Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 18:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 અને દાઉદ પલિસ્તીઓનો સંહાર કરીને પાછો ફર્યો ત્યાર પછી તેઓ આવતા હતા, ત્યારે એમ બન્યું કે ઇઝરાયલનાં સર્વ નગરોમાંથી સ્‍ત્રીઓ ડફ તથા વાજિંત્રો લઈને આનંદથી ગાતી ગાતી તથા નાચતી નાચતી શાઉલને મળવા નીકળી આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 દાવિદ પલિસ્તી ગોલ્યાથને મારીને પાછો ફર્યો તે પછી સૈનિકો પોતાને ઘેર પાછા આવતા હતા ત્યારે ઇઝરાયલનાં બધાં નગરોમાંથી સ્ત્રીઓ શાઉલને મળવાને આવી. તેઓ આનંદનાં ગીતો ગાતાં ગાતાં નાચતી હતી અને ખંજરી તથા વાંજિત્રો વગાડતી હતી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 જયારે દાઉદ પલિસ્તીઓને હરાવ્યા પછી તેઓ પાછા આવતા હતા ત્યારે ઇઝરાયલનાં સર્વ નગરોમાંથી સ્ત્રીઓ ગાતી તથા નાચતી, ખંજરી સાથે, આનંદથી, સંગીતનાં વાજિંત્રો વગાડતા શાઉલને મળવા માટે બહાર આવી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 દાઉદે ગોલ્યાથને માંર્યા પછી વિજયી ઇસ્રાએલી સૈન્ય પાછું ફરતું હતું ત્યારે રસ્તે આવતાં ઇસ્રાએલનાં બધાંજ શહેરોની સ્ત્રીઓ રાજા શાઉલને વધાવવા ખંજરી અને વીણા વગાડતી વગાડતી નાચતી અને આનંદનાં ગીતો ગાતી બહાર આવતી.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 18:6
11 Iomraidhean Croise  

ગાથમાં એ કહેતા ના, આશ્કલોનની શેરીઓમાં એ પ્રગટ કરતા ના; રખેને પલિસ્તીઓની દીકરીઓ હરખાય, રખેને બેસુન્‍નતીઓની દીકરીઓ જ્યજ્યકાર કરે.


અને દાઉદ તથા ઇઝરાયલના આખા ઘરના [લોકો] દેવદારના લાકડાનાં સર્વ પ્રકારના [વાજિંત્રો] , અને વીણા, સિતાર, ખંજરી, કરતાલ તથા મંજીરાં યહોવાની આગળ વગાડતા હતા.


તેઓ તેમના નામની સ્‍તુતિ નૃત્યસહિત કરો; ડફ તથા વીણાથી તેમનાં સ્તોત્ર ગાઓ.


પ્રભુ હુકમ આપે છે, અને ખબર કહેનારી સ્ત્રીઓનું તો મોટું ટોળું છે:


આગળ ગાયકો ચાલતાં હતા, પછવાડે વાજાં વગાડનારા ચાલતા હતા. અને તેઓની વચમાં ડફ વગાડનારી કન્યાઓ ચાલતી હતી.


અને હારુનની બહેન મરિયમ પ્રબોધિકાએ પોતાના હાથમાં એક ડફ લીધું; અને સર્વ સ્‍ત્રીઓ ડફ વગાડતાં ને નાચતાં નાચતાં તેની પાછળ ચાલી.


અને મરિયમે તેઓને પ્રત્યુત્તર આપ્યો, “યહોવાની આગળ ગાયન કરો, કેમ કે તેમણે મહિમાવાન ફતેહ મેળવી છે; તેમણે ઘોડા તથા તેના સવારોને સમુદ્રમાં ફેંકી દીધા છે.”


યહોવા જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો હરેક ફટકો ડફ તથા વીણા [ના સૂર] સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે.


પછી યિફતા પોતાને ઘેર મિસ્પામાં પાછો આવ્યો, ત્યારે જુઓ, તેની દીકરી ડફ લઈને નૃત્ય કરતી કરતી તેને મળવા બહાર આવી. તે તેની એકનીએક દીકરી હતી. તે વિના તેને દીકરો કે દીકરી કંઈ ન હતું.


જ્યાં કહીં શાઉલ દાઉદને મોકલતો હતો ત્યાં તે ચાલ્યો જતો, ને ડહાપણથી વર્તતો. શાઉલે તેને લડવૈયા માણસો પર સરદાર નીમ્યો, અને એ સર્વ લોકોની દષ્ટિમાં તેમજ શાઉલના દરબારીઓની દષ્ટિમાં પણ સારું લાગ્યું.


Lean sinn:

Sanasan


Sanasan