Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 27:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 આખીશ પૂછતો, “આજે તમારી સવારી ક્યાં હલ્‍લો કરી આવી?” ત્યારે દાઉદ કહેતો, “યહૂદિયાના દક્ષિણ પર, યરાહમેલીઓના દક્ષિણ પર તથા કેનીઓના દક્ષિણ પર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 આખીશ તેને પૂછતો, “આ વખતે તેં ક્યાં હુમલો કર્યો હતો?” દાવિદ તેને કહેતો કે તે યહૂદિયાના દક્ષિણ ભાગમાં અથવા યરાહમએલી કુળના વતનમાં અથવા કેનીઓના પ્રદેશમાં ગયો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 આખીશ પૂછતો, “આજે તારી સવારી ક્યાં ધાડ પાડી આવી?” દાઉદ જવાબ આપતો, “યહૂદિયાના દક્ષિણ પર,” “યરાહમેલીઓના દક્ષિણ પર,” તથા “કેનીઓના દક્ષિણ પર.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 આખીશ પૂછતો કે, “આજે તમે કયાં હુમલો કરવા જાવ છો?” અને દાઉદ કહેતો, “યહૂદાના દક્ષિણ પ્રદેશમાં,” અથવા “યરાહમએલીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.” અથવા “કેનીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 27:10
21 Iomraidhean Croise  

અને તેણે કહ્યું, “શું તું મારો દિકરો એસાવ જ છે?” યાકૂબે કહ્યું, “એ જ.”


આબ્શાલોમના ચાકરોએ તે સ્‍ત્રી પાસે ઘરમાં આવીને પૂછ્યું, “અહિમાઆસ તથા યોનાથાન ક્યાં છે?” તે સ્‍ત્રીએ તેઓને કહ્યું, “તેઓ તો પાણીનો વહેળો ઊતરી ગયા છે.” તેઓએ તેમને શોધ્યા, પણ તે જડ્યા નહિ, ત્યારે તેઓ યરુશાલેમમાં પાછા આવ્યા.


હેસ્રોનના જ્યેષ્ઠપુત્ર યરાહમેલના પુત્રો આ હતા : તેનો જ્યેષ્ઠપુત્ર રામ, પછી બૂના, ઓરેન, ઓસેમ, તથા અહિયા.


હેસ્રોનને પણ જે પુત્રો થયા તે:યરાહમેલ, રામ તથા કાલેખ.


અસત્ય ઉપર હું દ્વેષ રાખું છું અને તેનાથી કંટાળું છું; પણ તમારા નિયમ ઉપર હું પ્રેમ રાખું છું.


અસત્યનો માર્ગ મારાથી દૂર કરો. કૃપા કરીને તમારો નિયમ શીખવો.


માણસની બીક ફાંદારૂપ છે; પણ જે કોઈ યહોવા પર ભરોસો રાખે છે તે સહીસલામત રહેશે.


અને તેણે કેનીઓને જોઈને દ્દષ્ટાંતરૂપે કહ્યું, “તારું રહેઠાણ મજબૂત છે, અને તારો માળો ખડકમાં બાંધેલો છે.


એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ.


મૂસાના સાળા કેનીના પુત્રો યહૂદાપુત્રોને સાથે લઈને ખજૂરીઓના નગરમાંથી નીકળીને અરાદની દક્ષિણ બાજુએ આવેલા યહૂદાના વગડામાં ગયા. અને તેઓ જઈને તે લોકોની સાથે વસ્યા.


હવે હેબેર કેનીએ કેનીઓથી, એટલે મૂસાના સાળા હોબાબના વંશજોથી જુદા થઈને પોતાનો તંબુ કેદેશ પાસેના સાનાન્મીમમાંના એલોન વૃક્ષ જેટલે દૂર માર્યો હતો.


બીજી સ્‍ત્રીઓના કરતાં હેબેર કેનીની પત્ની યાએલને ધન્ય છે. તંબુંમાંની સ્‍ત્રીઓના કરતાં તેને ધન્યે છે.


પછી શાઉલે કેનીઓને કહ્યું, “અમાલેકીઓની સાથે તમારો નાશ હું ન કરું, માટે તમે તેઓમાંથી નીકળીને જતા રહો; કેમ કે ઇઝરાયલી લોકો મિસરમાંથી આવ્યા ત્યારે તે સર્વની સાથે તમે માયાળુપણે વર્ત્યા હતા.”


ત્યારે દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું, “રાજાએ મને એક કામ ફરમાવીને કહ્યું છે કે, ‘જે કામ માટે હું તને મોકલું છું, ને જે આજ્ઞા મેં તને ફરમાવી છે તેની કોઈને ખબર ન પડે; અને અમુક અમુક જગા પર મેં જુવાનોને નીમ્યા છે.’


એટલામાં એક હલકારાએ શાઉલ પાસે આવીને કહ્યું, “જલદી ચાલો, કેમ કે પલિસ્તીઓએ દેશમાં ધાડ પાડી છે.”


દાઉદે અમુક અમુક કર્યું, ને તે પલિસ્તીઓના દેશમાં રહ્યો તે બધો વખત તે એમ જ કરતો આવ્યો છે, એવું રખેને કોઈ તેમના વિષે કહે, માટે ગાથમાં લાવવા માટે તે પુરુષ કે સ્‍ત્રી કોઈને પણ જીવતું રહેવા દેતો નહિ.


ત્યારે દાઉદે આખીષને કહ્યું, “પણ મેં શું કર્યું છે? હું તમારી હજૂરમાં આવ્યો ત્યારથી તે આજ સુધીમાં તમે આ તમારા દાસમાં એવું શું જોયું કે, મારા મુરબ્બી રાજાના શત્રુઓની સામે જઈને લડવાની પરવાનગી મને ન મળે?”


રાખાલવાસીઓને ત્યાં, યરાહમેલીઓનાં નગરોના રહેવાસીઓને ત્યાં, કેનીઓનાં નગરોના રહેવસીઓને ત્યાં;


Lean sinn:

Sanasan


Sanasan