Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ના, મારા દીકરાઓ; જે હકીકત હું સાંભળું છું તે સારી નથી; તમે તો યહોવાના લોકો પાસે [તેમની આજ્ઞાનું] ઉલ્લંઘન કરાવો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 મારા પુત્રો, એ બધુ બંધ કરો. પ્રભુના લોકો તમારે વિશે આ જે બધું કહે છે એ ભયંકર વાત છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 ના, મારા દીકરાઓ; કેમ કે જે વાતો હું સાંભળું છું તે યોગ્ય નથી. તમે લોકો પાસે ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરાવો છો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 દીકરાઓ, આ બધું બંધ કરો. યહોવાના લોકો જે વાત કરે છે તે અતિ દુ:ખદ છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:24
16 Iomraidhean Croise  

તેણે યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કર્યું, તે પોતાના પિતાના માર્ગમાં તથા તેના જે પાપ વડે તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેમાં ચાલ્યો.


જે પાપ યરોબામે કર્યાં હતાં તથા જેથી તેણે ઇઝરાયલ પાસે પાપ કરાવ્યું હતું તેને લીધે, ને જે રોષ તેણે ઇઝરાયલના ઈશ્વર યહોવાને ચઢાવ્યો હતો તે રોષને લીધે [એમ થયું].


પણ યેહૂએ ઇઝરાયલના ઈશ્વર યહોવાના નિયમ પ્રમાણે પોતાના પૂરા હ્રદયથી ચાલવાની બિલકુલ કાળજી રાખી નહિ. યરોબામે પોતે જે પાપો કરીને ઇઝરાયલની પાસે પાપ કરાવ્યાં હતાં, તેવાં પાપ કરવાં તેણે ચાલુ રાખ્યાં.


અને મૂસાએ હારુનને કહ્યું, “આ લોકોએ તને શું કર્યું કે તું તેઓના પર આવું મોટું પાપ લાવ્યો છે?”


પણ તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણાઓને નિયમ [સમજવા] માં ઠોકર ખવડાવી છે. તમે લેવીના કરારનો ભંગ કર્યો છે, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


ઠોકરોને લીધે જગતને અફસોસ છે! ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે!


માટે, ભાઈઓ, તમે પોતાનામાંથી [પવિત્ર] આત્માથી તથા જ્ઞાનથી ભરપૂર એવા સાત પ્રતિષ્ઠિત માણસોને શોધી કાઢો કે, જેઓને અમે એ કામ પર નીમીએ.


માન તથા અપમાન વડે, અપકીર્તિ તથા સુકીર્તિ વડે; ઠગ [ગણાતા] છતાં ખરા [રહીને] ;


વળી તે નિંદાપાત્ર ન થાય, તથા શેતાનના ફાંદામાં ન ફસાય, માટે બહારના માણસોમાં એની શાખ સારી હોવાની જરૂર છે.


કેમ કે તેઓ ભ્રમણામાં પડયાં છે તેઓમાંથી જેઓ મુક્ત થવાની તૈયારીમાં છે તેઓને તેઓ ખાલી બડાઈની વાતો કહીને દૈહિક વિષયોથી તથા ભ્રષ્ટાચારથી મોહ પમાડે છે.


દેમેત્રિયસ વિષે સર્વ તેમ જ સત્ય પોતે સાક્ષી પૂરે છે, અને અમે પણ સાક્ષી પૂરીએ છીએ; અને અમારી સાક્ષી ખરી છે તે તું જાણે છે.


તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે, ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્‍ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓનાં નૈવેદ ખાવાને શીખવે છે તથા ભમાવે છે.


અને એ જુવાનોનું પાપ યહોવાની દષ્ટિમાં ઘણું મોટું હતું; કેમ કે એ માણસો યહોવાના અર્પણને ધિક્કારતા હતા.


હવે એલી ઘણો વૃદ્ધ થયો હતો. અને તેના દીકરા સર્વ ઇઝરાયલની સાથે જે વર્તણૂક ચલાવતા, ને મુલાકાતમંડપના દ્વાર આગળ કામ કરનારી સ્‍ત્રીઓની સાથે કેવી રીતે કુકર્મ કરતા, તે બધું તેણે સાંભળ્યું.


ત્યારે તેણે તેઓને કહ્યું, “તમે આવાં કામ કેમ કરો છો? કેમ કે આ સઘળા લોકો તરફથી તમારાં કુકર્મો વિષે હું સાંભળું છું.


Lean sinn:

Sanasan


Sanasan