; પરંતુ ગશૂરીઓ ને માખાથીઓ આજ સુધી ઇઝરાયલ ભેગા રહ્યા.


જે ભૂમિ હજી બાકી રહી છે તે આ છે: એટલે પલિસ્તીઓનો ને ગશૂરીઓનો આખો પ્રદેશ;


અને ગેઝેરના રહેવાસી કનાનીઓને તેઓએ કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ એફ્રાઈમપુત્રોના ગુલામ થઈ રહ્યા, ને તેઓ આજ સુધી તેઓની મધ્યે રહે છે.


તેમ જ એફ્રાઈમે ગેઝેરવાસી કનાનીઓને કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ કાઢી મૂક્યા નહિ; પણ કનાનીઓ ગેઝેરમાં તેઓની સાથે રહ્યા.


ત્યારે આખીશે દાઉદને બોલાવીને તેને કહ્યું, “જીવતા યહોવાના સમ, તું પ્રમાણિકપણે વર્ત્યો છે, સૈન્યમાં મારી સાથે તારું જવું આવવું એ મારી દષ્ટિમાં સારું છે! કેમ કે તું મારી પાસે આવ્યો ત્યારથી તે આજ સુધી તારામાં મને કંઈ જ દુષ્ટતા માલૂમ પડી નથી. પરંતુ સરદારોની કૃપા તારા પર નથી.


દાઉદ તથા તેના માણસો ત્રીજે દિવસે સિક્લાગ પહોંચ્યા, ત્યારે એમ બન્યું કે, અમાલેકીઓએ નેગેબ પર તથા સિક્લાગ પર હલ્‍લો કરીને સિક્લાગ પર મારો ચલાવી તેને બાળી દીધું હતું.


Lean sinn:

Sanasan


Sanasan