Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 25:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હવે દાઉદે કહ્યું હતું, “આ માણસની રાનમાંની સર્વ મિલકત મેં એવી રીતે સાંભળી હતી કે તેનું કંઈ પણ ખોવાયું નહોતું, એ બધું ખરેખર ફોકટ ગયું છે. તેણે મને સારાનો બદલો બૂરો આપ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 દાવિદ વિચારતો હતો, “મેં એ માણસની મિલક્તનું આ વેરાનપ્રદેશમાં શા માટે રક્ષણ કર્યું? તેનું કંઈ ચોરાયું નહોતું અને મેં કરેલી મદદનો તે મને આવો બદલો આપે છે?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 દાઉદે કહ્યું હતું, “આ માણસની અરણ્યમાંની મિલકત મેં એવી રીતે સંભાળી કે તેનું કશું પણ ચોરાયું કે ખોવાયું નહોતું, પણ મારી એ બધી સેવાની કદર થઈ નથી. તેણે મારા પર ઉપકારને બદલે અપકાર કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 દાઉદને થતું હતુ કે, “મેં આ માંણસની મિલકત વગડામાં સાચવી એ ભારે ભૂલ કરી. એનું કશું જ ગયું નહોતું, છતાં એણે ઉપકારનો બદલો અપકારથી વાળ્યો!

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 25:21
19 Iomraidhean Croise  

તેઓ શહેરમાંથી નીકળીને બહુ આઘે ગયા નહોતા એટલામાં યૂસફે તેના કારભારીને કહ્યું, “ઊઠ, ને તે માણસોની પાછળ દોડ; અને તેઓને તું પકડી પાડે ત્યારે કહે કે તમે ભલાને બદલે ભૂડું કેમ વાળ્યું?


તેઓ મૂર્ખોનાં સંતાન, હા, અધમ પુરુષોનાં સંતાન [છે] , દેશમાંથી તેમને હાંકી કાઢવામાં આવ્યા હતા.


તેઓ ભલાને બદલે મને ભૂંડું પાછું વાળે છે, જેથી હું અનાથ થઈ જાઉં છું.


રોષને છોડ ને કોપનો ત્યાગ કર; તું ખીજવાઈશ નહિ, તેથી દુષ્કર્મ જ [નીપજે છે].


વળી જેઓ ભલાને બદલે ભૂંડું પાછું વાળે છે તેઓ મારા શત્રુઓ છે, કારણ કે જે સારું છે તેને હું અનુસરું છું.


જે કોઈ ભલાઈનો બદલો ભૂંડાઈથી વાળે છે, તેના ઘરમાંથી હાનિ દૂર થશે નહિ.


ઉપકારને બદલે અપકાર કરાય? કેમ કે તેઓએ મારા જીવને માટે ખાડો ખોદ્યો છે. તેઓના લાભમાં ભલું બોલવા માટે તેઓ પરથી તમારો કોપ ઉતારવા માટે હું તમારી આગળ ઊભો રહ્યો હતો એ વાતનું સ્મરણ કરો.


ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.


ગુસ્સે થાઓ, પણ પાપ ન કરો. તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો.


સર્વ [પ્રકાર] ની કડવાશ, ક્રોધ, કોપ, ઘોંઘાટ તથા નિંદા, તેમ જ સર્વ પ્રકારની ખુન્‍નસ તમારામાંથી દૂર કરો.


સાવધ રહો કે, કોઈ ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ ન વાળે. પણ સદા એકબીજાનું તથા સર્વનું કલ્યાણ કરવાને યત્ન કરો.


કેમ કે જો ઈશ્વરની ઇચ્છા એવી હોય, તો ભૂંડું કરવાને લીધે દુ:ખ સહેવું એ કરતાં સારું કરવાને લીધે દુ:ખ સહેવું વધારે સારું છે.


ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો. પણ તેથી ઊલટું આશીર્વાદ આપો; કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ, એ માટે તમને તેડવામાં આવ્યા છે.


એટલે દાઉદે પોતાના માણસોને કહ્યું, “તમે સર્વ પોતપોતાની તરવાર કમરે બાંધો.” અને પ્રત્યેક માણસે પોતાની તરવાર કમરે બાંધી. દાઉદે પણ પોતાની તરવાર કમરે બાંધી; અને દાઉદનીસાથે આસરે ચારસો માણસ ગયા; અને બસો ઉચાળા પાસે રહ્યા.


પણ તે માણસો અમારી પ્રત્યે બહુ ભલા હતા. અમે સીમમાં રહેતા હતા ત્યારે તેઓની સાથે અમે પરિચય રાખ્યો ત્યાં સુધી અમને કંઈ ઇજા કરવામાં આવી નહોતી, તેમ અમારું કંઈ ખોવાયું નહોતું.


અને એમ થયું કે તે પોતાના ગધેડા પર સવારી કરીને પર્વતને ઓથે ઓથે ચાલતી હતી, તે સમયે, જુઓ, દાઉદ તથા તેના માણસો સામે આવતા હતા. અને તેને તેમનો ભેટો થયો.


હવે મેં સાંભળ્યું છે કે હાલ તમારે ત્યાં કાતરનારા આવેલા છે. તમારા ઘેટાંપાળકો અમારી સાથે હતા ત્યારે અમે તેમને કંઈ ઇજા કરી નથી, તેમ જ તેઓ કાર્મેલમાં હતા તે દરમિયાન તેમનું કંઈ પણ ખોવાયું નથી.


Lean sinn:

Sanasan


Sanasan