Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 26:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને અને યોઆબના ભાઈ તથા સરુયાના દીકરા અબીશાયને કહ્યું, “છાવણીમાં શાઉલની પાસે જવા મારી સાથે કોણ નીચે આવશે?” અબીશાયે કહ્યું, “હું તમારી સાથે નીચે આવીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 પછી દાવિદે હિત્તી અહિમેલેખ અને સરુયાના પુત્ર, યોઆબના ભાઈ અબિશાયને કહ્યું, “શાઉલની છાવણીમાં જવા તમારામાંનો કોણ મારી સાથે આવશે?” અબિશાયે કહ્યું, “હું આવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને, સરુયાના દીકરા અબિશાયને, યોઆબના ભાઈને કહ્યું, “મારી સાથે છાવણીમાં શાઉલ સામે કોણ ઉતરશે?” અબીશાયે કહ્યું, “હું તારી સાથે નીચે ઊતરીશ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દાઉદે હિત્તી અહીમેલેખ અને સરૂયાનો પુત્ર અબીશાય સાથે વાત કરી (અબીશાય યોઆબનો ભાઇ હતો) અને કહ્યું, “માંરી સાથે સેનાની છાવણીમાં શાઉલને મળવા માંટે કોણ આવે છે?” અબીશાયે કહ્યું, “હું તૈયાર છું.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 26:6
22 Iomraidhean Croise  

અને કનાનને પહેલો દીકરો સિદોન થયો, ને પછી હેથ.


તથા હિત્તીઓનો તથા પરિઝીઇઓનો, તથા રફાઈઓનો,


અને ઇબ્રાહિમ પોતાની મૃત પત્નીની આગળથી ઊઠીને હેથના દિકરાઓને કહેવા લાગ્યો,


અને એસાવ ચાળીસ વર્ષનો થ ઈને હિત્તી બેરીની દીકરી યહૂદીથને તથા હિત્તી એલોનની દીકરી બાસમાથને પરણ્યો;


યરુબ્બેશેથના દિકરા અબિમેલેખને કોણે માર્યો? એક સ્‍ત્રીએ કોટ પરથી ઘંટીનું ઉપલું પડ નાખ્યાથી તે તેબેસમાં મરણ પામયો કે નહિ? છતાં તમે એટલા બધા કોટની નજીક કેમ ગયા?’ ત્યારે તું કહેજે કે, તારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો છે.”


ધનુર્ધારીઓએ કોટ પરથી તમારા ચાકરો પર બાણ ફેંક્યા; તેથી રાજાના સૈનિકોમાંથી કેટલાક માર્યા ગયા, ને તમારો દાસ ઉરિયા હિત્તી પણ માર્યો ગયો.”


અને દાઉદે યોઆબની પાસે માણસ મોકલીને કહાવ્યું, “ઉરિયા હિત્તીને મારી પાસે મોકલ, ” એટલે યોઆબે ઉરિયાને દાઉદ પાસે મોકલ્યો.


તેં શા માટે યહોવાનું વચન તુચ્છ ગણીને તેમની દષ્ટિમાં ભૂંડું કર્યું છે? ઉરિયા હિત્તીને તેં તરવારથી મરાવ્યો છે, ને તેને આમ્‍મોનપુત્રોની તરવારથી મારી નંખાવીને તેની પત્નીને તેં તારી પત્ની કરી લીધી છે.


અને યોઆબ, અબિશાય તથા ઇત્તાયને રાજાએ આબ્શાલોમ સાથે મારી ખાતર નરમાશથી વર્તજો.” અને આબ્શાલોમ વિષે જે સૂચના રાજાએ સઘળા સરદારોને કરી તે સર્વ લોકોએ સાંભળી.


અને સરૂયાનો દિકરો યોઆબ તથા દાઉદના ચાકરો ચાલી નીકળીને ગિબ્યોનના તળાવ પાસે તેઓને મળ્યા; અને એક ટુકડી તળાવની આ પારે, ને બીજી ટુકડી તળાવની પેલી પાર એમ તેઓ બેઠા.


અને સરુયાના ત્રણ દિકરા એટલે યોઆબ, અબિશાય તથા અસાહેલ ત્યાં હતા. અસાહેલ રાની હરણ જેવો પગનો ચપળ હતો.


સરુયાનો દિકરો, યોઆબનો ભાઈ અબિશાય તે ત્રણેમાં મુખ્ય હતો. તેણે પોતાનો ભાલો ત્રણસો માણસો સામે ઉઠાવીને તેમને મારી નાખ્યા, ને એ ત્રણેમાં નામના કરી.


માકાથીના દિકરા અહાસ્બાયનો દિકરો અલીફેલેટ, અહિથોફેલ ગિલોનીનો દિકરો અલીઆમ;


ઉરિયા હિત્તી:બધા મળીને સાડત્રીસ.


એક રથ છસો શેકેલ, તથા એક ઘોડો એકસો પચાસ શેકેલ રૂપું આપીને મિસરમાંથી લાવવામાં આવતા. એ જ પ્રમાણે હિત્તીઓના સર્વ રાજાઓને માટે તથા અરામના રાજાઓને માટે પણ તે [વેપારી] ઓ તેઓને લાવી આપતા.


કેમ કે યહોવાએ અરામીઓના સૈન્યને રથોનો અવાજ તથા ઘોડાઓનો અવાજ, એટલે મોટા સૈન્યનો અવાજ સંભળાવ્યો હતો. તેથી તેઓએ એકબીજાને કહ્યું હતું, “જુઓ, ઇઝરાયલના રાજાએ હિત્તીઓના રાજાઓને તથા મિસરીઓના રાજાઓને નાણાં આપીને આપણી વિરુદ્ધ ચઢાઈ કરવા માટે મોકલ્યા છે.”


અને યહોશુઆએ કહ્યું, “આ ઉપરથી તમે જાણશો કે જીવતા ઈશ્વર તમારી મધ્યે છે, ને કનાનીઓ તથા હિત્તીઓ તથા હિવ્વીઓ તથા પરિઝીઓ તથા ગિર્ગાશીઓ તથા અમોરીઓ તથા યબૂસીઓને તે નક્કી તમારી આગળથી હાંકી કાઢશે.


પછી દાઉદ તથા અબીશાય રાતે લોકો પાસે ગયા. અને જુઓ, શાઉલ ગાડાંના કોટની અંદર સૂથેલો હતો, ને તેનો ભાલો તેના માથા આગળ ભોંયમાં ખોસેલો હતો. અને આબ્નેર તથા લોકો તેની આસપાસ સૂતેલા હતા.


Lean sinn:

Sanasan


Sanasan