Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 22:19 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

19 અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યું, એટલે પુરુષો તથા સ્‍ત્રીઓનો, મોટાં તથા ધાવણાં બાળકોનો તેમ જ બળદો, ગધેડાં તથા ઘેટાંનો તેણે તરવારની ધારથી [સંહાર કર્યો].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

19 શાઉલે યજ્ઞકારોના નગર નોબના બીજા સર્વ રહેવાસીઓને મારી નાખ્યા. પુરુષો અને સ્ત્રીઓ, કિશોર વયનાં અને નાનાં બાળકો, બળદો, ગધેડાં અને ઘેટાં બધાંનો સંહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

19 વળી તેણે તલવારની ધારથી, યાજકોના નગર નોબના પુરુષો, સ્ત્રીઓ, નાનાંમોટાં બાળકો બળદો, ગધેડાં તથા ઘેટાં પર હુમલો કર્યો. તેણે તેઓમાંના સર્વને તલવારની ધારથી મારી નાખ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

19 અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યુ. શાઉલે બાળબચ્ચાં સુદ્ધાં, યાજકોના નગર નોબમાં વસતાં બધાં જ સ્ત્રી-પુરુષોની, તેમ જ બળદો, ગધેડાં અને ઘેટાંની હત્યા કરાવી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 22:19
13 Iomraidhean Croise  

અનાથોથ, નોબ, અનાન્યા;


આજે જ તે નોબમાં મુકામ કરશે, અને સિયોનની દીકરીના પર્વત [ની સામે] , યરુશાલેમના ડુંગરની સામે તે પોતાની મુક્કી ઉગામશે.


માટે તારા લોકોની વિરુદ્ધ હુલ્લડ થશે, ને જેમ યુદ્ધને દિવસે શાલ્માને બેથ-આર્બેલને પાયમાલ કર્યું તેમ તારા બધા કિલ્લાઓ પાયમાલ થશે. તે દિવસે પોતાનાં બાળકોસહિત માતાઓને પછાડીને તેઓના ચૂરેચૂરા કરવામાં આવ્યા હતા.


અને તેઓએ તેમને કહ્યું, “તેઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ત્યારે ઈસુ તેઓને કહે છે, “હા, બાળકોનાં તથા ધાવણાંઓનાં મોંથી તેં સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?”


કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર થશે, ન્યાય પર દયા વિજય મેળવે છે.


અને નગર તથા તેમાંનું સર્વ યહોવાને સમર્પિત થશે. કેવળ રાહાબ વેશ્યા અને તેની સાથે ઘરમાં જે હોય તે સર્વ જીવતાં રહે, કારણ કે જે જાસૂસોને આપણે મોકલ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા તેઓને તેણે સંતાડી રાખ્યા હતા.


અને તેઓએ નગરમાં જે કંઈ હતું તે સર્વનો, એટલે પુરષ ને સ્‍ત્રી, જુવાન ને વૃદ્ધ, ને ઢોર ને ઘેટાં ને ગધેડાં, તેઓનો તરવારની ધારથી વિનાશ કર્યો.


તો હવે તું જઈને અમાલેકને માર, ને તેઓનું જે કંઈ હોય તેનો પૂરેપૂરો નાશ કર, તેમના પર દયા લાવીશ નહિ; પણ પુરુષ તથા સ્‍ત્રી, ને બાળકો તેમ જ ઘાવણાં, બળદ તથા ઘેટાં, ઊંટ તથા ગધેડાં, એ સર્વને મારી નાખ.”


અને અમાલેકીઓના રાજા અગાગને તેણે જીવતો પકડ્યો, ને સર્વ લોકોનો તેણે તરવારની ધારથી પૂરો નાશ કર્યો.


પણ શાઉલે તથા લોકોએ અગાગને, તથા ઘેટાં, બળદો, તથા પુષ્ટ જનાવરોમાંથી ઉત્તમ ઉત્તમને, તથા હલવાનોને, તેમ જ સારી સારી બધી વસ્તુઓને બચાવી. ને તેઓનો પૂરો વિનાશ કર્યો નહિ; પણ નકામી તથા નાખી દેવાની દરેક ચીજનો તેઓએ પૂરો નાશ કર્યો.


પછી દાઉદ નોબમાં અહીમેલેખ યાજક પાસે ગયો. અહીમેલેખે ધ્રૂજતાં ધ્રૂજતાં દાઉદને મળવા આવીને તેને પૂછ્યું, “તું એકલો કેમ છે? અને તારી સાથે કોઈ માણસ [કેમ] નથી?”


ત્યારે અહીટૂબનઅ દીકરા અહીમેલેખ યાજકને તથા તેના પિતાના આખા કુટુંબના યાજકો જે નોબમાં હતા તેઓને રાજાએ તેડાવ્યા. અને તે સર્વ રાજા પાસે આવ્યા.


ત્યારે દોએગ અદોમી જે શાઉલના ચાકરો પાસે ઊભો હતો, તેણે ઉત્તર આપ્યો, “મેં યિશાઈના દીકરાને અહીટૂભના દિકરા અહીમેલેખ પાસે નોબમાં આવતો જોયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan