Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 25:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને અબિગાઈલે દાઉદને જોયો ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઊતરી પડી, ને દાઉદને સાષ્ટાંગ દંડવત કરીને તથા જમીન સુધી વાંકી વળીને પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23-24 દાવિદને જોઈને અબિગાઇલ તરત જ ગધેડા પરથી ઊતરી પડી અને ભૂમિ પર નમીને દાવિદને પગે પડતાં તેને કહ્યું, “મહોદય, કૃપા કરીને મારું કહેવું ધ્યનથી સાંભળો. જે બન્યું છે એનો દોષ મારે માથે આવો, પણ એ નકામા નાબાલ (અર્થાત્ મૂર્ખ) તરફ ધ્યાન ન આપશો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 જયારે અબિગાઈલે દાઉદને જોયો, ત્યારે તે ઉતાવળથી પોતાના ગધેડા પરથી ઊતરી પડી અને તેના મુખ આગળ સાષ્ટાંગ દંડવત કરીને જમીન સુધી નમીને પ્રમાણ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 દાઉદને જોતાં જ અબીગાઈલ તરત જ ગધેડા ઉપરથી નીચે ઊતરી. અને દાઉદ સામે નીચું મોઢુ કરીને નમી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 25:23
12 Iomraidhean Croise  

ત્રીજે દિવસે એમ થયું કે, જુઓ, છાવણીમાંથી એક માણસ શાઉલ પાસેથી આવ્યો. તેનાં વસ્‍ત્રો ફાટેલાં તથા તેના માથા પર ધૂળ હતી. અને તે દાઉદ પાસે આવ્યો, ત્યારે તેણે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા.


તકોઆની સ્‍ત્રીએ રાજા સાથે વાત કરતી વખતે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું, “હે રાજા, સહાય કરો.”


અહિમાઆસે મોટેથી બોલીને રાજાને કહ્યું, “બધું ઠીક છે.” રાજાની આગળ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને તેણે કહ્યું, “તમારા ઈશ્વર યહોવાને ધન્ય હોજો, તેમણે મારા મુરબ્બી રાજાની વિરુદ્ધ હાથ ઉઠાવનાર માણસોને તમારે સ્વાધીન કરી દીધા છે.”


શાઉલના દીકરા યોનાથાનના દિકરા મફીબોશેથે દાઉદ પાસે આવીને સાષ્ટાંગ દંડવત પ્રમાણ કર્યા. દાઉદે કહ્યું, “મફીબોશેથ.” તેણે ઉત્તર આપ્યો, “જુઓ, તમારો ચાકર [હાજર છે] !”


દાઉદ તેની પાસે આવતો હતો તે તેની નજરે પડ્યો, ત્યારે તેણે ખળીમાંથી બહાર આવીને દાઉદને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા.


અને જ્યારે તે [તેની પાસે] આવી, ત્યારે એમ થયું કે, તેણે તેને સૂચના કરી કે, તારા પિતા પાસેથી એજ ખેતર માગી લે; અને તે પોતાના ગધેડા પરથી ઊતરી; અને કાલેબે તેને પૂછ્યું, “તારે શું જોઈએ છે?”


હવે એમ બન્યું કે, તે આવી ત્યારે પોતાના પિતાની પાસે ખેતર માગવાને તેણે તેને સમજાવ્યો. અને તે પોતાના ગધેડા પરથી ઊતરી પડી. અને કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”


ત્યારે તેણે દંડવત પ્રણામ કરીને કહ્યું, “હું એક પરદેશી છતાં તમે મારા પર એટલી બધી કૃપા કરી મારી કાળજી કેમ રાખો છે?”


અને છોકરો ગયો કે તરત દાઉદ દક્ષિણ બાજુએથી ઊઠીને આવ્યો, ને [યોનાથાનને] ત્રણ વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને તેઓએ એકબીજાને ચુંબન કર્યું, તથા એકબીજાને ભેટીને રડ્યા. અને દાઉદનું રડવું વધારે થયું.


દાઉદ પણ પાછળથી ઊઠ્યો, ને ગુફાની બહાર નીકળીને શાઉલને હાંક મારીને કહ્યું, “હે મારા મુરબ્બી રાજા.” અને શાઉલે પોતાની પાછળ જોયું, ત્યારે દાઉદે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા,


તેણે તેને પગે પડીને કહ્યું, “હે મારા મુરબ્બી, આ અપરાધ મારે શિરે, હા, મારે શિરે હો. કૃપા કરીને આપની દાસીને આપના કાનમાં કહેવા દો, ને આપની દાસીનું કહેવું સાંભળો.


તેણે ઊઠીને જમીન સુધી વાંકી વળીને પ્રણામ કરીને કહ્યું, “જો, તારી દાસી મારા મુરબ્બીના ચાકરોના પગ ધોનારી ચાકરડી તુલ્ય છે.”


Lean sinn:

Sanasan


Sanasan