Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 25:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 એટલે દાઉદે પોતાના માણસોને કહ્યું, “તમે સર્વ પોતપોતાની તરવાર કમરે બાંધો.” અને પ્રત્યેક માણસે પોતાની તરવાર કમરે બાંધી. દાઉદે પણ પોતાની તરવાર કમરે બાંધી; અને દાઉદનીસાથે આસરે ચારસો માણસ ગયા; અને બસો ઉચાળા પાસે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેણે કહ્યું, “તમારી તલવારો કમરે બાંધો.” એટલે તેઓ સૌએ પોતાની તલવારો બાંધી લીધી. દાવિદે પોતે પણ પોતાની તલવાર બાંધી લીધી અને પોતાના ચારસો માણસો સાથે ઉપડયો; જ્યારે બસો માણસો પુરવઠા પાછળ સાથે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 દાઉદે પોતાના માણસોને કહ્યું, “તમે સર્વ પોતપોતાની કમરે તલવાર બાંધો.” તેથી દરેક માણસે પોતપોતાની કમરે તલવાર બાંધી. દાઉદે પણ પોતાની તલવાર કમરે બાંધી. આશરે ચારસો માણસો દાઉદની સાથે ગયા અને બસો સામાન પાસે રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 દાઉદે કહ્યું, “દરેક જણ તરવાર બાંધી લે!” બધાએ તરવાર બાંધી લીધી. દાઉદે પણ તરવાર બાંધી લીધી, અને 400 માંણસો તેની સાથે ગયા અને સામાંન સાચવવા માંટે 200 માંણસો પાછળ રહ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 25:13
17 Iomraidhean Croise  

તેના સઘળા સેવકો તેની પડખે ચાલતા હતા; અને સર્વ કરેથીઓ, સર્વ પલેથીઓ તથા સર્વ ગિત્તીઓ, એટલે ગાથથી તેની પાછળ આવેલા છસો માણસો, રાજાની આગળ ચાલતા હતા.


જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે; પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે.


જે ક્રોધ કરવે ધીમો તે પરાક્રમી કરતાં સારો છે; અને જે પોતાના મિજાજને કાબૂમાં રાખે છે તે શહેર જીતનારના કરતાં ઉત્તમ છે.


માણસની વિવેકબુદ્ધિ તેના ક્રોધને શાંત કરે છે; અને અપરાધની દરગુજર કરવી એ તેનો મહિમા છે.


વળી આત્મા અજ્ઞાન રહે તે સારું નથી; અને ઉતાવળાં પગલાં ભરનાર પાપમાં પડે છે.


હું ભૂંડાઈનો બદલો લઈશ એવું તારે ન કહેવું જોઈએ; યહોવાની રાહ જો, તે તને ઉગારશે.


દાવામાં જલદી ઊતરી ન પડ, રખેને આખરે તારો પ્રતિવાદી તને ઝંખવાણો પાડે, ત્યારે શું કરવું તે તને સૂઝે નહિ.


અને [ઇઝરાયલી] માણસોએ તેઓના ભાથામાંથી કંઈક લીધું, ને યહોવાની સલાહ લીધી નહિ.


વળી જે સંકટમાં હતા, ને જે દેવાદાર હતા, તથા જે અસંતોષી હતા, તે સર્વ તેની પાસે એકત્ર થયા. અને તે તેઓનો સરદાર બન્યો. અને ત્યાંથી તેની સાથે આસરે ચારસો માણસો હતા.


ત્યારે દાઉદે તથા તેના માણસો, જે આસરે છસો હતા, તે ઊઠીને કઈલામાંથી નીકળી ગયા, ને જ્યાં જવાય ત્યાં જતા રહ્યા. અને શાઉલને સમાચાર મળ્યા કે, “દાઉદ કઈલામાંથી નાસી ગયો છે.” તેથી તેણે ત્યાં જવાનું માંડી વાળ્યું.


તેથી દાઉદના જુવાનો પોતાને રસ્તે પાછા વળ્યા, ને પાછા આવીને એ સર્વ શબ્દો પ્રમાણે તેને કહ્યું,


અને દાઉદ ઊઠ્યો, ને તે તથા તેની સાથેના છસો માણસો માઓખના દિકરા ને ગાથના રાજા આખીશ પાસે જતા રહ્યા.


Lean sinn:

Sanasan


Sanasan