Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 26:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 ત્યારે શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે. મારા દિકરા દાઉદ, પાછો આવ. કેમ કે હવે પછી હું તને ઈજા કરીશ નહિ, કેમ કે આજે મારો જીવ તારી દષ્ટિમાં મૂલ્યવાન હતો. જો, મેં મૂર્ખાઈ કરીને ઘણીજ ભૂલ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 શાઉલે જવાબ આપ્યો, “મેં ખોટું કર્યું છે. મારા પુત્ર દાવિદ, પાછો આવ. હું તને ફરી કદી ઇજા નહિ પહોંચાડું. કારણ, તેં આજે રાત્રે મારો જીવ મૂલ્યવાન ગણ્યો છે. હું તો મૂર્ખાઈ કરીને ભારે ભૂલ કરી રહ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 પછી શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે. મારા દીકરા દાઉદ, પાછો આવ; કેમ કે હવે પછી હું તને ઈજા નહિ કરું. આજે તારી નજરમાં મારો જીવ મૂલ્યવાન હતો. જો, મેં મૂર્ખાઈ કરી છે અને ઘણી ભૂલ કરી છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 ત્યારે શાઉલે કહ્યું, “માંરી ભૂલ થઈ, માંરા પુત્ર દાઉદ, તું પાછો આવ; આજે તેઁ મને બતાવ્યું છે કે માંરો જીવ તારા માંટે કિંમતી છે. હવે હું તને કદી ઇજા નહિ કરું અને ફરી કદી મૂર્ખાઇથી વર્તીશ નહિ. મેં બહું ખોટું કર્યુ છે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 26:21
16 Iomraidhean Croise  

ફરીથી અહાઝ્યાએ ત્રીજા પચાસ [સિપાઈઓ] ના જમાદારને તેના પચાસ [સિપાઈઓ] સાથે મોકલ્યો. એ ત્રીજો પચાસ [સિપાઈઓ] નો જમાદાર ઉપર ચઢ્યો, ને જઈને એલિયા આગળ ઘૂંટણે પડીને તેના કાલાવાલા કરીને તેને કહ્યું, “હે ઈશ્વરભક્ત, કૃપા કરીને મારો જીવ તથા તમારા આ પચાસ દાસોના જીવ તમારી ર્દષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.


જુઓ, અગ્નિએ આકાશમાંથી ઊતરીને પહેલા પચાસ પચાસના બે જમાદારોને તેઓના પચાસ પચાસ [સિપાઈઓ] સહિત ભસ્મ કર્યાં છે; પણ હવે મારો જીવ તમારી ર્દષ્ટિમાં મૂલ્યવાન ગણાઓ.”


યહોવાની દષ્ટિમાં તેમના ભક્તોનું મરણ કિંમતી છે.


(કેમ કે તેના પ્રાણની ખંડણી અમૂલ્ય છે અને એ [વિચાર] તેણે સદાને માટે છોડી દેવો જોઈએ),


જુલમ તથા બળાત્કારમાંથી તે તેઓના આત્માઓને છોડાવશે; તેમની દષ્ટિમાં તેઓનું રક્ત મૂલ્યવાન થશે;


અને ફારુને માણસ મોકલીને મૂસા તથા હારુનને બોલાવ્યા, ને તેઓને કહ્યું, “મેં આ વખત પાપ કર્યું છે. યહોવા ન્યાયી છે, ને હું તથા મારા લોક દુષ્ટ છીએ.


અને બલામે યહોવાના દૂતને કહ્યું, “મેં પાપ કર્યું છે; કેમ કે તું મને એટકાવવાને રસ્તામાં ઊભો હતો તે હું જાણતો નહોતો. અને હવે જો તને ખોટું લાગે તો હું પાછો જઈશ.”


કહ્યું, “નિરપરાધી લોહી પરસ્વાધીન કર્યાથી મેં પાપ કર્યું છે.” ત્યારે તેઓએ તેને કહ્યું, “તેમાં અમારે શું? તે તું જાણે.”


ત્યારે શમુએલે શાઉલને કહ્યું, “તેં મૂર્ખાઈ કરી છે; તારા ઈશ્વર યહોવાએ તને જે આજ્ઞા આપી, તે તેં પાળી નથી, નહિ તો હમણાં યહોવાએ ઇઝરાયલ પર તારું રાજ્ય સદાને માટે સ્થાપી આપ્યું હોત.


ત્યારે શાઉલે શમુએલને કહ્યું, “મેં પાપ કર્યું છે, કેમ કે મેં યહોવાની આજ્ઞાનું તથા તમારાં વચનનું ઉલ્‍લંઘન કર્યું છે; કારણ કે લોકોથી બીને મેં તેઓનું કહ્યું, માન્યું.


ત્યારે શાઉલે કહ્યું, “મેં પાપ તો કર્યું છે, તોપણ કૃપા કરીને હાલ મારા લોકોના વડીલોની આગળ તથા ઇઝરાયલની આગળ મારું માન રાખો, ને તમારા ઈશ્વર યહોવાનું હું ભજન કરું, માટે મારી સાથે પાછા આવો.”


ત્યાર પછી પલિસ્તીઓના સરદારો સવારીએ નીકળવા લાગ્યા. તેઓ જેટલી વખત સવારીએ નીકળ્યા તેટલી વખત એમ થયું કે, શાઉલના સર્વ ચાકરો કરતાં દાઉદ ચતુરાઈથી વર્ત્‍યો; તેથી તેનું નામ ઘણું જ લોકપ્રિય થઈ પડ્યું.


પછી તેણે દાઉદને કહ્યું, “તું મારા કરતાં વધારે ન્યાયી છે, પણ મેં તને બૂરો બદલો આપ્યો.


દાઉદે ઉત્તર આપ્યો, “હે રાજા! જુઓ, આ તમારો ભાલો! જુવાનોમાંથી એક અહીં આવીને તે લઈ જાય.


અને જેમ તમારો જીવ આજે મારી દષ્ટિમાં ઘણો મૂલ્યવાન હતો, તેમ મારો જીવ યહોવાની દષ્ટિમાં ઘણો મૂલ્યવાન થાઓ, ને તે મને સર્વ સંકટોમાંથી ઉગારો.”


શાઉલને સમાચાર મળ્યા કે દાઉદ ગાથમાં નાસી ગયો છે. તેથી તેણે ત્યાર પછી ફરી તેની શોધ કરી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan