Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 25:34 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 કેમ કે ઇઝરાયલના જીવતા ઈશ્વર યહોવા, જેમણે તને નુકસાન કરવાથી મને રોકી રાખ્યો છે, તેમના સમ ખાઈને કહું છું કે, જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત, તો નિશ્ચે સવાર થતાં સુધીમાં નાબાલનું એક નર બાળક સરખુંય રહેવા દેવામાં આવત નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

34 તમને નુક્સાન કરતાં પ્રભુએ મને રોક્યો અને જો તું ઉતાવળ કરીને મળવા આવી ન હોત તો ઇઝરાયલના ઈશ્વરના જીવના સમ કે સવાર સુધીમાં મેં નાબાલના આબાલવૃદ્ધ બધા પુરુષોને માર્યા હોત.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 ઇઝરાયલના જીવંત ઈશ્વર, જેમણે તને નુકસાન કરવાથી મને પાછો રાખ્યો છે, તેમના સોગનપૂર્વક હું કહું છું કે જો તું ઉતાવળથી આવીને મને મળી ન હોત, તો નિશ્ચે સવારનું અજવાળું થતાં પહેલા નાબાલનું એક નર બાળક સરખુંય રહેવા દેવામાં આવત નહિ. સંહાર કરાઈ ગયો હોત”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

34 તમને ઇજા કરતાં મને રોકનાર ઇસ્રાએલના દેવ યહોવાના સમ ખાઈને કહું છું કે, જો તું મને અહીં મળવા માંટે વહેલી તકે આવી ન હોત તો સવાર સુધીમાં નાબાલનો એક પણ માંણસ જીવતો રહ્યો ન હોત.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 25:34
8 Iomraidhean Croise  

અને ઈશ્વરે સ્વપ્નમાં તેને કહ્યું, “હા, હું જાણું છું કે તેં સાચા અંત:કરણે એ કર્યું છે, ને મેં પણ મારી સામે અપરાધ કરવાથી તને અટકાવ્યો; માટે મેં તને તેને અડકવા ન દીધો.


અને ગિબ્યોનના માણસોએ ગિલ્ગાલની છાવણીમાં યહોશુઆએ એવો સંદેશો મોકલ્યો, “તું તારા દાસોને મદદ કરવામાં તારો હાથ ઢીલો કરીશ નહિ. અમારી પાસે વહેલો આવીને અમને બચાવ, ને અમને સહાય કર; કેમ કે પહાડી પ્રદેશમાં રહેનારા અમોરીઓના સર્વ રાજાઓ સંપ કરીને અમારા પર ચઢી આવ્યા છે.”


માટે યહોશુઆએ ગિલ્ગાલથી આખી રાત ચાલીને તેઓ પર ઓચિંતો હલ્‍લો કર્યો.


સવારે એમ થયું કે શાઉલે લોકોની ત્રણ ટુકડીઓ કરી; અને સવારના પહોરમાં તેઓએ છવણીમાં પેસી જઈને મધ્યાહન થતાં સુધી આમ્મોનીઓને માર્યા. અને એમ થયું કે જેઓ બચી ગયા તેઓ એવા વિખેરાઈ ગયા કે કોઈ ઠેકાણે બ જણ ભેગા મળે નહિ.


ત્યારે અબિગાઇલે જલદીથી બસો રોટલી દ્રાક્ષારસની બે મશકો, રાંધીને તૈયાર કરેલાં પાંચ ઘેટાં, પાંચ માપ પોંક, દ્રાક્ષાની સો લૂમ તથા અંજીરનાં બસો‍ ચકતાં લઈને ગધેડાં પર લાદ્યાં.


એ તેનું છે તે સર્વમાંથી સવાર થતાં સુધીમાં એક નર બાળક સરખુંય હું જીવતું રહેવા દઉં તો ઈશ્વર દાઉદના શત્રુઓને એવું ને એથી પણ વધારે દુ:ખ પાડો.”


માટે હવે, હે મારા મુરબ્બી, હું જીવતા યહોવાના તથા તમારા જીવના સમ ખાઈને કહું છું કે, યહોવાએ આપને ખૂનના દોષથી તથા આપને હાથે આપનું વેર લેવાથી આપને અટકાવ્યા છે; તો હવે આપના શત્રુ તથા મારા મુરબ્બીનું ભૂંડું તાકનારા નાબાલના જેવા થાઓ.


નાબાલ મરણ પામ્યો છે એ દાઉદે સાંભળ્યું, ત્યારે તેણે કહ્યું, “યહોવા જેમણે નાબાલ પર મને મહેણાં મારવાનું વેર લીધું છે, ને જેમણે પોતાના સેવકને અન્યાય કરતાં અટકાવ્યો છે તેમને ધન્ય હોજો. યહોવાએ નાબાલનું દુષ્ટ કર્મ તેને પોતાને જ માથે પાછું વાળ્યું છે.”


Lean sinn:

Sanasan


Sanasan