Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 19:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને શાઉલે દાઉદને ભાલો મારીને તેને ભીંત સાથે ચોંટાડી દેવાનો પ્રયત્ન કર્યો, પણ શાઉલની હજૂરમાંથી તે છટકી ગયો, ને તેનો મારેલો ભાલો ભીતમાં ચોંટી ગયો. દાઉદ નાસીને તે રાતે બચી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 શાઉલે ભાલા વડે દાવિદને ભીંત સાથે જડી દેવા પ્રયત્ન કર્યો પણ દાવિદ હટી ગયો અને ભાલો ભીંતમાં જડાઈ ગયો. દાવિદ નાસી છૂટયો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 શાઉલે દાઉદને ભાલો મારીને તેને ભીંતે સાથે જડી દેવાનો પ્રયત્ન કર્યો, પણ તે શાઉલની પાસેથી છટકી ગયો, તેથી તેને મારેલો ભાલો ભીંતમા ઘૂસી ગયો. દાઉદ નાસીને તે રાતે બચી ગયો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અને શાઉલે દાઉદને પોતાના ભાલા વડે ભીંત સૅંથે જડી દેવાનો પ્રયત્ન કર્યો; પણ દાઉદે ઘા ચુકાવ્યો અને શાઉલનો ભાલો ભીંતમાં પેસી ગયો; એ રાત્રે દાઉદ ત્યાંથી ભાગી ગયો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 19:10
20 Iomraidhean Croise  

જેમ પારધીની જાળમાંથી પક્ષી સટકી જાય છે તેમ અમારા જીવ બચી ગયા છે; જાળ તો તૂટી ગઈ છે, અને અમે બચી ગયા છે;


તેમણે મારા બળવાન શત્રુથી અને મારા દ્વેષીઓથી મને બચાવ્યો, કેમ કે તેઓ મારા કરતાં જોરાવર હતા.


ન્યાયી માણસને માથે ઘણાં દુ:ખ આવે છે; પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે.


દુષ્ટ ન્યાયીને તાકી રહે છે, અને તેને મારી નાખવાને લાગ શોધે છે.


કેમ કે તેમના પગ દુષ્ટતા [કરવા] માટે દોડે છે, તેઓ લોહી વહેવડાવવા માટે ઉતાવળ કરે છે.


યહોવાની વિરુદ્ધ ચાલે એવું કોઈ પણ જ્ઞાન, બુદ્ધિ કે મસલત નથી.


તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલુમ કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરુદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાના સેનકોનો વારસો છે, તેમનું ન્યાયીપણું મારાથી છે, ” એમ યહોવા કહે છે.


હે એફ્રાઈમ, હું તને શું કરું? હે યહૂદિયા, હું તને શું કરું? કેમ કે તમારી ભલાઈ સવારના વાદળના જેવી, ને જલદીથી ઊડી જનાર ઝાકળના જેવી છે.


અને જ્યારે તેઓ એક નગરમાં તમારી પાછળ પડે ત્યારે તમે બીજે નાસી જાઓ, કેમ કે હું તમને ખચીત કહું છું કે માણસનો દીકરો આવે ત્યાં સુધી ઇઝરાયલના સઘળાં નગરોમાં તમે ફરી વળશો નહિ.


પણ તે તેઓની વચમાં થઈને ચાલ્યા ગયા.


[ત્યારે] તેઓએ ફરીથી તેમને પકડવાનો પ્રયત્ન કર્યો, પણ તે તેઓના હાથમાંથી નીકળી ગયા.


અગ્નિનું બળ નિરર્થક કર્યું, તેઓ તરવારની ધારથી બચ્યા, નિર્બળતામાંથી સબળ થયા, લડાઈમાં પરાક્રમી થયા અને વિદેશીઓની ફોજોને નસાડી દીધી.


અને બીજા દિવસે એમ થયું કે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોસભેર આવ્યો, અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. અને દાઉદ પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો, અને શાઉલના હાથમાં ભાલો હતો.


અને શાઉલે ભાલો ફેંક્યો, કેમ કે તેણે કહ્યું, “હું દાઉદને મારીને ભીંત સાથે ચોંટાડી દઈશ.” અને દાઉદ તેની આગળથી બે વખત બચી ગયો.


અને શાઉલે યોનાથાનનું કહેવું સાંભળ્યું, ત્યારે શાઉલે જીવતા યહોવાના સોગન ખાઈને કહ્યું, “તે માર્યો જશે નહિ.”


એથી શાઉલે તેને મારવા માટે પોતાનો ભાલો તેની તરફ ફેંક્યો. તે પરથી યોનાથાને જાણ્યું કે, ‘મારા પિતાએ દાઉદને મારી નાખવાનો નિશ્ચય કર્યો છે.’


Lean sinn:

Sanasan


Sanasan