Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 27:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 દાઉદે પોતાના મનમાં કહ્યું, “હવે તો એક દિવસ હું શાઉલના હાથે માર્યો જઈશ. પલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતાં બીજું કંઈ મારે માટે સારું નથી. આથી શાઉલ મારા વિષે નિરાશ થઈને ઇઝરાયલની સર્વ સીમાઓમાં મારી શોધ કરવાનું છોડી દેશે. એમ હું તેમના હાથમાંથી બચી જઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 દાવિદે પોતાના મનમાં કહ્યું, “શાઉલ, મને કોઈક દિવસ મારી નાખશે. તેથી હું નાસી છૂટીને પલિસ્તીયામાં જતો રહું એ જ ઉત્તમ છે. પછી શાઉલ હતાશ થઈને મને ઇઝરાયલમાં શોધવાનું પડતું મૂકશે અને હું સલામત રહીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 દાઉદના મનમાં થયું કે, “હવે તો એક દિવસ હું શાઉલના હાથથી માર્યો જઈશ; પલિસ્તીઓના દેશમાં નાસી જવા કરતાં બીજું કંઈ મારા માટે સારું નથી; શાઉલ મારા વિષે નિરાશ થઈને ઇઝરાયલની સર્વ સરહદોમાં મારી શોધ કરવાનું છોડી દેશે; એમ તેમના હાથમાંથી હું બચી જઈશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 દાઉદે પોતાના મનમાં વિચાર કર્યો, “કોઈ દિવસ શાઉલ મને માંરી નાખશે, એટલે હું પલિસ્તીઓના પ્રદેશમાં નાસી જાઉં એ જ ઉત્તમ છે. તો શાઉલ માંરી આશા છોડી દેશે; અને આખા ઇસ્રાએલમાં માંરી શોધ કરવાનું માંડી વાળશે અને હું સુરક્ષિત રહી શકીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 27:1
29 Iomraidhean Croise  

અને યરોબામે પોતાના મનમાં ધાર્યું, “હવે રાજ્ય દાઉદના કુટુંબને પાછું મળશે.


તે પરથી રજાએ સલાહ લઈને સોનાના બે વાછરડા બનાવ્યા. અને યરોબામે તેમને કહ્યું. “યરુશાલેમમાં જવું તમને ઘણું [મશ્કેલ] થઈ પડે છે. હે ઇઝરાયલ જો, તારા જે દેવો મિસર દેશમાંથી તને કાઢી લાવ્યા [તે આ રહ્યા].”


તેણે તે જોયું, ત્યારે તે ઊઠીને પોતાનો જીવ લઈને નાઠો, ને યહૂદિયાના બેર-શેબામાં પહોંચ્યો ને ત્યાં તેણે પોતાના ચાકરને મૂક્યો.


ત્યારે યહૂદિયાના રાજા અમાસ્યાએ સલાહ લઈને ઇઝરાયલના રાજા યેહૂના પુત્ર યહોઆહાઝના પુત્ર યોઆશની પાસે ખેપિયા મોકલી કહાવ્યું, “આવો આપણે સામસામા આવીને લડીએ.”


મારાં ગભરાટમાં મેં કહી દીધું, “સર્વ માણસો જૂઠાં છે.”


હું દૂર નાસી જઈને અરણ્યમાં મુકામ કરત. (સેલાહ)


અમે શું મિસરમાં તને એવી વિનંતી નહોતી કરી કે અમને તો મિસરીઓની ચાકરી કરવા દે? કેમ કે અરણ્યમાં મરવા કરતાં મિસરીઓનું દાસપણું કરવું અમને ઠીક પડત.”


આશા [નું ફળ મળવામાં] વિલંબ થયાથી અંત:કરણ ઝૂરે છે; પણ ઇચ્છાનું ફળ મળે છે ત્યારે તે જીવનવૃક્ષ છે.


[પ્રભુ કહે છે] “જે તમને દિલાસો દે છે, તે હું જ છું! તું કોણ છે કે, મરનાર માણસથી, અને માનવી જે ઘાસના જેવો થઈ જશે તેથી તું બી જાય છે?


અને તરવારથી મરી જઈએ માટે યહોવા અમને આ દેશમાં કેમ લાવ્યા છે? અને અમારી સ્‍ત્રીઓ અને બાળકો લૂટરૂપ થશે. મિસરમાં પાછું જવું એ શું અમારે માટે વધારે સારું ન હોય?”


અને ઈસુએ હાથ લાંબો કરીને તેને પકડી લીધો, ને તેને કહે છે, “અરે અલ્પવિશ્વાસી, તેં સંદેહ કેમ આણ્યો?”


અને તેમણે તેઓને કહ્યું, “તમે કેમ ભયભીત થયા છો? શું તમને હજુયે વિશ્વાસ નથી?”


કેમ કે અમે મકદોનિયા આવ્યા ત્યારે પણ અમારા દેહને કંઈ સુખ નહોતું, પણ ચારેબાજુથી અમારા પર વિપત્તિ આવી પડતી હતી. બહાર લડાઈઓ હતી, અંદર ઘણી જાતની બીક હતી.


અને યહોવાએ શમુએલને કહ્યું, “શાઉલને ઇઝરાયલના રાજા તરીકે મેં નકાર્યો છે, તેમ છતાં ક્યાં સુધી તું તેને માટે શોક કરશે? તારું શિંગ તેલથી ભરીને જા, યિશાઈ બેથલેહેમી પાસે હું તને મોકલીશ, કેમ કે મેં તેના દીકરાઓમાંથી એકને મારે માટે રાજા નિર્માણ કરી રાખ્યો છે.”


ત્યારે શમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો, પછી શમુએલ ઊઠીને રામામાં ગયો.


દાઉદે વળી સોગન ખાઈને કહ્યું, “હું તારી દષ્ટિમાં કૃપા પામ્યો છું, એ તારા પિતા સારી રીતે જાણે છે; માટે તે કહે છે, ‘યોનાથાન એ ન જાણે, રખેને તે દુ:ખી થાય.’ પણ હું જીવતા યહોવાના તથા તારા જીવના સોગન ખાઉં છું કે, ખરેખર, મારી ને મોતની વચ્ચે ફક્ત એક ડગલું રહ્યું છે.”


અને ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું, “ગઢમાં ન રહેતો; અહીંથી નીકળીને યહૂદિયા દેશમાં જા.” ત્યારે દાઉદ ત્યાંથી નીકળીને હેરેથના વનમાં ગયો.


યોનાથાને તેને કહ્યું, “બીશ નહિ; કેમ કે મારા પિતા શાઉલનો હાથ તને ખોળી કાઢી શકશે નહિ. તું ઇઝરાયલનો રાજા થશે, ને હું તારાથી બીજે દરજ્‍જે હોઈશ. અને એ તો મારા પિતા શાઉલ પણ જાણે છે.”


આપને વિષે જે સર્વ હિતવચનો યહોવા બોલ્યા છે તે પ્રમાણે તેમણે મારા મુરબ્બીને માટે કર્યું હશે, ને ઇઝરાયલ પર આપને અધિકારી ઠરાવ્યા હશે ત્યારે એમ થશે કે,


તો હવે, મારા મુરબ્બી રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં, જો મારી વિરુદ્ધ તમને ઉશ્કેરનાર તે યહોવા હોય, તો તે એક અર્પણનો અંગીકાર કરો, પણ જો તે મનુષ્યપુત્રો હોય, તો તે યહોવાની આગળ શાપિત થાઓ; કેમ કે જા, અન્ય દેવોની સેવા કર, એમ કહીને, હું યહોવાના વતનનો ભાગીદાર ન રહું એ મતલબથી તેઓએ મને આજે હાંકી કાઢ્યો છે,


પલિસ્તીઓના સરદારો સોસોની તથા હજારહજારની ટોળીબંધ ચાલી નીકળ્યા. દાઉદ તથા તેના માણસો આખીશ સાથે સૈન્યને પાછલે ભાગે ચાલતા હતા.


ત્યારે પલિસ્તીઓના સરદારોએ કહ્યું, “આ હિબ્રૂઓ [નું અહીં] શું [કામ છે] ?” આખીશે પલિસ્તીઓના સરદારોને કહ્યું, “શું એ ઇઝરાયલના રાજા શાઉલનો ચાકર દાઉદ નથી? તે તો કેટલાક દિવસ બલકે કેટલાંક વર્ષ થયાં મારી સાથે રહે છે, તોપણ તે [મારી પાસે] આવી રહ્યો ત્યારથી તે આજ સુધી મને એનામાં કંઈ પણ વાંક માલૂમ પડ્યો નથી.”


Lean sinn:

Sanasan


Sanasan