Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 22:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 ત્યાંથી દાઉદ મોઆબના મિસ્પામાં ગયો. અને તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરવાનો છે એ મારા જાણવામાં ન આવે ત્યાં સુધી કૃપા કરીને મારા પિતાને તથા મારી માતાને અહીં આવીને તારી પાસે રહેવા દે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 દાવિદ ત્યાંથી મોઆબમાંના મિસ્પામાં ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરશે તેની મને ખબર પડે ત્યાં સુધી કૃપા કરીને મારાં માતાપિતાને અહીં તમારી પાસે રહેવા દો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 દાઉદ ત્યાંથી મોઆબના મિસ્પામાં ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, “ઈશ્વર મારે માટે શું કરવાના છે એ મારા જાણવામાં આવે ત્યાં સુધી કૃપા કરીને મારા પિતાને તથા મારી માતાને અહીં આવીને તારી પાસે રહેવા દે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 ત્યાથી દાઉદ મોઆબના પ્રદેશમાં મિસ્પેહ ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, “યહોવા મને શું કરશે તેની મને ખબર નથી અને તેની મને જાણ થાય ત્યાં સુધી, કૃપા કરીને માંરા માંબાપને તમાંરી સાથે આવીને સુરક્ષા સાથે રહેવા દો.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 22:3
15 Iomraidhean Croise  

અને યૂસફે મિસર દેશની સહુથી સારી જગામાં, એટલે રામસેસમાં, ફારુનની આ પ્રમાણે તેના પિતાને તથા તેના ભાઈઓને વતન આપ્યું.


તેણે મોઆબીઓને હરાવ્યા, ને તેમને ભૂમિ પર સુવાડીને દોરીથિ તેમને માપ્યા. મારી નાખવા માટે તેણે બે દોરી જેટલા માપ્યા, અને જીવતા રાખવા માટે એક આખી દોરી જેટલા [માપ્યા]. પછી મોઆબીઓ દાઉદના તાબેદાર થઈને ખંડણી આપતા થયા.


તારા પિતાનું તથા તારી માતાનું તું સન્માન રાખ કે, તારા ઈશ્વર યહોવા જે દેશ તને આપે છે તેમાં તારું આયુષ્ય દીર્ધ થાય.


પણ જો કોઈ વિધવાને છોકરાં કે છોકરાંના છોકરાં હોય, તો તેઓ પહેલાં પોતાના ઘરમાં ધર્મનિષ્ઠ થતાં તથા પોતાનાં માતપિતાના આભારનો બદલો વાળતાં શીખે; કેમ કે એ ઈશ્વરને પ્રિય છે.


ત્યારે યહોવાનો આત્મા યિફતા પર આવ્યો, અને તે ગિલ્યાદ તથા મનાશ્શામાં થઈને ગયો, ને ગિલ્યાદના મિસ્પમાં થઈને ગયો, ને ગિલ્યાદના મિસ્પામાંથી આમ્‍મોનપુત્રોની પાસે ગયો.


વળી મરનારના વતનમાં તેનું નામ કાયમ રાખવા માટે મેં માહલોનની પત્નીને, એટલે રૂથ મોઆબણને, મારી પત્ની થવા માટે ખરીદી છે, જેથી મરનારનું નામ તેના ભાઈઓથી, તથા તેના ગામની ભાગળમાંથી નષ્ટ ન થાય; તમે આજે સાક્ષી છો.”


અને નાઓમીને છોકરો અવતર્યો છે એમ કહીને તેની પડોશણોએ તેનું નામ પાડ્યું. તેઓએ તેનું નામ ઓબેદ પાડ્યું; તે દાઉદના પિતા યિશાઈનો પિતા હતો.


હવે ઇઝરાયલ પર રાજપદ ધારણ કર્યા પછી શાઉલ તેની ચારે તરફના સર્વ શત્રુઓની સાથે, એટલે મોઆબની સાથે, આમ્‍મોનપુત્રોની સાથે, અદોમની સાથે, સોબાના રાજાઓની સાથે તથા પલિસ્તીઓની સાથે લડ્યો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો.


વળી જે સંકટમાં હતા, ને જે દેવાદાર હતા, તથા જે અસંતોષી હતા, તે સર્વ તેની પાસે એકત્ર થયા. અને તે તેઓનો સરદાર બન્યો. અને ત્યાંથી તેની સાથે આસરે ચારસો માણસો હતા.


અને તે તેઓને મોઆબના રાજાની હજૂરમાં લઈ આવ્યો, અને દાઉદ ગઢમાં રહ્યો તે બધો વખત તેઓ તેની સાથે રહ્યા.


શમુએલે તે સર્વ વાત તેને કહી, ને તેનાથી કંઈ પણ છુપાવ્યું નહિ. પછી એલીએ કહ્યું, “તે યહોવા છે; તેમની દષ્ટિમાં જે સારું લાગે તે કરે.”


Lean sinn:

Sanasan


Sanasan