Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 22:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 ત્યારે રાજાએ દોએગને કહ્યું, “તું પાછો ફરીને યાજકો પર તૂટી પડ.” ત્યારે દોએગ અદોમી ફર્યો, ને યાજકો પર તૂટી પડીને તે દિવસે તેણે શણનો એફોદ પહેરેલો પંચાશી પુરુષોને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તેથી શાઉલે દોએગને કહ્યું, “તું તેમને મારી નાખ.” એટલે અદોમી દોએગે તેમને બધાને મારી નાખ્યા. તે દિવસે તેણે અળસીરેસાનાં શ્વેત વસ્ત્રનો એફોદ પહેરનાર પ્રભુના પંચ્યાસી યજ્ઞકારોને મારી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પછી રાજાએ દોએગને કહ્યું, “પાછો ફરીને યાજકોને મારી નાખ.” તેથી દોએગ અદોમી પાછો ફર્યો અને યાજકો ઉપર હુમલો કર્યો; તે દિવસે તેણે શણનો એફોદ ઝભ્ભો પહેરેલા પંચાશી યાજકોનો સંહાર કર્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 આથી શાઉલે અદોમી દોએગને કહ્યું, “દોએગ, તું જ યાજકોને માંરી નાખ.” તેથી દોએગે યાજકોને માંરી નાખ્યા; એ જ દિવસે તેણે તેઓમાંના 85 ને માંરી નાખ્યા.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 22:18
14 Iomraidhean Croise  

પણ તેઓએ તેની વિરુદ્ધ કાવતરું કરીને રાજાની આજ્ઞાથી યહોવાના મંદિરના ચોકમાં તેને પથ્થરા મારીને મારી નાખ્યો.


તેઓના યાજકો તરવારથી માર્યા ગયા; અને તેઓની વિધવાઓએ કંઈ રુદન કર્યું નહિ.


વળી હારુનના દીકરાઓને માટે તું અંગરખાઓકમરબંધો બનાવ, ને ગૌરવ તથા શોભાને અર્થે તું તેઓને માટે ફાળિયાં બનાવ.


હે દુષ્ટ માણસ, નેકીવાનના ઘરની વિરુદ્ધ લાગ તાકીને સંતાઈ ન રહે; તેનો આશ્રમ ન લૂંટ;


એફ્રાઈમ ચગદાઈ ગયો છે, ને ઇનસાફની રૂએ કચડાઈ ગયો છે; કેમ કે તે વ્યર્થતાની પાછળ ચાલવા રાજી હતો.


તેઓ રાજાને પોતાની દુષ્ટતાથી, તથા અમલદારોને પોતાનાં જુઠાણાથી રાજી કરે છે.


કેમ કે ઓમ્રીના વિધિઓનું તથા આહાબના કુટુંબના સર્વ રીતરીવાજોનું પાલન કરવામાં આવ્યું છે, અને તમે તેઓની શિખામણ પ્રમાણે ચાલો છો; એથી હું તમને વેરાન કરીશ, ને તમારા રહેવાસીઓને તિરસ્કારપાત્ર કરી નાખીશ, અને તમારે મારા લોકો [હોવાનું] મહેણું સાંભળવું પડશે.”


તેની અંદર તેના અમલદારો ગર્જના કરતા સિંહો જેવા છે. તેના ન્યાયાધીશો સાંજે [ફરતા] વરુઓ જેવા છે. તેઓ આવતી કાલ માટે કંઈ પડતું મૂકતા નથી.


પણ શમુએલ બાલ્યાવસ્થામાં શણનો ઝભ્ભો પહેરીને યહોવાની હજૂરમાં સેવા કરતો હતો.


અને મારો યાજક થવા, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા, ને મારી આગળ ઝભ્ભો પહેરવા માટે મેં તને ઇઝરાયલનાં બધાં કુળોમાંથી પસંદ કર્યો હતો કે નહિ? તારા પિતાના કુળને ઇઝરાયલી લોકોનાં સર્વ હોમયજ્ઞો મેં આપ્યા હતા કે નહિ?


અને એમ થશે કે તારા કુળમાંથી જે કોઈ બચી ગયા હશે તે સર્વ આવીને એક રૂપિયાને માટે ને રોટલીના એક ટુકડાને માટે તેને પગે પડશે, ને કહેશે કે, યાજકને લગતું કંઈ પણ કામ મને આપ કે હું ટુકડો રોટલી ખાવા પામું.”


Lean sinn:

Sanasan


Sanasan