Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 23:26 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 શાઉલ પર્વતની આ બાજુએ ગયો, ને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલની બીકને લીધે છટકી જવા ઉતાવળ કરી; કેમ કે શાઉલે તથા તેના માણસોએ દાઉદને તથા તેના માણસોને પકડવા માટે તેઓને ઘેરી લીધા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

26 શાઉલ અને તેના માણસો પર્વતની એક બાજુએ હતા. તેઓ શાઉલ અને તેના માણસોથી નાસી છૂટવાની ઉતાવળમાં હતા. કારણ, તેઓ તેમને ભીંસમાં લઈ રહ્યા હતા અને તેમને પકડી પાડવાની તૈયારીમાં હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 શાઉલ પર્વતની એક બાજુએ ગયો અને દાઉદ તથા તેના માણસો પર્વતની પેલી બાજુએ ગયા. દાઉદે શાઉલને લીધે ત્યાં છટકી જવા માટે ઉતાવળ કરી. કેમ કે શાઉલ તથા તેના માણસો દાઉદ તથા તેના માણસોને પકડવા માટે તેમને ઘેરી લીધા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

26 શાઉલ અને તેના મૅંણસો ડુંગરની એક બાજુએ હતા. દાઉદ અને તેના મૅંણસો બીજી બાજુએ હતાં. દાઉદ અને તેના મૅંણસો શાઉલથી ઝટપટ ભાગી છૂટવાનો પ્રયત્ન કરતા હતા, અને શાઉલ અને તેના મૅંણસો તેમને આંતરી લઈને પઢડી લેવાની અણી ઉપર હતા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 23:26
17 Iomraidhean Croise  

દાઉદે પોતાના જે સવકો યરુશાલેમમાં તેની સાથે હતા, તે સર્વને કહ્યું, “ઊઠો, આપણે નાસી જઈએ. નહિ તો આપણામાંનો કોઈ પણ આબ્શાલોમથી બચવાનો નથી. ઉતાવળથી નીકળો, રખેને તે આપણને જલદીથી પકડી પાડે, ને આપણા પર આફત લાવીને તરવારની ધારથી નગરનો સંહાર કરે.”


હે અમારા ઈશ્વર, તમે તેઓનો ન્યાય નહિ કરશો? કેમ કે આ મોટુ સૈન્ય જે અમારી વિરુદ્ધ આવે છે તેની સામે થવાને અમારામાં કંઈ શક્તિ નથી; અને અમાટે શું કરવું તે પણ અમને સૂઝતું નથી. પણ અમે તે તમારી તરફ જોઈએ છીએ.”


તેઓએ હાલ અમને ડગલે ડગલે ઘેર્યા છે. તેઓ અમને ભૂમિ પર પછાડવાને પોતાની આંખોથી તાકી રહ્યા છે.


જેઓ મારા ઘાતકી વૈરીઓ છે, અને જેઓ મને ચોપાસ ઘેરે છે, એવા મારો નાશ કરનાર દુષ્ટોથી [મને સંતાડો].


ઘણા ગોધાઓએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત ગોધાઓ મારી આસપાસ ફરી વળ્યા છે.


કેમ કે કૂતરા મારી આસપાસ ફરી વળ્યા છે; ભૂંડાઓની ટોળીએ મને ઘેરી લીધો છે; તેઓએ મારા હાથ તથા મારા પગ વીંધી નાખ્યા.


મેં તો મારી અધીરતાથી કહી દીધું, “તમે તમારી દષ્ટિ આગળથી મને દૂર કર્યો છે.” તોપણ મેં તમને અરજ કરી ત્યારે તમે મારા કાલાવાલા સાંભળ્યા.


કેમ કે, ભાઈઓ, જે વિપત્તિ આસિયામાં અમને પડી તે વિષે તમે અજાણ્યા રહો એવી અમારી ઇચ્છા નથી. એ [વિપત્તિ] અમારી શક્તિ ઉપરાંત હતી, તે અમે અતિશય ભારે લાગી, એટલે સુધી કે અમે જીવવાની પણ આશા છોડી.


તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા, અને તેઓએ સંતોની છાવણીને તથા વહાલા શહેરને ઘેરો ઘાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ ઊતર્યો, અને તેઓનો સંહાર કર્યો.


ગાઝીઓને ખબર મળી કે, સામસૂન અહીં આવ્યો છે. તેઓએ તેને ઘેરી લીધો, ને સવારે દિવસ ઊગતાં આપણે તેને મારી નાખીશું એમ વિચાર કરીને તેઓ આખી રાત નગરના દરવાજામાં સંતાઈ રહ્યા ને આખી રાત ગુપચુપ બેસી રહ્યા.


તેથી મિખાલે દાઉદને બારીએથી ઉતારી દીધો, અને તે નાસી જઈને બચી ગયો.


અને યોનાથાને છોકરાને પાછળથિ હાંક મારી, “ઝડપ કર, જલદી આવ, વિલંબ ન કર.” અને યોનાથનનો છોકરો, બાણ એકત્ર કરીને પોતાના ધણી પાસે પાછો આવ્યો.


અને શાઉલ તથા તેના માણસોન તેને શોધવા ગયા. લોકોએ દાઉદને એ વાતની ખબર આપી; માટે તે ખડક પાસે ઊતરી આવીને માઓન રાનમાં રહ્યો. તે સાંભળીને શાઉલ માઓનના રાનમાં દાઉદની પાછળ પડ્યો.


એટલામાં એક હલકારાએ શાઉલ પાસે આવીને કહ્યું, “જલદી ચાલો, કેમ કે પલિસ્તીઓએ દેશમાં ધાડ પાડી છે.”


Lean sinn:

Sanasan


Sanasan