Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 20:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 માટે તારા સેવક પર કૃપા કર; કેમ કે તેં તારા સેવકને તારી સાથે યહોવાના કરારમાં લીધો છે. પણ જો મારામાં દુષ્ટતા હોય, તો તું પંડે મને મારી નાખ; કેમ કે તારા પિતા પાસે તું મને શા માટે લઈ જાય?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 મારા પર આટલી કૃપા કર અને તેં પ્રભુની સમક્ષ મારી સાથે કરેલો કરાર તું પાળ. પણ જો હું દોષિત હોઉં તો તું પોતે જ મને મારી નાખ. એ કામ તારા પિતાને શા માટે કરવા દે છે?”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 માટે તારા સેવક સાથે નમ્રતાથી વ્યવહાર કર. કેમ કે તેં તારા સેવકને તારી સાથે ઈશ્વરના કરારમાં લીધો છે. પણ જો મારામાં કંઈ પાપ હોય, તો તું મને મારી નાખ; મને તારા પિતા પાસે શા માટે લઈ જાય છે?”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 યહોવાના નામે આપણે ભાઈઓ તરીકે કરાર કરેલો છે, તેથી તું માંરે માંટે આટલું કર, અથવા તારા પિતાની વિરુદ્ધ મેં પાપ કર્યુ હોય તો તું જાતે જ મને માંરી નાખ, પણ મને તારા પિતાને સ્વાધીન કરતો નહિ!”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 20:8
16 Iomraidhean Croise  

અને હવે જો તમે મારા ધણીની સાથે કૃપાથી તથા સચાઇથી વર્તવાના હો તો મને કહો; અને જો નહિ, તો મને કહી દો કે, હું જમણી કે ડાબી બાજુ ફરું.”


અને ઇઝરાયલનો મરણસમય પાસે આવ્યો; અને તેણે પોતાના દિકરા યૂસફને બોલાવીને તેને કહ્યું, “હવે જો, હું તારી દષ્ટિમાં કૃપા પામ્યો હોઉં તો કૃપા કરીને તારો હાથ મારી જાંઘ નીચે મૂક, ને કૃપાથી તથા ખરા દિલથી મારી સાથે વર્તજે. કૃપા કરી મને મિસરમાં દાટતો ના;


આબ્શાલોમે યોઆબને ઉત્તર આપ્યો, “જો, મેં તારી પાસે માણસ મોકલીને કહાવ્યું કે, અહીં આવ, કે, હું તને રાજા પાસે મોકલીને કહાવું કે, ગશૂરથી હું શા માટે આવ્યો છું? હું હજી ત્યાંજ રહ્યો હોત તો મારું વધારે હિત થાત. તો હવે હું રાજાનું મોં જોઉં એવું કરાવ; મારામાં કંઈ અન્યાય હોય, તો તે મને બેશક મારી નાખે.”


દાઉદ નીકળીને તેઓને મળવા ગયો, ને તેઓને કહ્યું, “જો તમે મને સહાય કરવા માટે સલાહશાંતિથી મારી પાસે આવ્યા હો, તો મારું હ્રદય તમારી સાથે એક ગાંઠ થશે; પણ હું નિર્દોષ છતાં, જો મને મારા વૈરીઓને સ્વાધીન કરવા માટે [તમે આવ્યા હો] , તો તે જોઈને આપણા પિતૃઓના ઈશ્વર તેને માટે શિક્ષા કરો.”


મારાં ગભરાટમાં મેં કહી દીધું, “સર્વ માણસો જૂઠાં છે.”


કૃપા તથા સત્ય તારો ત્યાગ ન કરો તેઓને તારે ગળે બાંધ; તેઓને તારા હ્રદયપટ પર લખી રાખ.


જો હું ગુનેગાર હોઉં, અને મરણદંડને યોગ્ય મેં કંઈ કર્યું હોય, તો હું મરવાને ના પાડતો નથી. પણ જે વિષે તેઓ મારા પર તહોમત મૂકે છે તેમાંની જો એકે વાત ખરી ન હોય તો તેઓના હાથમાં કોઈ મને સોંપી શકતો નથી. હું કાઈસારની પાસે ન્યાય માગું છું.


અને તે માણસોએ તેને કહ્યું, “જો તમે અમારી આ વાત નહિ કહી દો તો તમારા જીવને બદલે અમારા જીવ જાઓ. અને યહોવા આ દેશ અમને આપશે ત્યારે એમ થશે કે અમે તારી પ્રત્યે દયાથી અને સત્યતાથી વર્તીશું.”


“દેવોનાં ઈશ્વર યહોવા, દેવોનાં ઈશ્વર યહોવા, તે જાણે છે, ને ઇઝરાયલ પણ જાણશે કે, યહોવાનો દ્રોહ કર્યાથી અથવા તેમની આ નું ઉલ્લંઘન કર્યાથી, (આજે તમે અમારો બચાવ કરશો નહિ, )


નાઓમીએ પોતાની બે પુત્રવધુઓને કહ્યું, “તમે પોતપોતાને પિયર પાછી જાઓ. જેમ તમે મરનારાઓ ઉપર તથા મારા પર દયા રાખી છે, તેમ યહોવા તમારા પર દયા રાખો.


અને શાઉલ સાથે તે વાત કરી રહ્યો, ત્યારે એમ થયું કે યોનાથાનનો જીવ દાઉદના જીવ સાથે એક ગાંઠ થઈ ગયો, ને યોનાથાન તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ કરવા લાગ્યો.


પછી યોનાથાને તથા દાઉદે કોલકરાર કર્યા, કેમ કે તે તેના પર પોતાના પ્રાણસમાન પ્રેમ રાખતો હતો.


એ પ્રમાણે યોનાથાને દાઉદના કુટુંબ સાથે કરાર કર્યો, ને કહ્યું, “દાઉદના શત્રુઓ પાસેથી યહોવા જવાબ લેશે.”


યોનાથાને કહ્યું, “એ તારાથી દૂર થાઓ, કેમ કે મારા પિતાએ તારા પર જોખમ લાવવાનો નિશ્ચય કર્યો છે એ મારા જાણવામાં આવે, તો શું તે હું તને ન કહું?”


પછી તે બન્‍નેએ યહોવાની આગળ કરાર કર્યો; અને દાઉદ હોરેશમાં રહ્યો, ને યોનાથાન પોતાને ઘેર ગયો.


Lean sinn:

Sanasan


Sanasan