Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 20:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જો મારા પિતાની મરજી તને હાનિ પહોંચાડવાની હોય, તો જો હું તને ખબર ન આપું, ને શાંતિથી ચાલ્યા જવા માટે તને વિદાય ન કરું, તો યહોવા આ યોનાથાનને એવું ને એથી પણ વધારે વિતાડો. અને જેમ યહોવા મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે હો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 જો તે તને ઇજા પહોંચાડવાનો ઇરાદો રાખતા હશે અને હું તને સંદેશો મોકલીને સલામત રીતે ન મોકલી દઉં તો પ્રભુ મારી વિશેષ દુર્દશા કરો. પ્રભુ મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે રહો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જો મારા પિતાની મરજી તને હાનિ પહોંચાડવાની હોય, તે જાણીને જો હું તને ખબર ના આપું અને તું શાંતિથી ચાલ્યો જાય માટે તને ખબર મોકલું નહિ, તો ઈશ્વર યોનાથાન ઉપર એવું તથા એથી પણ વધારે વિતાડે. જેમ ઈશ્વર મારા પિતાની સાથે હતા તેમ તે તારી સાથે હો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 જો માંરા પિતા તને હાનિ કરવાના હોય, તો હું તને સંદેશો મોકલીશ અને સુરક્ષિત જવા દઇશ. જો હું આમ ન કરું તો ભલે યહોવા મને સજા કરે. યહોવા જેમ માંરા પિતાની મદદમાં રહેતા હતા તેમ તારી મદદમાં રહો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 20:13
22 Iomraidhean Croise  

અને તમે અમાસાને કહો કે, તું મારું હાડકું તથા મારું માંસ નથી શું? જો તું મારી હજૂરમાં યોઆબને સ્થાને કાયમનો સેનાપતિ ન થાય, તો ઈશ્વર એવું ને એ કરતાં પણ વધારે મને કરો.”


અને દાઉદને દિવસ છતાં અન્‍ન ખવડાવવા માટે સર્વ લોકો તેની પાસે આવ્યા. પણ દાઉદે સમ ખાઈને કહ્યું, “સૂર્યાસ્ત થયા પહેલાં જો હું રોટલી કે બીજું કંઈ પણ ખાઉં તો ઈશ્વર મને તેવું ને તેથી પણ વધારે વિતાડો.


પણ જેમ મેં શાઉલને તારી આગળથી ખસેડીને તેની પાસેથી મારી કૃપા લઈ લીધી, તેવી રીતે તેની પાસેથી તે જતી રહેશે નહિ.


જેમ યહોવા મારા મુરબ્બી રાજાની સાથે રહેતા આવ્યા છે, તેમ જ તે સુલેમાનની સાથે પણ રહો, ને મારા મુરબ્બી દાઉદ રાજાના રાજ્યાસન કરતાં તેમનું રાજ્યાસન મોટું કરો.”


ત્યારે ઇઝબેલે એલિયા પાસે સંદેશિયા મોકલીને કહાવ્યું, “કાલ આસરે આ સમય સુધીમાં. હું તારા જીવને એ પ્રબોધકોમાંના એકનાં જીવ જેવો ન કરું, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”


અને બેન-હદાદે [ફરીથી] આહાબ પાસે માણસ મોકલીને કહાવ્યું, “જો મારી સાથે આવેલા બધા લોકને ભાગે સમરુનની મુઠ્ઠી મુઠ્ઠી મટોડી પણ આવે, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”


મારા પુત્ર, યહોવા તારી સાથે હો, અને જેમ તારા ઈશ્વર યહોવાએ તારા સંબંધી કહ્યું છે તે પ્રમાણે યહોવાનું મંદિર બાંધવામાં તું ફતેહમંદ થા.


સોનારૂપાનો, પિત્તળનો તથા લોઢાનો તો સુમાર જ નથી. હવે ઊઠ, કામે લાગ, યહોવા તારી સાથે હો.”


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


જે તમે શીખ્યા તથા પામ્યા તથા સાંભળ્યું તથા મારામાં જોયું તે સર્વ કરો; અને શાંતિના ઈશ્વર તમારી સાથે રહેશે.


તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો, તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહિ; ને મૂકી દઈશ નહિ.


જ્યાં તમે મરશો ત્યાં જ હું મરીશ, ને ત્યાં જ હું દટાઈશ. જો મોત સિવાય બીજું મને તમારાથી જુદી પાડે, તો યહોવા મારું મોત લાવે ને એથી પણ વધારે દુ:ખ આપે.”


જ્યારે આ ચિહ્ન તને મળે ત્યારે એમ થાય કે તારે પ્રસંગનુસાર વર્તવું; કેમ કે ઈશ્વર તારી સાથે છે.


હવે ઇઝરાયલ પર રાજપદ ધારણ કર્યા પછી શાઉલ તેની ચારે તરફના સર્વ શત્રુઓની સાથે, એટલે મોઆબની સાથે, આમ્‍મોનપુત્રોની સાથે, અદોમની સાથે, સોબાના રાજાઓની સાથે તથા પલિસ્તીઓની સાથે લડ્યો. જ્યાં જ્યાં તે ગયો ત્યાં ત્યાં તેણે તેઓને ત્રાસ પમાડ્યો.


દાઉદે કહ્યું, “જે યહોવાએ તે સિંહ તથા રીંછના પંજામાંથી મને બચાવ્યો હતો, તે આ પલિસ્તીના હાથમાંથી પણ મને બચાવ્યો હતો, તે આ પલિસ્તીના હાથમાંથી પણ મને બચાવશે.” પછી શાઉલે દાઉદને કહ્યું, “જા, યહોવા તારી સાથે હોજો.”


શાઉલ દાઉદથી બીતો હતો, કેમ કે યહોવા દાઉદની સાથે હતા, પણ શાઉલ પાસેથી જતા રહેલા હતા.


અને હું બહાર ફરવા નીકળીને જે ખેતરમાં તું હશે ત્યાં મારા પિતા પાસે ઊભો રહીશ, ને મારા પિતા સાથે તારા વિષે હું વાતચીત કરીશ, અને જો હું કંઈ જોઈશ તો હું તને ખબર આપીશ.”


યોનાથાને ઇઝરાયલના ઈશ્વર યહોવાને સાક્ષી રાખીને દાઉદને કહ્યું, “કાલે સુમારે આ સમયે કે પરમ દિવસે મારા પિતાનું મન તપાસી જોઈને, જો, તારા હકમાં ઠીક જણાય, તો શું હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર નહિ આપું?


ફક્ત મારી જિંદગીભર મારા પર યહોવાની કૃપા રાખીને તું મારું મોત ન લાવીશ, એટલું જ નહિ;


એ તેનું છે તે સર્વમાંથી સવાર થતાં સુધીમાં એક નર બાળક સરખુંય હું જીવતું રહેવા દઉં તો ઈશ્વર દાઉદના શત્રુઓને એવું ને એથી પણ વધારે દુ:ખ પાડો.”


પછી એલીએ પૂછ્યું, “ [યહોવાએ] તને જે કહ્યું છે તે શી બાબત છે? કૃપા કરીને તે મારાથી છાનું ન રાખીશ; તેણે તને જે જે કહ્યું તેમાંથી કંઈ પણ જો તું મારાથી છુપાવે તો ઈશ્વર તને એવું ને એ કરતાં પણ વધારે કરો.”


Lean sinn:

Sanasan


Sanasan