૧ શમુએલ 20:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 યોનાથાને ઇઝરાયલના ઈશ્વર યહોવાને સાક્ષી રાખીને દાઉદને કહ્યું, “કાલે સુમારે આ સમયે કે પરમ દિવસે મારા પિતાનું મન તપાસી જોઈને, જો, તારા હકમાં ઠીક જણાય, તો શું હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર નહિ આપું? Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.12 અને યોનાથાને દાવિદને કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર પ્રભુ આપણા સાક્ષી બનો. આવતીકાલે અને પરમદિવસે હું આ સમયે મારા પિતાને પૂછીશ. જો તારા પ્રત્યે તેમનું વલણ સારું હશે તો હું તને સંદેશો મોકલીશ. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 યોનાથાને દાઉદને કહ્યું, “ઇઝરાયલના પ્રભુ, ઈશ્વરની સાક્ષી રાખીને. કાલે આટલા સમયે કે પરમ દિવસે મારા પિતાના મનને તપાસી જોઈને જો તારા હિતમાં સારું જણાશે, તો હું તારી પાસે માણસ મોકલીને તને તેની ખબર આપીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ12 ત્યાં યોનાથાને દાઉદને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાની સાક્ષીએ હું તને વચન આપું છું કે, ત્રણ દિવસ સુધીમાં હું માંરા પિતાને તારા વિષે વાત કરીશ અને તારા માંટે તે શું ધારે છે તેની તને તરત જ જાણ કરીશ. Faic an caibideil |