૧ શમુએલ 2:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 જો તે માણસ તેને એમ કહેતો, “તેઓ જરૂર હમણાં જ ચરબીનું દહન કરી નાખશે, અને પછી તારું દિલ ચાહે એટલું લઈ જજે;” તો તે કહેતો, “ના, પણ તું મને હમણાં જ તે આપ; નહિ તો હું બળાત્કારે તે લઈશ.” Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.16 જો માણસ એમ કહે કે, “પ્રથમ ચરબીનું દહન થવા દે અને પછી તારે જેટલું જોઈએ તેટલું લઈ જજે.” ત્યારે યજ્ઞકારનો નોકર કહેતો, “ના, ના, મને તો હમણાં આપી દે. જો તું નહિ આપે તો મારે તે બળજબરીથી લઈ લેવું પડશે.” Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 જો તે માણસ તેને એવું કહે, “તેઓને પહેલાં ચરબીનું દહન કરી દેવા દે, પછી તારે જોઈએ તેટલું માંસ લઈ જજે.” તો તે કહેતો કે, “ના, તું મને હમણાં જ આપ; જો નહિ આપે તો હું જબરદસ્તીથી લઈ લઈશ.” Faic an caibideilપવિત્ર બાઈબલ16 જો બલિદાન અર્પણ કરનાર એમ કહે: “તારે જેટલું જોઈએ તેટલું લઈ જા, પણ ચરબીનું દહન થઈ જવા દે.” તો તે કહેતો, “ના, તે નહિ ચાલે, મને અત્યારે જ આપ; તું જો મને નહિ આપે તો હું બળજબરીથી લઈ જઈશ.” Faic an caibideil |