Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 21:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 હવે યહોવાની આગળ રોકાયેલા શાઉલના ચાકરોમાંનો એક માણસ તે દિવસે ત્યાં હતો. તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળિયાઓમાં મુખ્ય હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 શાઉલનો મુખ્ય પશુપાલક દોએગ અદોમી તે દિવસે ત્યાં હતો. કારણ, ત્યાં તેને પ્રભુ સમક્ષ ધાર્મિક માનતા પૂરી કરવા રોકાવું પડયું હતું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 હવે તે દિવસે શાઉલનો એક ચાકર જે ત્યાં હતો, તે ઈશ્વરની આગળ રોકાયો હતો. તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ગોવાળીયાઓમાં મુખ્ય હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તે દિવસે શાઉલનો એક માંણસ ત્યાં હતો, તેને યહોવા સમક્ષ રાખવામાં આવ્યો હતો; તેનું નામ દોએગ અદોમી હતું, તે શાઉલના ભરવાડોનો મુખ્ય હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 21:7
21 Iomraidhean Croise  

અને એ પાણી અમારું છે એમ કહેતાં ગેરારના ભરવાડો ઇસહાકના ભરવાડો સાથે લડયા. અને તે કૂવાનું નામ તેણે એસેક પાડયું; કેમ કે તેઓ તેની સાથે લડયા હતા.


શારોનમાં ચરનારા ઢોરોનાં ટોળા ઉપર શિટ્રાય શારોની હતો; અને નીચાણમાં જે ઢોરો ચરતાં હતાં તે ટોળાં ઉપર અદલાયનો પુત્ર શાફાટ હતો.


ઘેટાંબકરાં ઉપર યાઝીઝ હાગ્રી હતો. એ બધા દાઉદ રાજાની મિલકત હતી, તેના પર દેખરેખ રાખનારા હતા.


તેણે અરણ્યમાં બુરજો બાંધ્યાં, ને ઘણા કૂવા ખોદાવ્યા, કેમ કે તેને નીચાણના પ્રદેશમાં તથા મેદાનમાં પણ ઘણાં ઢોરઢાંક હતાં. પર્વતોમાં તથા ફળદ્રુપ ખેતરોમાં તેણે પોતાના ખેડૂતો તથા દ્રાક્ષાવાડીઓમાં માળીઓ [રાખ્યા હતા] , કેમ કે તેને ખેતીવાડીનો શોખ હતો.


તેઓ લોકોના રિવાજ પ્રમાણે તારી પાસે આવે છે, ને મારા લોકો તરીકે તારી આગળ બેસે છે, તેઓ તારા વચનો સાંભળે છે, પણ તેમનો અમલ કરતા નથી, કેમ કે તેમના મુખથી તેઓ બહું પ્રેમ દર્શાવે છે, પણ તેમનું મન તો તેમના સ્વાર્થ પાછળ ભટકે છે.


તે પવિત્ર વસ્તુમાંથી કોઈ પારકો ખાય નહિ, યાજકનો પારકો મહેમાન કે મજૂર પવિત્ર વસ્‍તુઓમાંથી ખાય નહિ.


પણ જો કોઈ યાજકની દીકરી વિધવા હોય, કે છૂટાછેડા પામેલી હોય, ને તેને ફરજંદ ન હોય, ને પોતાના પિતાના ઘરમાં પાછી આવી હોય, તો જેમ જુવાનીમાં તે ખાતી હતી તેમ તે પોતાના પિતાના ખોરાકમાંથી ખાય; પણ કોઈ પારકો તેમાંથી ખાય નહિ.


અને તું મેંદો લઈને એની બાર પોળીઓ કર; દર પોળી બે દશાંશ [એફાહ] ની હોય,


હમેશા, દર વિશ્રામવારે યહોવાની સમક્ષ તે તેની વ્યવસ્થા રાખે. ઇઝરાયલી લોકો તરફથી એ સદાનો કરાર છે.


“ચંદ્રદર્શન ક્યારે વીતે કે અમે અનાજ વેચીએ? અને સાબ્બાથ [ક્યારે ઊતરે] કે અમે ઘઉં ખુલ્લા મૂકીએ? અને એફાહ નાનો રાખીને ને શેકેલ મોટો રાખીને, ને ખોટાં ત્રાજવાંકાટલાંથી ઠગાઈ કરીને,


‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં મન મારાથી વેગળાં જ રહે છે.


અને જુઓ, બળદોની પાછળ પાછળ શાઉલ ખેતરમાંથી આવ્યો, અને શાઉલે પૂછ્યું, “લોકોને શું થયું છે કે તેઓ રડે છે?” અને તેઓએ તેને યાબેશના માણસોનાં વચનો કહી સંભળાવ્યાં.


હવે ઇઝરાયલ પર રાજપદ ધારણ કર્યા પછી શાઉલ તેની ચારે તરફના સર્વ શત્રુઓની સાથે, એટલે મોઆબની સાથે, આમ્‍મોનપુત્રોની સાથે, અદોમની સાથે, સોબાના રાજાઓની સાથે તથા પલિસ્તીઓની સાથે લડ્યો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો.


અને દાઉદે અહીમેલેખને કહ્યું, “શું અહીં તમારી પાસે ભાલો કે તરવાર નથી? કેમ કે રાજાનું કામ ઉતાવળનું હતું, તેથી હું મારી તરવાર કે મારાં શસ્‍ત્ર મારી સાથે લાવ્યો નથી.”


તેણે તેને માટે યહોવાની સલાહ પૂછી, તેને ભાથું આપ્યું, તેમજ તેને ગોલ્યાથ પલિસ્તીની તરવાર આપી.”


દાઉદે અબ્યાથારને કહ્યું, “તે દિવસે દોએગ અદોમી ત્યાં હતો, ત્યારથી જ હું જાણતો હતો કે તે જરૂર શાઉલને કહી દેશે. તારા પિતાના કુટુંબના સર્વ માણસોના [મોતનું કારણ] હું જ થયો છું.


ત્યારે દોએગ અદોમી જે શાઉલના ચાકરો પાસે ઊભો હતો, તેણે ઉત્તર આપ્યો, “મેં યિશાઈના દીકરાને અહીટૂભના દિકરા અહીમેલેખ પાસે નોબમાં આવતો જોયો હતો.


Lean sinn:

Sanasan


Sanasan