Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:23 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 ત્યારે તેણે તેઓને કહ્યું, “તમે આવાં કામ કેમ કરો છો? કેમ કે આ સઘળા લોકો તરફથી તમારાં કુકર્મો વિષે હું સાંભળું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

23 તેથી તેણે તેમને કહ્યું, “તમે આ બધું શા માટે કરો છો? બધા લોકો મને તમારાં દુષ્ટ કાર્યો વિષે કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેણે દીકરાઓને કહ્યું, “તમે આવાં કૃત્યો કેમ કરો છો? કેમ કે આ સઘળા લોકો પાસેથી તમારાં દુષ્ટ કર્મો વિષે મને સાંભળવા મળે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

23 તેથી તેણે તેઓને કહ્યું, “તમે આવું દુષ્કૃત્ય શા માંટે કરો છો? તમે જે ખરાબ રીતે વતોર્ છો, બધા લોકો મને એમ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:23
9 Iomraidhean Croise  

અને “તેં એમ કેમ કર્યું, ” એવું કહીને તેના પિતાએ તેને કોઈ વખત નારાજ કર્યો નહતો. વળી તે ઘણો સુંદર હતો; અને અબ્શાલોમની પછી તે જનમ્યો હતો.


તેઓનો પક્ષપાત તેઓની વિરુદ્ધ સાક્ષી પૂરે છે! સદોમની જેમ તેઓ પોતાનું પાપ પ્રગટ કરે છે, તેઓ તેને સંતાડતા નથી. અફસોસ છે તેમને! કેમ કે તેઓએ પોતે પોતાનું ભૂંડું કર્યું છે.


તે માટે વરસાદ અટકાવવામાં આવ્યો છે, ને છેલ્લો વરસાદ પડયો નથી. પણ તને વેશ્યાનું કપાળ હતું, એટલે તેં તો છેક જ લાજ મૂકી દીધી!


તેઓએ ધિક્કારપાત્ર કર્મ કર્યું હતું, તે છતાં તેઓ શું શરમિંદા થયા? ના, તેઓ જરા પણ શરમિંદા થયા નહિ, વળી શરમ શું છે તે તેઓએ જાણ્યું જ નહિ; તે માટે તેઓ પડનારાઓ ભેગા પડશે. જ્યારે હું તેમને જોઈ લઈશ ત્યારે તેઓ ઠોકર ખાઈને પડી જશે, ” એમ યહોવા કહે છે.


સદગૃહસ્થો, તમે આવું કામ શા માટે કરો છો? અમે પણ તમારા જેવી પ્રકૃતિના માણસ છીએ, અને આ મિથ્યા વાતો તજી દઈને આકાશ, પૃથ્વી, સમુદ્ર તથા તેઓમાંનાં બધાંને ઉત્પન્‍ન કરનાર જીવતા ઈશ્વરની તરફ તમે ફરો, માટે અમે તમને સુવાર્તા પ્રગટ કરીએ છીએ.


તે જમીન પર પડી ગયો, અને તેની સાથે બોલતી એક વાણી તેણે સાંભળી, “શાઉલ, શાઉલ, તું મને કેમ સતાવે છે?”


વિનાશ તેઓનો અંત, ઉદર તેઓનો દેવ અને શરમમાં તેઓનું અભિમાન છે, તેઓ સાંસારિક વાતો પર ચિત્ત લગાડે છે.


હવે એલી ઘણો વૃદ્ધ થયો હતો. અને તેના દીકરા સર્વ ઇઝરાયલની સાથે જે વર્તણૂક ચલાવતા, ને મુલાકાતમંડપના દ્વાર આગળ કામ કરનારી સ્‍ત્રીઓની સાથે કેવી રીતે કુકર્મ કરતા, તે બધું તેણે સાંભળ્યું.


ના, મારા દીકરાઓ; જે હકીકત હું સાંભળું છું તે સારી નથી; તમે તો યહોવાના લોકો પાસે [તેમની આજ્ઞાનું] ઉલ્લંઘન કરાવો છો.


Lean sinn:

Sanasan


Sanasan