Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 24:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 અને દાઉદે શાઉલને કહ્યું, “જુઓ, દાઉદ તમારું નુકસાન કરવા ઇચ્છે છે, એવું બોલનારાનું કહેવું તમે શા માટે સાંભળો છો?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તેણે કહ્યું, “હું તમને નુક્સાન કરવા માગું છું એવું કહેનાર લોકોનું તમે કેમ સાંભળો છો?

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 દાઉદે શાઉલને કહ્યું, “તમે શા માટે આ માણસોનું સાંભળો છો! તેઓ એવું કહે છે, ‘જો, દાઉદ તને નુકશાન કરવાનું શોધે છે?’”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “દાઉદ આપને માંરી નાખવા ફરે છે. ‘એવું કહેનાર લોકોનું તમે સાંભળો છો શા માંટે?’

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 24:9
19 Iomraidhean Croise  

જે કોઈ પોતાના પાડોશીની છાની ચાડી કરે છે તેને હું કાપી નાખીશ; જેની દષ્ટિ અભિમાની અને જેનું હ્રદય ગર્વિષ્ઠ છે તેનું હું સહન કરીશ નહિ.


તેઓના ન્યાયાધીશોને પર્વતની ટોચ ઉપરથી પાડી નાખવામાં આવ્યા છે; મારાં વચનો મીઠાં હોવાથી તેઓ સાંભળશે.


આડો માણસ ઝઘડો ફેલાવે છે; અને કાન ભંભેરનારો ઇષ્ટ મિત્રોમાં અંતર પાડી દે છે.


દુષ્કર્મી દુષ્ટ હોઠો પર લક્ષ આપે છે; અને જૂઠો નુકસાનકારક જીભ તરફ કાન ધરે છે.


કાન ભંભેરનારના શબ્દો સ્વાદિષ્ટ કોળિયા જેવા છે, અને તે પેટના અભ્યંતરમાં ઊતરી જાય છે.


ઉત્તરનો પવન વરસાદ લાવે છે; તેમજ ચાડીખોર જીભ ક્રોધી ચહેરો [ઉપજાવે છે].


જૂઠી જીભે પોતે જેઓને ઘાયલ કર્યા છે તેમનો તે દ્વેષ કરે છે; અને ખુશામતિયું મોં પાયમાલી કરે છે.


જો કોઈ હાકેમ જૂઠી વાતો સાંભળે તો તેના સર્વ સેવકો દુષ્ટ થઈ જાય છે.


પછી યર્મિયાએ સિદકિયા રાજાને કહ્યું, “મેં તમારો અથવા તમારા સેવકોનો અથવા લોકોનો શો અપરાધ કર્યો છે કે તમે મને બંદીખાનામાં નાખ્યો છે?


ચાડિયા તરીકે પોતાના લોકો મધ્યે અહીંતહીં ન ઢણક, તેમ જ તારા પડોશીના રક્તની વિરુદ્ધ ઊભો ન રહે; હું યહોવા છું.


જીભ તો અગ્નિ છે, દુષ્ટતાનું જગત છે. આપણા અવયવોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને મલિન કરે છે, તે ભૂમંડળને સળગાવે છે, અને તે પોતે નરકથી સળગાવવામાં આવેલી છે.


દાઉદે રામાના નાયોથમાંથી નાસીને યોનાથાન પાસે આવીને કહ્યું, “મેં શું કર્યું છે? મારો શો અન્યાય છે? અને તારા પિતા આગળ મારું શું પાપ છે કે, તે મારો જીવ લેવા શોધે છે?”


અને છોકરો ગયો કે તરત દાઉદ દક્ષિણ બાજુએથી ઊઠીને આવ્યો, ને [યોનાથાનને] ત્રણ વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. અને તેઓએ એકબીજાને ચુંબન કર્યું, તથા એકબીજાને ભેટીને રડ્યા. અને દાઉદનું રડવું વધારે થયું.


જુઓ, આજે ગુફામાં યહોવાએ કેવા તમને મારા હાથમાં સોંપ્યા હતા તે તમે તમારી નજરે જોયું છે: કેટલાકે તમને મારી નાખવાનું મને કહ્યું; પણ [મેં] તમને જીવતદાન આપ્યું. મેં કહ્યું કે, હું મારા મુરબ્બી પર મારો હાથ નહિ ઉગામું, કેમ કે તે યહોવાનો અભિષિક્ત છે.


દાઉદ પણ પાછળથી ઊઠ્યો, ને ગુફાની બહાર નીકળીને શાઉલને હાંક મારીને કહ્યું, “હે મારા મુરબ્બી રાજા.” અને શાઉલે પોતાની પાછળ જોયું, ત્યારે દાઉદે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા,


વળી તેણે કહ્યું, “મારા મુરબ્બી પોતાના દાસની પાછળ કેમ પડેલા છે? કેમ કે મેં શું કર્યું છે? કે મારા હાથમાં શી દુષ્ટતા છે?


તો હવે, મારા મુરબ્બી રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં, જો મારી વિરુદ્ધ તમને ઉશ્કેરનાર તે યહોવા હોય, તો તે એક અર્પણનો અંગીકાર કરો, પણ જો તે મનુષ્યપુત્રો હોય, તો તે યહોવાની આગળ શાપિત થાઓ; કેમ કે જા, અન્ય દેવોની સેવા કર, એમ કહીને, હું યહોવાના વતનનો ભાગીદાર ન રહું એ મતલબથી તેઓએ મને આજે હાંકી કાઢ્યો છે,


Lean sinn:

Sanasan


Sanasan