Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 18:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને બીજા દિવસે એમ થયું કે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોસભેર આવ્યો, અને તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. અને દાઉદ પોતાના હાથથી વાજિંત્ર વગાડતો હતો, અને શાઉલના હાથમાં ભાલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 બીજે દિવસે ઈશ્વરે મોકલેલા દુષ્ટાત્માએ શાઉલનો કબજો લીધો અને તે પોતાના ઘરમાં પાગલની જેમ બકવાસ કરવા લાગ્યો. દરરોજની માફક દાવિદ વીણા વગાડતો હતો અને શાઉલના હાથમાં ભાલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 બીજે દિવસે ઈશ્વર તરફથી એક દુષ્ટ આત્મા શાઉલ પર જોશભેર આવ્યો, તે ઘરમાં બકવાટ કરવા લાગ્યો. તેથી દાઉદ પોતાના નિત્યના ક્રમ મુજબ વાજિંત્ર વગાડતો હતો. તે વખતે શાઉલના હાથમાં પોતાનો ભાલો હતો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 અને બીજે દિવસે દેવ તરફથી એક દુષ્ટાત્માંએ શાઉલને વશમાં કર્યો, તેણે શાઉલનો કબજો લીધો અને તે ગાંડા જેવો થઈ ગયો, અગાઉની જેમ દાઉદ વીણા વગાડીને તેને શાંત પાડવા લાગ્યો, પણ શાઉલ તો પોતાના હાથમાં ભાલો ફેરવતો હતો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 18:10
17 Iomraidhean Croise  

બપોર થઈ ગયા પછી એમ થયું કે સાંજનું અર્પણ ચઢાવવાના સમય સુધી તેઓએ પ્રબોધ કર્યો. પણ કંઈ વાણી થઈ નહિ, તેમ જ ઉત્તર આપનાર કે ગણકારનાર કોઈ ન હતું.


અને સર્વ પ્રબોધકોએ એવો જ પ્રબોધ કર્યો, “રામોદ-ગિલ્યાદ પર ચઢાઇ કરીને ફતેહ મેળવ; કેમ કે યહોવા રામોદ-ગિલ્યાદને રાજાના હાથમાં સોંપશે.”


વળી સર્વ લોકોની આગળ તેણે કહ્યું, “યહોવા કહે છે કે, આ પ્રમાણે બે વરસ પૂરાં થયા પહેલાં હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારની ઝૂંસરી સર્વ પ્રજાઓની ગરદન પરથી ભાંગી નાખીશ.” પછી યર્મિયા પ્રબોધક પોતાના માર્ગે ચાલ્યો ગયો.


અમે પ્રાર્થનાસ્થાને જતા હતા, ત્યારે એક જુવાન દાસી અમને મળી, તેને અગમસૂચક આત્મા વળગ્યો હતો, અને તે ભવિષ્યકથન કરીને પોતાના માલિકોને ઘણો લાભ કરતી હતી.


જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો નહિ, પણ અધર્મમાં આનંદ માન્યો, તે સર્વને દોષિત ઠરાવવાને માટે


પછી તેણે કહ્યું. “સામસૂન, પલિસ્તીઓ તારા પર ચઢી આવ્યા છે.” અને ઊંઘમાંથી જાગીને તેણે કહ્યું, “હું અગાઉની જેમ બહાર નીકળીને મારું શરીર ખંખેરીશ.” પણ તે જાણતો નહોતો કે યહોવા તેની પાસેથી જતા રહ્યા છે.”


અને ઈશ્વર તરફથી દુષ્ટ આત્મા શાઉલ પર આવતો, ત્યારે એમ થતું કે દાઉદ વીણા લઈને વગાડતો; તેથી શાઉલ સાજોતાજો થઈ જતો, ને તે દુષ્ટ આત્મા તેની પાસેથી જતો રહેતો.


તે દિવસથી શાઉલે દાઉદને નજરમાં રાખ્યો.


અને શાઉલે દાઉદને ભાલો મારીને તેને ભીંત સાથે ચોંટાડી દેવાનો પ્રયત્ન કર્યો, પણ શાઉલની હજૂરમાંથી તે છટકી ગયો, ને તેનો મારેલો ભાલો ભીતમાં ચોંટી ગયો. દાઉદ નાસીને તે રાતે બચી ગયો.


પછી યોનાથાને દાઉદને બોલાવ્યો, ને યોનાથાને તેને એ સર્વ બાબતોથી વાકેફ કર્યો. પછી યોનાથાન દાઉદને શાઉલ પાસે લાવ્યો, ને તે આગળની માફક તેની હજૂરમાં રહ્યો.


અને શાઉલ પોતાના હાથમાં પોતાનો ભાલો લઈને પોતાના ઘરમાં બેઠો હતો. તે અરસામાં તેના પર યહોવા તરફથી દુષ્ટ આત્મા આવ્યો. એ વખતે દાઉદ [વાજિંત્ર] વગાડતો હતો.


તો હવે, મારા મુરબ્બી રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં, જો મારી વિરુદ્ધ તમને ઉશ્કેરનાર તે યહોવા હોય, તો તે એક અર્પણનો અંગીકાર કરો, પણ જો તે મનુષ્યપુત્રો હોય, તો તે યહોવાની આગળ શાપિત થાઓ; કેમ કે જા, અન્ય દેવોની સેવા કર, એમ કહીને, હું યહોવાના વતનનો ભાગીદાર ન રહું એ મતલબથી તેઓએ મને આજે હાંકી કાઢ્યો છે,


Lean sinn:

Sanasan


Sanasan