Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 22:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને રાજાએ પોતાની આસપાસ ઊભેલા અંગરક્ષકોને કહ્યું, “ફરીને યહોવાના યાજકોને મારી નાખો. કેમ કે તેઓનો હાથ પણ દાઉદની સાથે છે. વળી તે નાસી જાય છે એમ તેઓ જાણતા હતા, છતાં તેઓએ મને તેની ખબર આપી નહિ.” પણ રાજાના ચાકરો યહોવાના યાજકો પર તૂટી પડવા પોતાના હાથ ઉગામવા રાજી નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પછી પોતાની પાસે ઊભેલા સંરક્ષકોને તેણે કહ્યું, “પ્રભુના યજ્ઞકારોને મારી નાખો. તેઓ દાવિદની સાથે કાવતરામાં જોડાયા અને તે નાસી ગયો ત્યારે તેઓ તે બધું જાણતા હોવા છતાં મને કહ્યું નહિ.” પણ સંરક્ષકો પ્રભુના યજ્ઞકારોને મારી નાખવા પોતાનો હાથ ઉપાડવા તૈયાર ન થયા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 રાજાએ પોતાની આસપાસ ઊભા રહેલા અંગરક્ષકોને કહ્યું, “ફરીને ઈશ્વરના યાજકોને મારી નાખો. કેમ કે તેઓનો હાથ દાઉદ સાથે પણ છે, કેમ કે તેઓ જાણતા હતા કે તે નાસી જશે, મને તેની ખબર ન આપી.” પણ રાજાના ચાકરો ઈશ્વરના યાજકોને મારી નાખવા તેઓનાં હાથ ઉગામવા રાજી નહોતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 પછી રાજાએ પોતાની પાસે ઊભેલા રક્ષકોને કહ્યું, “આગળ વધો અને યહોવાના યાજકોને માંરી નાખો, કારણ કે તેઓ સર્વ દાઉદ સાથે મળી જઈ કાવતરું કરનારા છે, દાઉદ માંરી પાસેથી ભાગી જતો હતો તે તેઓ જાણતા હતા છતાં એમણે મને જાણ કરી નથી.” પણ રાજાના સેવકો યહોવાના યાજકોના જીવ લેવા હાથ ઉગામવા તૈયાર નહોતા,

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 22:17
15 Iomraidhean Croise  

ત્યાર પછી એમ થયું કે આબ્‍શાલોમે પોતાને માટે રથ, ઘોડા તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો તૈયાર કર્યા.


એવામાં હાગ્ગીથના દીકરા અદોનિયાએ ગર્વિષ્ઠ થઈને કહ્યું, “ હું રાજા થઈશ.” અને તેણે પોતાને માટે રથો, સવારો તથા પોતાની આગળ દોડવા માટે પચાસ માણસો ઊભા કર્યા.


રહાબામ રાજાએ તેને બદલે પિત્તળની ઢાલો બનાવીને રાજાના મહેલના દ્વારની રક્ષક ટુકડીના નાયકોના હાથમા તે સોંપી.


કેમ કે ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યારે એમ થયું કે ઓબાદ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડ્યાં, ને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું.)


યેહૂ દહનીયાર્પણ ચઢાવી રહ્યો કે તરત એમ થયું કે તેણે રક્ષકોને તથા સરદારોને કહ્યું, “અંદર જઈને તેઓને મારી નાખો; કોઈને બહાર નીકળવા દેશો નહિ.” અને તેઓએ તેમને તરવારની ધારથી માર્યા, આને રક્ષકો તથા સરદારો તેમને બહાર ફેંકી દઈને બાલના મંદિરના છેક ગર્ભાગારમાં ગયા.


પણ તે દાયણો ઈશ્વરનું ભય રાખનારી હતી, ને મિસરના રાજાએ તેઓને આપેલી આજ્ઞા પ્રમાણે ન કરતાં તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી.


પણ પિતર તથા યોહાને ઉત્તર આપ્યો, “ઈશ્વરના કરતાં તમારું સાંભળવું ઈશ્વરની નજરમાં યોગ્ય છે કે નહિ, એ તમે જ નક્કી કરો.


લોકોએ શાઉલને કહ્યું, “શું યોનાથાન કે જેણે ઇઝરાયલનો આવો મોટો ઉદ્ધાર કર્યો છે તે મરે? એવું ન થાઓ. જીવતા યહોવાના સમ, તેના માથાનો વાળ પણ ભૂમિ પર પાડવાનો નથી, કેમ કે આજે ઈશ્વરની જ સહાયથી તેણે આ કામ કર્યું છે.” એમ લોકોએ યોનાથાનને બચાવી લીધો, જેથી તે મરણ પામ્યો નહિ.


જુઓ, એવા દિવસો આવે છે કે જેમાં હું તારો બાહુ, ને તારા પિતાના કુળનો બાહુ કાપી નાખીશ કે, જેથી કરીને તારા કુટુંબમાં કોઈ માણસ ઘરડો થાય નહિ.


એથી શાઉલે તેને મારવા માટે પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો. તે પરથી યોનાથાને જાણ્યું કે, ‘મારા પિતાએ દાઉદને મારી નાખવાનો નિશ્ચય કર્યો છે.’


શાઉલે તેને કહ્યું, “યિશાઈનો દિકરો મારી વિરુદ્ધ બળવો ઉઠાવીને આજની જેમ સંતાઈ રહે, તે માટે તેં તેને રોટલી તથા તરવાર આપીને, તથા તેને માટે ઈશ્વરનિ સલાહ પૂછીને, તમે, એટલે તેં તથા તેણે, મારી વિરુદ્ધ કેમ બંડ રચ્યું છે?”


ત્યારે રાજાએ કહ્યું, “હે અહીમેલેખ, તું તારા પિતાના આખા કુટુંબ સહિત નિશ્ચે માર્યો જશે.”


તો હવે તમારે શું કરવું તેનો તમે સમજીને વિચાર કરો. કેમ કે અમારા શેઠની તથા તેમના આખા કુટુંબની ખરાબી કરવાનો નિશ્ચય કરવામાં આવ્યો છે, કેમ કે તે તો એવો હલકો છે કે, તેને કોઈ કંઈ કહી શકે નહિ.”


વળી તેણે કહ્યું, “જે રાજા તમારા ઉપર રાજ કરશે તે આવો થશે:તે તમારા પુત્રોને પકડીને તેઓને પોતાના રથોને માટે ને પોતાના સવારો તરીકે રાખશે; અને તેઓ તેના રથની આગળ દોડશે.


Lean sinn:

Sanasan


Sanasan