૧ શમુએલ 21:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 દાઉદે યાજકને ઉત્તર આપીને તેને કહ્યું, “આસરે આ ત્રણ દિવસથી તો સ્ત્રીઓ ખરેખર અમારાથી દૂર રખાઈ છે. જ્યારે હું ચાલી નીકળ્યો ત્યારે, જો કે મુસાફરી ફક્ત સાધારણ હતી, તોપણ જુવાનોનાં પાત્રો પવિત્ર હતાં. તો આજે તેમનાં પાત્રો કેટલાં વિશેષ પવિત્ર હશે?” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.5 દાવિદે જવાબ આપ્યો, “અલબત, આ ત્રણ દિવસ દરમિયાન તેઓ તેનાથી દૂર જ છે. અમે સામાન્ય કામ માટે જતા હોઈએ તો પણ મારા માણસો પોતાને વિધિગત રીતે શુદ્ધ રાખે છે. આ ખાસ કામે નીકળ્યા છીએ ત્યારે તો તેઓ કેટલા વિશેષ શુદ્ધ હશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 દાઉદે યાજકને ઉત્તર આપ્યો, “ત્રણ દિવસો દરમિયાન સ્ત્રીઓ ખરેખર અમારાથી દૂર રખાયેલી છે. જયારે હું બહાર નીકળ્યો, ત્યારે તે મુસાફરી ફક્ત સાધારણ હતી પણ યુવાનના પાત્રો પવિત્ર રહેલાં હતા. તો આજ તેમનાં શરીરો કેટલા વિશેષ પવિત્ર હશે?” Faic an caibideilપવિત્ર બાઈબલ5 દાઉદે કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે અમે કોઇ સ્ત્રી સાથે જાતિય સંબધ નથી કર્યો, માંરા માંણસો સામાંન્ય ફરજો પર લડવા જાય છે ત્યારે પણ પોતાની જાતને શુદ્ધ રાખે છે. આજે પણ આ વિષેશ કર્તવ્ય માંટે તેઓએ પોતાની જાતને શુદ્ધ રાખી છે.” Faic an caibideil |