Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 2:1 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને હાન્‍નાએ પ્રાર્થના કરતાં કહ્યું, “મારું અંત:કરણ યહોવામાં ઉલ્લાસ કરે છે, મારું શિંગ યહોવામાં ઊંચું કરાયું છે; મારું મુખ મારા શત્રુઓ સામે છૂટું થયું છે; કેમ કે હું તારા તારણમાં હરખાઉં છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

1 હાન્‍નાએ પ્રાર્થના કરી: “પ્રભુએ મારું હૃદય આનંદથી ભરી દીધું છે, તેમણે મારી પ્રતિષ્ઠા વધારી છે. મારા શત્રુઓ સામે મારું મોં મલક્ય છે; પ્રભુએ મારી મદદ કરી હોવાથી હું આનંદિત છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 હાન્નાએ પ્રાર્થના કરતાં કહ્યું કે, “મારું હૃદય ઈશ્વરમાં આનંદ કરે છે; મારું શિંગ ઈશ્વરમાં ઊંચું કરાયું છે; મારું મુખ મારા શત્રુઓ સામે હિંમતથી બોલે છે, કેમ કે હું તમારા ઉદ્ધારમાં આનંદ કરું છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

1 પછી હાન્નાએ આ મુજબ દેવને પ્રાર્થના કરી: “યહોવા તમે માંરું હૃદય આનંદથી ભરી દીધું છે. હું માંરા દેવમાં બહું વિશ્વાસ કરું છું અને હવે માંરા શત્રુઓને હું જવાબ આપીશ. દેવે મને મદદ કરીને માંરી મુશ્કેલી દૂર કરી છે. એથી હું તમાંરા તારણમાં અતિ આનંદમાં છું.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 2:1
37 Iomraidhean Croise  

પછી યહૂદિયા તથા યરુશાલેમના તમામ પુરુષો આનંદભેર યરુશાલેમ પાછા આવ્યા. યહોશાફાટ તેમને મોખરે [ચાલતો] હતો. કેમ કે યહોવાએ તેમના શત્રુઓનો [પરાજય કરીને] તેઓને હર્ષ પમાડ્યો હતો.


અને પ્રાર્થના તથા આભારસ્તુતિનો આરંભ કરવામાં આસાફના પુત્ર ઝબ્દીના પુત્ર મીખાનો પુત્ર માત્તાન્યા મુખ્ય હતો, ને બાકબુક્યા પોતાના ભાઈઓમાં બીજો હતો; તથા યદૂથૂનના પુત્ર ગાલાલના પુત્ર શામ્મૂઆનો પુ્ત્ર આબ્દા હતો.


મેં મારા શરીર પર ટાટ સીવ્યું છે, અને મારું શિંગ ધૂળમાં રગદોળ્યું છે.


યહોવા મારું સામર્થ્ય તથા મારું ગીત છે; તે મારું તારણ થયા છે.


પરંતુ મેં તમારી કૃપા પર ભરોસો રાખ્યો છે; તમારા તારણમાં મારું હ્રદય હર્ષ પામશે.


વળી તેમણે પોતાના લોકોનું શિંગ, અને પોતાના બધા સંતોની સ્તુતિ ઊંચી કરી છે; અને જે તેમની પાસે રહેનાર ઇઝરાયલ લોકો છે [તેમને તેમણે ઊંચા કર્યા છે]. યહોવાની સ્તુતિ કરો.


યહોવા મારા ખડક, મારો કિલ્લો તથા મારા બચાવનાર છે; મારા ઈશ્વર, મારા ગઢ, તે પર હું ભરોસો રાખીશ. તે મારું બખતર, મારા તારણનું શિંગ અને મારો ઊંચો બુરજ છે.


તારા તારણમાં અમે આનંદ માનીશું, આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તારી સર્વ અરજો સ્વીકારો.


તમે તેના હ્રદયની ઇચ્છા પ્રમાણે તેને આપ્યું છે, અને તેના હોઠની અરજીનો નકાર તમે કર્યો નથી. (સેલાહ)


મારો આત્મા યહોવામાં ઉત્સાહ કરશે, તે તેમના તારણમાં હર્ષ પામશે.


હે પ્રભુ, તમે મારા હોઠ ઉઘાડો; એટલે મારું મુખ તમારી સ્તુતિ પ્રગટ કરશે.


મારું મુખ તમારા સ્તવનથી ભરપૂર થશે, અને આખો દિવસ તમારા ગૌરવની વાતોથી ભરપૂર થશે.


હું દુષ્ટોનાં સર્વ શિંગ કાપી નાખીશ; પણ ન્યાયીઓનાં શિંગો ઊંચાં કરવામાં આવશે.


તમે તેઓના સામર્થ્યનો મહિમા છો; તમારી પ્રસન્નતાથી અમારું શિંગ ઊંચું કરવામાં આવશે.


અમારી ઢાલ તો યહોવા છે; ઇઝરાયલના પવિત્ર અમારા રાજા છે.


પણ તેની સાથે મારું વિશ્વાસુપણું તથા મારી કૃપા ચાલુ રહેશે; મારે નામે તેનું શિંગ ઊંચું કરવામાં આવશે.


સિયોનની દીકરીના દરવાજાઓમાં હું તમારાં પૂરેપૂરાં વખાણ કરું; હું તમારા તારણમાં હર્ષ પામીશ.


પણ તમે મારું શિંગ જંગલી ગોધા [ના શિંગ] જેટલું ઊંચું કર્યું છે; મને તાજું તેલ ચોળવામાં આવ્યું છે.


તે પ્રસંગે મૂસાએ તથા ઇઝરાયલના લોકોએ યહોવાની આગળ નવું ગીત ગાયું, એટલે કે, “હું યહોવાની આગળ ગાયન કરીશ, કેમ કે તેમણે મહાફતેહ મેળવી છે; તેમણે ઘોડાને તથા તેના સવારને સમુદ્રમાં ફેંકી દીધા છે.


અને મરિયમે તેઓને પ્રત્યુત્તર આપ્યો, “યહોવાની આગળ ગાયન કરો, કેમ કે તેમણે મહિમાવાન ફતેહ મેળવી છે; તેમણે ઘોડા તથા તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.”


હબાકુક પ્રબોધકની પ્રાર્થના, રાગ શિગ્યોનોથ.


તોપણ હું યહોવામાં હર્ષ પામીશ, હું મારા મોક્ષદાતા ઈશ્વરમાં આનંદ કરીશ.


જગતના આરંભથી થતા આવેલા પવિત્ર પ્રબોધકોનાં મોંથી તેમણે જે કહ્યું હતું તે પ્રમાણે,


એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેમને આશરે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.


તેનો પ્રથમ જન્મેલો ગૌરવવાન બળદના જેવો છે, તેનાં શિંગડાં રાની બળદનાં શિંગડાં જેવાં છે; તેઓ વડે પૃથ્વીની સીમા સુધીના સર્વ લોકોને તે માથાં મારશે, તેના જેવા એફ્રાઈમના દશ હજારો, અને મનાશ્શાના હજારો છે.”


કેમ કે આપણે ઈશ્વરના આત્માથી સેવા કરનારા તથા ખ્રિસ્ત ઈસુમાં અભિમાન કરનારા તથા દેહ પર ભરોસો ન રાખનારા, [ખરા] સુન્‍નતી છીએ.


પ્રભુમાં સદા આનંદ કરો, હું ફરીથી કહું છું કે, આનંદ કરો.


કશાની ચિંતા ન કરો, પણ દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભારસ્તુતિસહિત તમારી અરજો ઈશ્વરને જણાવો.


તેમને ન જોયા છતાં પણ તમે તેમના પર પ્રેમ રાખો છો. હમણાં જો કે તમે તેમને જોતા નથી, તોપણ તેમના પર વિશ્વાસ રાખો છો. તમે તેમનામાં અવાચ્ય તથા મહિમાથી ભરપૂર આનંદથી હરખાઓ છો.


ઓ આકાશ, સંતો, પ્રેરિતો તથા પ્રબોધકો, તેને લીધે આનંદ કરો; કેમ કે ઈશ્વરે તેની પાસેથી તમારો બદલો લીધો છે.”


યહોવાએ તેનું ગર્ભસ્થાન બંધ કરી દીધું હતું માટે તેને ખીજવવા માટે તેની શોક તેની બહુ ચીડવતી હતી.


જ્યારે તે યહોવાના મંદિરમાં જતી, ત્યારે વરસોવરસ તે [નો પતિ] એમ કરતો, માટે તે તેને ચીડવતી હતી; તેથી તે રડતી, ને ખાતી નહિ.


Lean sinn:

Sanasan


Sanasan