Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે પોતાના ભક્તના ચરણોની સંભાળ રાખશે, પણ દુષ્ટો અંધકારમાં ચૂપ કરી નંખાશે; કેમ કે બળથી કોઈ પણ જય પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 તે સંતોનાં પગલાં સંભાળે છે, પણ દુષ્ટો અંધકારમાં અદૃશ્ય થઈ જાય છે. કારણ, કોઈ માણસ બળથી જીતતો નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે પોતાના વિશ્વાસુ લોકોના પગનું રક્ષણ કરે છે, પણ દુશ્મનોને અંધકારમાં ચૂપ કરી દેવામાં આવશે, કેમ કે કોઈ બળથી વિજય પામી શકતું નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યહોવા પોતાના ભકતોની સંભાળ રાખે છે, પણ દુષ્ટો ને અંધકારમાં રખાય છે અને તેઓ નાશ પામશે. તેમની શકિત તેમને વિજય મેળવવામાં મદદ નહિ કરે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:9
41 Iomraidhean Croise  

અજવાળામાંથી અંધકારમાં તેને હાંકી કાઢવામાં આવશે, અને દુનિયામાંથી તેને નસાડી મૂકવામાં આવશે.


તેઓ બધાને ધૂળમાં દાટી દે; અને શેઓલમાં તેઓનાં મુખ ઢાંકી દે.


એવી રીતે ગરીબોમાં આશા ઉત્પન્ન થાય છે. અને અન્યાય પોતાનું મોઢું બંધ કરે છે.


તને ખાતરી થશે કે, ‘મારો તંબુ સહીસલામત છે;’ અને તું પોતાના વાડાને તપાસી જોશે, તો તેમાંથી તને કશું ખોવાયેલું જણાશે નહિ.


કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે; પણ દુષ્ટોના માર્ગનો નાશ થશે.


તે તેઓને સોનારૂપા સહિત કાઢી લાવ્યા; અને તેઓનાં કુળોમાં કોઈ પણ નિર્બળ ન હતું.


તે તારા પગને ડગવા દેશે નહિ; તારા રક્ષક ઊંઘી જનાર નથી.


યહોવા તારા રક્ષક છે; યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે.


હમણાંથી તે સર્વકાળ માટે તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે.


જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તે બધાનું તે રક્ષણ કરે છે; પણ સર્વ દુષ્ટોનો તે સંહાર કરશે.


હે યહોવા, મારી લાજ જવા દેતા નહિ; કેમ કે મેં તમને વિનંતી કરી છે; દુષ્ટો લજવાઓ, અને તેઓ શેઓલમાં છાનામાના પડી રહો.


કેમ કે યહોવા ન્યાયને ચાહે છે, તે પોતાના ભક્તોને તજી દતા નથી. તે તેઓનું સદા રક્ષણ કરે છે; પણ દુષ્ટોનાં સંતાનનો ઉચ્છેદ થશે.


હે યહોવા, જ્યારે મેં કહ્યું, “મારો પગ લપસી જાય છે.” ત્યારે, તમારી કૃપાએ મને ઝીલી લીધો.


હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો; તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે; દુષ્ટોના હાથમાંથી તે તેઓને છોડાવે છે.


માણસનું મન પોતના માર્ગની યોજના કરે છે; પણ તેનાં પગલાં ચલાવવાનું યહોવાના હાથમાં છે.


જેથી તે ન્યાયના રસ્તાની સંભાળ રાખે, અને પોતાના ભક્તોના માર્ગનું રક્ષણ કરે.


કેમ કે યહોવા તારું રક્ષણ કરશે, અને તારા પગને સપડાઈ જતો બચાવશે.


વળી તેનું આખું આયુષ્ય અંધકારમાં જાય છે, અને શોક, રોગ અને ક્રોધથી તે હેરાન થાય છે.


હું પાછો ફર્યો તો પૃથ્વી પર મેં એવું જોયું કે શરતમાં વેગવાનની અને યુદ્ધમાં બળવાનની જીત થતી નથી, તેમ જ વળી બુદ્ધિમાનને રોટલી મળતી નથી, ને વળી સમજણાને દ્રવ્ય પણ મળતું નથી, તેમ જ ચતુર પુરુષો પર રહેમનજર હોતી નથી; પણ પ્રસંગ તથા સંજોગ [ની અસર] સર્વને લાગુ પડે છે.


“હું યહોવા તેનો રક્ષક છું; પળેપળે હું તેને સિંચું છું, રાત દિવસ હું તેનું રક્ષણ કરું છું, રખેને કોઈ તેને ઉપદ્રવ કરે.


“હે ખાલદીઓની દીકરી, તું છાનીમાની બેસ, ને અંધકારમાં પેસી જા; કેમ કે હવે પછી તું રાજ્યોની માલિક કહેવાઈશ નહિ.


[પ્રભુના લોકોએ કહ્યું,] ‘આપણે કેમ બેસી રહ્યા છીએ? એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ, ને ત્યાં મરી જઈએ, કેમ કે આપણા ઈશ્વર યહોવાએ આપણો નાશ કર્યો છે, અને આપણને ઝેર પાયું છે, કેમ કે આપણે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે.


યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.


પણ ફરી વળતી રેલથી પોતાના શત્રુઓના સ્થાનનો તે સંપૂર્ણ અંત લાવશે. ને તેઓ અંધકારમાં આવી પડે ત્યાં સુધી તે તેઓની પાછળ પડશે.


તે દિવસે કોપનો દિવસ, દુ:ખ તથા સંકટનો દિવસ, ઉજ્જડપણાનો તથા વેરાનપણાનો દિવસ, અંધકારનો તથા ઝાંખનો દિવસ, વાદળાં તથા ગાઢ અંધકારનો દિવસ,


ત્યારે દૂતે મને કહ્યું, “ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે, ‘પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારા આત્માથી, ’ એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


‘યહોવા તને આશીર્વાદ આપો, ને તારું રક્ષણ કરો.


પણ રાજ્યના દીકરાઓ બહારના અંધારામાં નંખાશે, જ્યાં રડવું ને દાંત પીસવું થશે.”


હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે.


હા, તે પોતાના લોક પર પ્રેમ રાખે છે; તેમના સર્વ પવિત્રો તમારા હાથમાં છે; અને તેઓ તમારાં ચરણ આગળ બેઠા; [પ્રત્યેક] તમારાં વચનો સ્વીકારશે.


અને જે તારણ છેલ્લા સમયમાં પ્રગટ થવાની તૈયારીમાં છે તે તમને મળશે ત્યાં સુધી ઈશ્વરના સામર્થ્ય વડે વિશ્વાસથી તમને સંભાળી રાખવામાં આવે છે.


તેઓ પાણી વગરના ઝરા જેવા તથા તોફાનથી ઘસડાતી ધૂમર જેવા છે, તેઓને માટે ઘોર અંધકાર રાખી મૂકેલો છે.


ઈશ્વરપિતાને વહાલા તથા ઈસુ ખ્રિસ્તને માટે રાખી મૂકવામાં આવેલા અને તેડવામાં આવેલાઓ પ્રતિ લખનાર, ઈસુ ખ્રિસ્તનો સેવક, યાકૂબનો ભાઈ યહૂદા :


તેઓ પોતાની લાજનું ફીણ કાઢનારા, સમુદ્રનાં વિકરાળ મોજાંઓ છે; તેઓ ભટકનારા તારા છે કે, જેઓને માટે ઘોર અંધકાર સર્વકાળ રાખી મૂકવામાં આવેલો છે.


વહાલાઓ, હું આપણા સામાન્ય તારણ વિષે તમારા પર લખવાને ઘણો આતુર હતો, એવામાં જે વિશ્વાસ સંતોને એક જ વાર આપવામાં આવેલો હતો, તેની ખાતર તમારે ખંતથી યત્ન કરવો, એવો બોધ પત્રદ્વારા તમને કરવાની મને અગત્ય જણાઈ.


માટે હવે, હે મારા મુરબ્બી, હું જીવતા યહોવાના તથા તમારા જીવના સમ ખાઈને કહું છું કે, યહોવાએ આપને ખૂનના દોષથી તથા આપને હાથે આપનું વેર લેવાથી આપને અટકાવ્યા છે; તો હવે આપના શત્રુ તથા મારા મુરબ્બીનું ભૂંડું તાકનારા નાબાલના જેવા થાઓ.


Lean sinn:

Sanasan


Sanasan