૧ શમુએલ 2:36 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)36 અને એમ થશે કે તારા કુળમાંથી જે કોઈ બચી ગયા હશે તે સર્વ આવીને એક રૂપિયાને માટે ને રોટલીના એક ટુકડાને માટે તેને પગે પડશે, ને કહેશે કે, યાજકને લગતું કંઈ પણ કામ મને આપ કે હું ટુકડો રોટલી ખાવા પામું.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.36 તારો કોઈ વંશજ બાકી રહી ગયો હોય તો તે એ રાજા પાસે જઈને પૈસા તેમ જ ખોરાક માગશે અને કંઈક ખાવાનું મળે તે માટે તે યજ્ઞકારોને મદદ કરવા દેવાની માગણી કરશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201936 તારા કુળમાંથી જે તારા બચી ગયા હશે તે બધા આવશે અને તે વ્યક્તિને નમન કરીને ચાંદીના એક સિક્કા અને રોટલીના એક ટુકડાને તેને નમન કરશે અને કહેશે, “કૃપા કરી યાજકને લગતું કંઈ પણ કામ મને આપ જેથી હું રોટલીનો ટુકડો ખાવા પામું.” Faic an caibideilપવિત્ર બાઈબલ36 તારા કુટુંબમાં જે કોઈ બચવા પામશે તે આવીને યાજક સામે નમશે. તેઓ થોડા પૈસા અને રોટલા માંટે ભીખ માંગશે, એમ કહીને: ‘મને યાજક તરીકે નોકરી આપો જેથી મને ખાવાનું મળે.’” Faic an caibideil |