Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 22:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 ત્યારે રાજાએ કહ્યું, “હે અહીમેલેખ, તું તારા પિતાના આખા કુટુંબ સહિત નિશ્ચે માર્યો જશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 રાજાએ કહ્યું, “અહિમેલેખ, તને અને તારાં સર્વ સંબંધીઓને મારી નાખવામાં આવશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 રાજાએ જવાબ આપ્યો, “અહીમેલેખ તું તથા તારા પિતાના ઘરનાં સર્વ નિશ્ચે મરણ પામશો.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 ત્યારે રાજાએ કહ્યું, “હે અહીમેલેખ, તું તારા પિતાના આખા કુટુંબ સહિત ખચીત માંર્યો જશે.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 22:16
14 Iomraidhean Croise  

કેમ કે ઇઝબેલ યહોવાના પ્રબોધકોને મારી નાખતી હતી. ત્યારે એમ થયું કે ઓબાદ્યાએ સો પ્રબોધકોને લઈને પચાસ પચાસની ટોળી કરીને તેમને ગુફામાં સંતાડ્યાં, ને રોટલી તથા પાણીથી તેમનું પોષણ કર્યું.)


ત્યારે ઇઝબેલે એલિયા પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “કાલ આસરે આ સમય સુધીમાં. હું તારા જીવને એ પ્રબોધકોમાંના એકનાં જીવ જેવો ન કરું, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”


પણ એકલા મોર્દખાય ઉપર હાથ નાખવો એ તેને હલકું લાગ્યું. કેમ કે મોર્દખાય કઈ જાતનો છે તે તેઓએ તેને જણાવ્યું હતું. તે માટે હામાને અહાશ્વેરોશના આખા રાજ્યમાંના સર્વ યહૂદીઓનો, એટલે મોર્દખાયની આખી કોમનો, વિનાશ કરવાની કોશિશ કરી.


ગરીબ લોકોને માથે દુષ્ટ હાકેમ હોય તો તે ગર્જતા સિંહ તથા ભટકતા રીંછ જેવો છે.


આ કારણથી રાજાને ઘણો ક્રોધ ચઢ્યો, તે બહુ કોપાયમાન થયો, ને તેણે બાબિલના સર્વ જ્ઞાનીઓને કતલ કરવાની આજ્ઞા કરી.


રાજાએ ખાલદીઓને ઉત્તર આપ્યો, “એ વાત મારા સ્મરણમાંથી જતી રહી છે. જો તમે મને એ સ્વપ્ન તથા તેનો ખુલાસો નહિ જણાવો. તો કાપીને તમારા ટુકડેટુકડા કરવામાં આવશે, અને તમારાં ઘરોનો ઉકરડો કરવામાં આવશે.


જ્યારે હેરોદને માલૂમ પડયું કે માગીઓએ મને ઠગ્યો ત્યારે તે ઘણો ગુસ્સે થયો, ને [માણસો] મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી‍ ચોકસાઈથી ખબર મેળવી હતી, તે વેળા પ્રમાણે બે વર્ષનાં તથા તેથી નાનાં જેટલાં બાળકો બેથલેહેમમાં તથા તેની બધી સીમમાં હતાં, તેઓ સર્વને તેણે મારી નંખાવ્‍યાં.


હેરોદે તેને શોધ્યો, પણ તે ન જડ્યો, ત્યારે તેણે ચોકીદારોની તપાસ કરી, અને તેઓને મારી નાખવાનો હુકમ કર્યો. પછી યહૂદિયાથી નીકળીને [હેરોદ] કાઈસારિયા ગયો, અને ત્યાં રહ્યો.


છોકરાંને લીધે પિતા માર્યા ન જાય, ને પિતાને લીધે છોકરાં માર્યા ન જાય, દરેક માણસ પોતપોતાનાં પાપને લીધે માર્યો જાય.


શાઉલે કહ્યું, “ઈશ્વર એવું ને એથી પણ વધારે [મને] કરો, કેમ કે, યોનાથાન, તું નક્‍કી મરશે.”


કેમ કે જ્યાં સુધી યિશાઈનો દીકરો ધરતી પર જીવે છે ત્યાં સુધી યિશાઈનો દીકરો ધરતી પર જીવે છે ત્યાં સુધી તું તથા તારું રાજ્ય સ્થાપિત થનાર નથી. માટે હવે માણસને મોકલીને તેને મારી પાસે તેડી મંગાવ, કેમ કે તેને મરવાનું તો છે જ.”


શું મે આજે જ તેને માટે ઈશ્વરની સલાહ પૂછવાનું શરૂ કર્યું છે? એ મારાથી દૂર થાઓ. એવું કંઈ રાજાએ આ પોતાના ચાકરને માથે કે મારા પિતાના કુટુંબના કોઈને માથે મૂકવું નહિ; કેમ કે એ સર્વ બાબતો વિષે તમારો ચાકર કંઈ પણ વત્તું કે ઓછું જાણતો નથી.”


અને રાજાએ પોતાની આસપાસ ઊભેલા અંગરક્ષકોને કહ્યું, “ફરીને યહોવાના યાજકોને મારી નાખો. કેમ કે તેઓનો હાથ પણ દાઉદની સાથે છે. વળી તે નાસી જાય છે એમ તેઓ જાણતા હતા, છતાં તેઓએ મને તેની ખબર આપી નહિ.” પણ રાજાના ચાકરો યહોવાના યાજકો પર તૂટી પડવા પોતાના હાથ ઉગામવા રાજી નહોતા.


Lean sinn:

Sanasan


Sanasan