Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને મારો યાજક થવા, મારી વેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા, ને મારી આગળ ઝભ્ભો પહેરવા માટે મેં તને ઇઝરાયલનાં બધાં કુળોમાંથી પસંદ કર્યો હતો કે નહિ? તારા પિતાના કુળને ઇઝરાયલી લોકોનાં સર્વ હોમયજ્ઞો મેં આપ્યા હતા કે નહિ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 ઇઝરાયલનાં બધાં કુળોમાંથી મારા યજ્ઞકાર બનવા માટે, વેદી પર સેવા કરવા માટે, ધૂપ બાળવા માટે અને એફોદ પહેરીને મારી સેવામાં ઊભા રહેવા માટે મેં આરોનના કુટુંબની પસંદગી કરી. મેં તેમને વેદી પરના દહનબલિમાંથી હિસ્સો લેવાનો હક્ક આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 મેં તને ઇઝરાયલના સઘળાં કુળોમાંથી મારો યાજક થવા, મારો યજ્ઞવેદી પર યજ્ઞ કરવા, ધૂપ બાળવા, મારી આગળ એફોદ પહેરવા માટે પસંદ કર્યો હતો. શું મેં તારા પિતૃઓના ઘરનાઓને ઇઝરાયલ લોકોને સર્વ અગ્નિથી કરેલ અર્પણ યજ્ઞો આપ્યાં નહોતા?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 ઇસ્રાએલના બધા કુળોમાંથી મેઁ તમાંરા કુળને માંરા યાજકો તરીકે, અર્પણો અર્પણ કરવા માંટે, અને વેદી ઉપર ધૂપ બાળવા માંટે અને યાજકને પહેરવાનો ખાસ ઝભ્ભો પહેરવા માંટે પસંદ કર્યું. ઇસ્રાએલીઓ મને જે અર્પણો અર્પણ કરે છે તેમાંથી મેઁ તારા કુળસમૂહને માંસ લેવા દીધું.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:28
26 Iomraidhean Croise  

અને નાથાને દાઉદને કહ્યું, “તમે જ તે માણસ છો. ઇઝરાયલના ઈશ્વર યહોવા કહે છે, ‘મેં તને ઇઝરાયલ પર રાજા તરીકે અભિષિક્ત કર્યો, મેં તને શાઉલના હાથમાંથી છોડાવ્યો,


અને દાઉદ યહોવાની આગળ પોતાના બધા બળથી નાચતો હતો. અને દાઉદે શણનો એફોદ અંગે વીંટાળેલો હતો.


વળી ઇઝરાયલીઓમાંથી તું તારા ભાઈ હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેની સાથે તેના દીકરાઓને મારી આગળ યાજકપદ બજાવવાને માટે તારી પાસે બોલાવ, એટલે હારુનને તથા તેના દીકરાઓ નાદાબ, અબીહૂ, એલાઝાર તથા ઇથામારને બોલાવ.


અને તેઓએ જે વસ્‍ત્ર બનાવવાં તે આ:ઉરપત્ર તથા એફોદ તથા જામો તથા ચોકડાંવાળો ડગલો, પાઘડી તથા કમરબંધ. આવાં પવિત્ર વસ્‍ત્રો તેઓ તારા ભાઈ હારુનને માટે તથા તેના દીકરાઓને માટે બનાવે, એ માટે કે તે મારી આગળ યાજકપદ બજાવે.


અને હારુન તે પર સુગંધીદાર ધૂપ બાળે. રોજ સવારે જ્યારે તે બત્તીઓને સાફસૂફ કરે ત્યારે તે ધૂપ બાળે.


અને સાંજે જ્યારે હારુન બત્તીઓ સળગાવે ત્યારે તે ધૂપ બાળે. તમારામાં પેઢી દરપેઢી તે યહોવાની આગળ સદાના ધૂપ તરીકે થાય.


અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.


અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.


અને તેમાંથી જે બાકી રહે તે હારુન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગામાં ખમીર વગર ખાવું, મુલાકાતમંડપના આંગણામાં તેઓ તે ખાય.


અને તમારાં શાંત્યર્પણોના યજ્ઞમાંથી જમણું બાવડું ઉચ્છલીયાર્પણને માટે તમારે યાજકને આપવું.


એ વિષે યહોવાએ જે દિવસે તોનો અભિષેક થયો તે દિવસે એવી આજ્ઞા કરી કે, ઇઝરાયલી લોકો તેઓને તે આપે. તે વંશપરંપરા તેઓનુમ સદાનું દાપું છે.


અને તેણે કોરાને તથા તેની આખી ટોળીને કહ્યું, “કોણ તેના છે, ને કોણ પવિત્ર છે, ને કોને તે પોતાની રૂબરૂ બોલાવશે, તે યહોવા કાલે બતાવશે. જેને તે પસંદ કરશે તેને તે પોતાની રૂબરૂ બોલાવશે.


ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ યહોવા પ્રત્યે ચઢાવે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાર્પણ મેં તને તથા તારી સાથે તારા દિકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક્ક તરીકે આપ્યાં છે; તે સદાને માટે યહોવાની સમક્ષ તારે માટે તથા તારી સાથે તારા સંતાનને માટે લૂણનો કરાર છે.”


અને શીલોમાં યહોવાના યાજક એલીના દીકરા ફીનહાસના દીકરા ઈખાબોદના ભાઈ અહીટુબના દીકરા અહિયાએ એફોદ પહેરેલો હતો. અને યોનાથાન ગયેલો છે એ લોકો જાણતા નહોતા.


પણ શમુએલ બાલ્યાવસ્થામાં શણનો ઝભ્ભો પહેરીને યહોવાની હજૂરમાં સેવા કરતો હતો.


Lean sinn:

Sanasan


Sanasan