Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:35 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને મારા અંત:કરણ તથા મારા મનમાં જે છે તે પ્રમાણે કરે એવો એક વિશ્વાસુ યાજક હું મારે માટે ઊભો કરીશ. સ્થિર [રહે એવું] ઘર હું તેને માટે બાંધીશ. અને મારા અભિષિક્તની સંમુખ તે સદા ચાલશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

35 મને વિશ્વાસુ અને મારી ઇચ્છાનુસાર વર્તનાર એવો એક યજ્ઞકાર હું પસંદ કરીશ. તેના વંશજો મારા અભિષિક્ત રાજાની સમક્ષ સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 મારા અંતઃકરણ તથા મારા મનમાં જ છે તે પ્રમાણે કરે એવા એક વિશ્વાસુ યાજકને હું મારે સારુ ઊભો કરીશ. હું તેને સારુ એક સ્થિર ઘર બાંધીશ; અને તે સદા મારા અભિષિક્તની સંમુખ ચાલશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

35 હું માંરા માંટે એક વિશ્વાસુ યાજક પસંદ કરીશ. તે માંરી આજ્ઞાનું પાલન કરશે. હું તેને માંટે સ્થિર ઘર બાંધીશ. જે કાયમ માંરા અભિષિકત રાજાની સમક્ષ સેવા કરશે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:35
28 Iomraidhean Croise  

એટલે પહેલાંની માફક, તથા જે દિવસે મારા ઇઝરાયલ લોકો પર મેં ન્યાયાધીશો થવાની આજ્ઞા કરી તે વખતની માફક, તેઓને દુષ્ટતાના પુત્રો હવે પછી દુ:ખ આપશે નહિ; અને હું તને તારા સર્વ શત્રુઓથી [બચાવીને] વિસામો પમાડીશ.’ વળી યહોવા તને કહે છે, ‘યહોવા તારે માટે ઘર બાંધશે.


કેમ કે, હે સૈન્યોના યહોવા, ઇઝરાયલના ઈશ્વર, તમે તમારા સેવકને એવું જાહેર કર્યું છે કે, ‘હું તારે માટે ઘર બાંધીશ;’ એ માટે તમારા સેવકે પોતાના હ્રદયમાં તમારી આગળ આ પ્રાર્થન કરવાની હિમ્‍મત ધરી છે.


અને સાદોક યાજકે તથા નાથાન પ્રબોધકે તેને ગિહોનમાં રાજા તરીકે અભિષિક્ત કર્યો છે. તેઓ ત્યાંથી એવી રીતે ઉત્સવ કરતા પાછા આવ્યા છે કે નગર ગાજી રહ્યું છે. તમે જે શોરબકોર સાંભળ્યો છે તે એ જ છે.


પણ સાદોક યાજક, યહોયાદાનો દીકરો બનાયા, નાથાન પ્રબોધક, શિમઈ, રેઈ, તથા દાઉદના યોદ્ધાઓ અદોનિયાની મદદે ગયા નહિ.


જેમ મારા સેવક દાઉદે કર્યું તેમ જે સર્વ આજ્ઞાઓ હું તને આપીશ તે પર જો તું કાન દેશે ને મારા માર્ગોમાં ચાલશે, ને મારી ર્દષ્ટિમાં જે સારું છે તે કરીને મારા વિધિઓ તથા મારી અજ્ઞાઓ પાળશે, તો એમ થશે કે હું તારી સાથે રહીશ, ને મેં દાઉદને માટે બાંધ્યું તેમ તારે માટે અવિચળ ઘર બાંધીશ, ને ઇઝરાયલને તારે સ્વાધીન કરીશ.


તેની જગાએ રાજાએ યહોયાદાના દીકરા બનાયાને સેનાધિપતિ ઠરાવ્યો. અને અબ્યાથારની જગાએ રાજાએ સાદોક યાજકને નીમ્યો.


તેઓએ તે દિવસે મોટા હર્ષથી યહોવાની આગળ ખાધુંપીધું. તેઓએ દાઉદના પુત્ર સુલેમાનને બીજીવાર રાજા ઠરાવ્યો, તેઓએ તેને અધિપતિ તરીકે તથા સાદોકને યાજક તરીકે યહોવાની આગળ અભિષિક્ત કર્યા.


તે પોતાના રાજાને વિજય આપે છે; અને પોતાના અભિષિક્ત ઉપર, એટલે દાઉદ તથા તેના સંતાન ઉપર, સર્વકાળ કૃપા રાખે છે.


યહોવા તથા તેના અભિષિક્તની વિરુદ્ધ પૃથ્વીના રાજાઓ સજ્‍જ થાય છે, અને હાકેમો અંદરોઅંદર મસલત કરે છે:


અને એમ થયું કે દાયણો ઈશ્વરનું ભય રાખનારી હતી માટે ઈશ્વરે તેઓને કુટુંબવાળી કરી.


વળી હું તેમના પર એક પાળક સ્થાપીશ, ને તે, એટલે મારો સેવક દાઉદ તેમનું પોષણ કરશે. તે તેમનું પોષણ કરશે, ને તે તેઓનો પાળક થશે.


અને તે તેના લાભમાં તથા તેના પછી તેના વંશજોના લાભમાં સદાના યાજકપદનો કરાર થશે. કારણ કે તેણે પોતાના ઈશ્વરને માટે આવેશી થઈને ઇઝરાયલી લોકોને માટે પ્રાયશ્ચિત્ત કર્યું.”


તેથી તેમને બધી બાબતોમાં પોતાના ભાઈઓના જેવા થવું જોઈતું હતું, જેથી તે લોકોનાં પાપનું પ્રાયશ્ચિત કરવાને ઈશ્વરને લગતી બાબતોમાં દયાળુ તથા વિશ્વાસુ પ્રમુખયાજક થાય.


જ્યારે તેઓ પર્વત પાસે આવ્યા ત્યારે, જુઓ, પ્રબોધકોની મંડળી તેને મળી. અને ઈશ્વરનો આત્મા પરાક્રમસહિત તેના પર આવ્યો, ને તે તેઓની મધ્યે પ્રબોધ કરવા લાગ્યો.


અને એમ થયું કે શમુએલ પાસેથી જવાને તેણે પીઠ ફેરવી કે તરત જ ઈશ્વરે તેને બીજું હ્રદય આપ્યું; અને તે જ દિવસે તે સર્વ ચિહ્નો પૂરાં થયાં.


હું આ રહ્યો:શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? અથવા મેં કોઈને ઠગ્યો છે? મેં કોઈના પર જુલમ કર્યો છે? અથવા મારી આંખે પાટો બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે? એમ હોય તો યહોવાની સમક્ષ તથા તેના અભિષિક્તની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો, અને તે હું તમને પાછું આપીશ.”


ત્યારે શમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો, પછી શમુએલ ઊઠીને રામામાં ગયો.


અને એમ થશે કે તારા કુળમાંથી જે કોઈ બચી ગયા હશે તે સર્વ આવીને એક રૂપિયાને માટે ને રોટલીના એક ટુકડાને માટે તેને પગે પડશે, ને કહેશે કે, યાજકને લગતું કંઈ પણ કામ મને આપ કે હું ટુકડો રોટલી ખાવા પામું.”


કૃપા કરીને આપની દાસીનો અપરાધ માફ કરો; કેમ કે નક્કી યહોવા મારા મુરબ્બીનું કુટુંબ અવિચળ રાખશે, કેમ કે મારા મુરબ્બી યહોવાની લડાઈઓ લડે છે. અને આપના સર્વ દિવસો પર્યંત આપનામાં ભૂંડાઈ માલૂમ પડશે નહિ.


બાળક શમુએલ એલીની હજૂરમાં રહીને યહોવાની સેવા કરતો હતો. તે સમયમાં યહોવાની વાણી દુલર્ભ હતી; પ્રગટ સંદર્શન થતાં નહોતાં.


અને શમુએલે એક ધાવણું હલવાન લઈને તેનું સંપૂર્ણ દહનીયાર્પણ યહોવાને કર્યું; અને તેણે ઇઝરાયલીઓને માટે યહોવાને વિનંતી કરી; અને યહોવએ તેને ઉત્તર આપ્યો.


અને તેના દીકરા તેના માર્ગોમાં ચાલ્યા નહિ, પણ દ્રવ્યલોભ તરફ ભટકી ગયા, ને તેઓએ લાંચ લઈને ન્યાયાને ઊંધો વાળ્યો.


તેઓએ તેઓને ઉત્તર આપ્યો, “હા, તે છે; જો, તે તારી આગળ ગયો છે, હવે ઉતાવળ કરો, કેમ કે આજે તે નગરમાં આવ્યો છે; કારણ કે આજ ઉચ્ચસ્થાને લોકો યજ્ઞ કરવાના છે.


તમે નગરમાં પેસશો કે તરત જ, એટલે ઉચ્ચસ્થાને તે જમવા જાય તે પહેલાં, તેમને મળશે; કેમ કે તે આવીને યજ્ઞને આશીર્વાદ નહિ દે ત્યાં સુધી લોકો ખાશે નહિ. જેઓને નોતરવામાં આવ્યા છે તેઓ ત્યાર પછી જ ખાશે; તો હવે તમે ઉપર જાઓ; કેમ કે આ વખતે તે તમને મળશે.”


Lean sinn:

Sanasan


Sanasan