Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 આથી ઇઝરાયલનો ઇશ્વર યહોવા કહે છે, તારું કુળ તથા તારા પિતાનું કુળ મારી સમક્ષ સદા ચાલશે, એમ મેં કહેલું તે ખરું; પણ હવે યહોવા કહે છે કે, એ મારાથી દૂર રહો; કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું માન આપીશ, અને જેઓ મને તુચ્છ ગણે છે તેઓ હલકા ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

30 મેં ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ, ભૂતકાળમાં વચન આપ્યું હતું કે તમારું કુટુંબ અને કુળ મારા યજ્ઞકારો તરીકે હંમેશા મારી સેવા કરશે. પણ હવે હું પ્રભુ કહું છું કે હવેથી એમ થશે નહિ. એને બદલે, જેઓ મને માન આપે છે તેમને હું માન આપીશ. પણ જેઓ મને તુચ્છ ગણે છે તેમને હું પણ તુચ્છ ગણીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 માટે પ્રભુ, ઇઝરાયલના ઈશ્વર, કહે છે, ‘મેં વચન આપ્યું હતું કે તારું ઘર અને તારા પિતૃઓનું ઘર, સદા મારી સમક્ષ ચાલશે.’ પણ હવે ઈશ્વર કહે છે, ‘હું આવું કરીશ નહિ, કેમ કે જેઓ મને માન આપે છે તેઓને હું પણ માન આપીશ, પણ જેઓ મને તુચ્છકારે છે તેઓ હલકા ગણાશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

30 “ઇસ્રાએલના દેવે ભૂતકાળમાં એવું વચન આપ્યું હતું કે, તારુ કુટુંબ કાયમ માંટે માંરી સેવામાં રહેશે, પરંતુ તેવું કદી નહિ બને! લોકો મને માંન આપશે તો હું તેમને માંન આપીશ, પરંતુ લોકો જો માંરી અવજ્ઞા કરશે, તો હું એમની અવજ્ઞા કરીશ.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:30
39 Iomraidhean Croise  

માટે યહોવાએ સુલેમાનને કહ્યું, “તેં આ કૃત્ય કર્યું છે, ને મારો કરાર તથા મારા વિધિઓ જે મેં તને ફરમાવ્યાં હતા તે તેં પાળ્યા નથી, માટે જરૂર હું તારી પાસેથી રાજ્ય ખૂચવી લઈને તારા ચાકરને તે આપીશ.


એમ સુલેમાને અબ્યાથારને યહોવાના યાજકપદ પરથી બરતરફ કર્યો; જેથી શીલોમાં એલીના કુટુંબ વિષે જે વચન યહોવા બોલ્યા હતા તે તે પૂરું કરે.


તમારા સેવકને આપેલા માન વિષે તે તમને બીજું વધારે શું કહી શકે? કેમ કે તમે તેને ઓળખો છો.


તેથી તે આસાને મળવા ગયો, ને તેન કહ્યું, “આસા, અને સર્વ યહૂદા તથા બુન્યામીન, મારું સાંભળો; જ્યાં સુધી તમે યહોવાના પક્ષમાં રહેશો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે; જો તમે તેને શોધશો, તો તે તમને મળશે; પણ જો તમે તેમને તજી દેશો તો તે તમને તજી દેશે.


તેઓએ ઉઝિયા રાજાને અટકાવતાં તેને કહ્યું, “હે ઉઝિયા, યહોવાની આગળ ધૂપ બાળવો એ તમારું કામ નથી, પણ હારુનના જે દીકરાઓ ધૂપ બાળવા માટે અભિષિક્ત થયેલા છે, તે યાજકોનું છે. પવિત્રસ્થાનમાંથી બહાર નીકળો; કેમ કે તમે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે. આમા ઈશ્વર, યહોવા તરફથી તમને માન મળશે નહિ.”


યહોવાએ મને મારા ન્યાયીપણાનું ફળ આપ્યું; તેમણે મારા હાથની શુદ્ધતા પ્રમાણે મને પાછું વાળી આપ્યું છે.


શુદ્ધની સાથે તમે શુદ્ધ દેખાશો; પણ હઠીલાની સાથે તમે હઠીલા દેખાશો


જે ઉપકારસ્તુતિનાં અપર્ણ ચઢાવે છે તે મારો મહિમા [પ્રગટ] કરે છે; અને જે પોતાની વર્તણૂક [નિયમસર] રાખે છે, તેને હું ઈશ્વરનું તારણ દેખાડીશ.”


માણસ જાગે કે તરત જ તે જેમ સ્વપ્ન [હતું ન હતું થઈ જાય છે] , તેમ, હે પ્રભુ, તમે જાગીને તેઓની પ્રતિમાને તુચ્છ કરશો.


તેણે મારા પર પોતાનો પ્રેમ બેસાડ્યો છે માટે હું તેને બચાવીશ; તેણે મારું નામ જાણ્યું છે, માટે હું તેને ઊંચો કરીશ.


તે મને અરજ કરશે, એટલે હું તેને ઉત્તર આપીશ; હું સંકટસમયે તેની સાથે થઈશ; હું તેને છોડાવીને માન આપીશ.


અને હારુન તથા તેના દીકરાઓ જ્યારે મુલાકાતમંડપમાં જાય, અથવા પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે જ્યારે વેદીની પાસે આવે, ત્યારે તેઓ તે પહેરીને જાય; રખેને તેઓને માથે દોષ આવે ને તેઓ માર્યા જાય. તે તેને માટે તથા તેના પછીના તેના સંતાનને માટે સદાનો વિધિ થાય.


અને તું તેઓને, એટલે હારુનને તથા તેના દીકરાઓને, કમરબંધ તથા ફાળિયાં બાંધ. અને હંમેશના નિયમ તરીકે તેમને યાજકપદ મળે; અને તું હારુણે તથા તેના દીકરાઓને પ્રતિષ્ઠિત કર.


માણસ પોતાના જ્ઞાન પ્રમાણે વખાણ પામશે; પણ જે ભ્રષ્ટ અંત:કરણનો છે તે તુચ્છ ગણાશે.


તેનું સન્માન કર, અને તે તને ઉચ્ચ પદવીએ ચઢાવશે; તું તેને ભેટીશ, તો તે તને પ્રતિષ્ઠિત કરશે.


મારા પર પ્રેમ કરનારાઓ પર હું પ્રેમ રાખું છું; જેઓ ખંતથી મને શોધે છે તેઓને હું પ્રાપ્ત થઈશ.


વળી પ્રભુએ કહ્યું, “આ લોકો તો મારી પાસે આવે છે, ને પોતાના મોંથી તથા હોઠોથી મને માન આપે છે, પણ તેમણે પોતાનું હ્રદય મારાથી દૂર રાખ્યું છે, ને તેઓમાં મારી જે બીક છે તે [માત્ર] પાઠે કરેલી માણસની આજ્ઞા છે;


તેથી યહોવા કહે છે, જુઓ, હું શમાયા નેહેલામીને તથા તેના સંતાનને જોઈ લઈશ; તેના વંશમાંનો કોઈ પુરુષ આ પ્રજામાં વસવા પામશે નહિ, ને મારા લોકોનું હું જે હિત કરીશ તે તે જોવા પામશે નહિ. કેમ કે તે યહોવાની વિરુદ્ધ બંડ [નાં વચન] બોલ્યો છે, ” એવું યહોવા કહે છે.


કેમ કે, જુઓ, મેં તને પ્રજાઓમાં કનિષ્ઠ ને મનુષ્યોમાં તુચ્છ કર્યો છે,


પ્રભુ યહોવા કહે છે કે, જુઓ હું પાળકોની વિરુદ્ધ છું. હું મારા ઘેટાં વિષે તેમની પાસેથી હિસાબ લઈશ, ને મારા ઘેટાંને પાળવાનું કામ તેઓની પાસેથી લઈ લઈશ. ત્યાર પછી પાળકો પોતાનું પોષણ કરવા પામશે નહિ; અને હું મારા ઘેટાંને તેમના મોંમાંથી છોડાવીને તેઓને તેમનું ભક્ષ થવા દઈશ નહિ.


તે મુદતને અંતે મેં નબૂખાદનેસ્સારે મારી આંખો આકાશ તરફ ઊંચી કરી, એટલે મારી સમજશક્તિ મારામાં પાછી આવી, ને મેં સર્વોચ્ચ ઈશ્વરને ધન્યવાદ આપ્યો, અને જે સર્વકાળ જીવે છે તેમની મેં સ્તુતિ કરી ને તેમને માન આપ્યું, કેમ કે તેમનો અધિકાર સદાકાળનો અધિકાર, ને તેમનું રાજ્ય પેઢી દરપેઢીનું છે.


હે મારા નામનો તિરસ્કાર કરનાર યાજકો, સૈન્યોના [ઇશ્વર] યહોવા તમને પૂછે છે, ‘પુત્ર પોતાના પિતાને, ને ચાકર પોતાના ધણીને માન આપે છે. ત્યારે જો હું પિતા હોઉં, તો મારું સન્માન કયાં છે? અને જો હું ધણી હોઉં, તો મારો ડર ક્યાં છે?’ તમે પૂછો છો, ‘કઇ બાબતમાં અમે તમારા નામનું અપમાન કર્યું છે?’


જુઓ, હું તમારે લીધે તમારા હાથને નિર્બળ કરીશ, ને તમારાં મુખો પર છાણ, એટલે તમારા ય [નાં પશુઓ] નું છાણ, ચોપડીશ. અને તમને તેની સાથે બહાર કાઢી મૂકવામાં આવશે.


પણ એક આખા માસ સુધી તમે તે ખાશો, એટલે સુધી કે તે તમારાં નસકોરામાંથી [પાછું] નીકળશે, ને તમે તેથી કંટાળી જશો, કેમ કે યહોવા જે તમારી મધ્યે છે તેનો તમે નકાર કર્યો છે, ને તેની આગળ રડી રડીને કહ્યું છે કે, અમે મિસરમાંથી કેમ નીકળી આવ્યા?”


જે દેશમાં તમે વસો છો ને જેની મધ્યે હું રહું છું, તેને તમે ન વટાળો. કેમ કે હું યહોવા ઇઝરાયલી લોકોની મધ્યે રહું છું.”


જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું ત્યાં મારો સેવક પણ હશે. જો કોઈ મારી સેવા કરતો હોય, તો પિતા તેને માન આપશે.


કે, જેમ બધા પિતાને માન આપે છે, તેમ દીકરાને પણ માન આપે, દીકરાને જે માન નથી આપતો, તે તેના મોકલનાર પિતાને પણ માન નથી આપતો.


તમે એકબીજાથી માન પામો છો, પણ જે માન એકલા ઈશ્વરથી છે તે તમે શોધતા નથી, તો તમે વિશ્વાસ શી રીતે કરી શકો?


ઈસુએ ઉત્તર આપ્યો, “મારામાં અશુદ્ધ આત્મા નથી, પણ હું મારા પિતાને માન આપું છું, અને તમે મારું અપમાન કરો છો.


માટે તમે સમયની અગાઉ, એટલે પ્રભુ આવે ત્યાં સુધી, કંઈ નિર્ણય ન કરો. કેમ કે તે અંધકારમાં રહેલી ગુપ્ત વાતોને જાહેરમાં લાવશે, અને હ્રદયોની ધારણાઓ પણ પ્રગટ કરશે. અને તે સમયે દરેકનાં વખાણ ઈશ્વર તરફથી થશે.


જેથી તમારા વિશ્વાસની પરીક્ષા જે અગ્નિથી પરખાયેલા નાશવંત સોના કરતાં બહુ મૂલ્યવાન છે તે ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાને સમયે સ્તુતિ, માન તથા મહિમા યોગ્ય થાય:


પછી વૃક્ષોએ અંજીરીને કહ્યું, ‘તું આવીને અમારા પર રાજ કર.’


Lean sinn:

Sanasan


Sanasan