Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 17:44 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

44 અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “તું મારી પાસે આવ, એટલે હું તારું માંસ વાયુચર પક્ષીઓને તથા વનચર પશુઓને આપું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

44 તેણે દાવિદને પડકાર ફેંકયો, “ચાલ, આવી જા, હું તારું શરીર માંસાહારી પશુઓને અને પક્ષીઓને ખાવા માટે આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

44 તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “મારી પાસે આવ અને હું તારું માંસ આકાશના પક્ષીઓને તથા વનચર પશુઓને આપું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

44 તેણે દાઉદને કહ્યું, “માંરી નજીક આવ, હું તારું માંસ આકાશનાં પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને આપીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 17:44
12 Iomraidhean Croise  

આયાની દીકરી રિસ્પાએ તાટ લઈને, કાપણીના આરંભથી તેઓ પર આકાશથી પાણી પડ્યું ત્યાં સુધી, પોતાને માટે ખડક પર તે પાથર્યું. અને તેણે દિવસે વાયુચર પક્ષીઓને કે, રાત્રે વનચર પશુઓને તેઓ [નાં મુડદાં] પર આવવા દીધાં નહિ.


માણસનું હ્રદય ગર્વિષ્ઠ થયા પછી નાશ આવે છે, પહેલી દીનતા છે, પછી માન છે.


હું તેઓના શત્રુઓના હાથમાં તથા તેઓનો જીવ શોધનારાના હાથમાં સોંપી દઈશ; અને આકાશનાં પક્ષીઓ તથા ભૂમિનાં જાનવરો તેઓનાં મુડદાં ખાઈ જશે.


યહોવા કહે છે, “જ્ઞાની પોતાના જ્ઞાન વિષે અભિમાન ન કરે, તેમ જ બળવાન પોતાના બળ વિષે અભિમાન ન કરે. વળી ધનવાન પોતાના ધન વિષે અભિમાન ન કરે.


“હે મનુષ્યપુત્ર, તૂરના હાકેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તારું મન ઉન્મત્ત થયું છે, ને તેં કહ્યું છે, ‘હું ઈશ્વર છું, હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસનમાં બેઠેલો છું.’ જો કે તેં તારા મનને ઈશ્વરના મનને દરજ્જે બેસાડ્યું છે, તો પણ તું મનુષ્ય જ છે, ને ઈશ્વર નહિ.સ


પછી મેં એક દૂતને સૂર્યમાં ઊભો રહેલો જોયો. તેણે અંતરિક્ષમાં ઊડનારાં સર્વ પક્ષીઓને મોટે સાદે હાંક મારી, “તમે આવો, અને ઈશ્વરના મોટા જમણને માટે એકત્ર થાઓ;


અને લશ્કરના માણસોએ યોનાથાનને તથા તેના શસ્‍ત્રવાહકને ઉત્તર આપ્યો, “અમારી પાસે આવો, એટલે અમે તમને કંઈક બતાવીએ.” યોનાથાને પોતાના શસ્‍ત્રવાહકને કહ્યું, “મારી પાછળ ઉપર આવ; કેમ કે યહોવાએ તેઓને ઇઝરાયલના હાથમાં સોંપી દીધા છે.”


આજે યહોવા તને મારા હાથમાં સોંપશે; અને હું તને મારીશ, ને તારું માથું તારા [ઘડ] થી જુદું કરીશ. અને આજે પલિસ્તીઓના સૈન્યનાં મુડદાં હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરનાં રાની પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે કે ઇઝરાયલમાં ઈશ્વર છે.


Lean sinn:

Sanasan


Sanasan