Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 17:43 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

43 અને તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “શું હું કૂતરો છું કે લાકડી લઈને મારી સામે આવે છે?” અને તે પલિસ્તીએ પોતાના દેવોને નામે દાઉદને શાપ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

43 તેણે દાવિદને કહ્યું, “એ લાકડી શાને માટે છે? તું મને કૂતરો ધારે છે?” અને તે પોતાના દેવોને નામે દાવિદ પર શાપ વરસાવા લાગ્યો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

43 પછી તે પલિસ્તીએ દાઉદને કહ્યું, “શું હું કૂતરો છું કે, તું લાકડીઓ લઈને મારી સામે આવ્યો છે?” અને તે પલિસ્તીએ પોતાના દેવોના નામે દાઉદને શાપ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

43 તેણે દાઉદને કહ્યું, “હું તે કંઈ કૂતરો છું કે તું માંરી સામે લાકડી લઈને આવ્યો છે?” તેણે પોતાના દેવોના નામે દાઉદને શાપ આપ્યો.

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 17:43
14 Iomraidhean Croise  

લોકો તારી સેવા કરો, ને દેશજાતિઓ તારી આગળ નમો; તારા ભાઈઓનો ધણી થા, ને તારી માના દિકરા તારી આગળ નમો; જે હરેક તને શાપ આપે તે શાપિત થાય, ને જે તને આશીર્વાદ આપે તે આશીર્વાદ પામે.”


દાઉદ રાજા બાહુરીમ પહોંચ્યો, ત્યારે જુઓ, શિમઈ નામનો એક માણસ, જે ગેરાનો દિકરો હતો, ને જે શાઉલનાં સગાંમાંનો હતો તે અંદરથી નીકળ્યો. તે શાપ આપતો આપતો સામો આવ્યો.


ત્યારે સરુયાના દિકરા અબિશાયે રાજાને કહ્યું, “આ મૂએલો કૂતરો મારા મુરબ્બી રાજાને શા માટે શાપ આપે? કૃપા કરીને મને જવા દો કે, હું તેનું માથું કાપી નાખું.”


ત્યારે આબ્નેરે ઈશ-બોશેથનાં વચનોથી બહુ ગુસ્સે થઈને કહ્યું, “શું હું યહૂદાના કૂતરાનું માથું છું? આજે તારા પિતા શાઉલના કુટુંબ પર, તેના ભાઈઓ પર, તથા તેના મિત્રો પર કૃપા કરીને મેં તને દાઉદના હાથમાં સોંપી દીધો નથી, તે છતાં આજે આ સ્‍ત્રી વિષે તું મારા પર દોષ મૂકે છે?


તેણે નમસ્કાર કરીને કહ્યું, “તમારો દાસ કોણ કે, મારા સરખા મૂએલા કૂતરા પર તમે રહેમનજર રાખો?”


અને બેન-હદાદે [ફરીથી] આહાબ પાસે માણસ મોકલીને કહાવ્યું, “જો મારી સાથે આવેલા બધા લોકને ભાગે સમરુનની મુઠ્ઠી મુઠ્ઠી મટોડી પણ આવે, તો દેવતાઓ મને એવું ને એથી પણ વધારે વિતાડો.”


પણ હઝાએલે કહ્યું, “તારો સેવક ફક્ત એક કૂતરા તુલ્ય છે, તે કોણ માત્ર કે તે એવું મહાન કાર્ય કરે?” એલિશાએ ઉત્તર આપ્યો, “યહોવાએ મને જણાવ્યું છે કે તું અરામનો રાજા થશે.”


જેમ ભટકતી ચકલી, અથવા જેમ ઊડતું અબાબીલ પક્ષી છે, તેમ વિનાકારણ આપેલો શાપ [કોઈને માથે] ઊતરતો નથી.


તો હવે કૃપા કરીને આવ, આ લોકને મારે અર્થે શાપ આપ! કેમ કે તેઓ મારા કરતાં બળવાન છે. કદાચ હુમ તેઓને હારવીને તેઓને એવી રીતે મારું કે હું તેઓને દેશમાંથી હાંકી કાઢી શકું; કેમ કે હું જાણું છું કે જેને તું આશીર્વાદ આપે છે તે આશીર્વાદિત થાય છે, ને જેને તું શાપ આપે છે તે શાપિત થાય છે.”


અને તેઓ સીમમાં ગયા, ને પોતાની દ્રાક્ષાવાડીઓ વેડી, ને તેને નિચોવીને મિજબાની કરી, ને પોતાના દેવના મંદિરમાં જઈને ખાઈપીને, અબીમેલેખને શાપ આપ્યો.


અને લશ્કરના માણસોએ યોનાથાનને તથા તેના શસ્‍ત્રવાહકને ઉત્તર આપ્યો, “અમારી પાસે આવો, એટલે અમે તમને કંઈક બતાવીએ.” યોનાથાને પોતાના શસ્‍ત્રવાહકને કહ્યું, “મારી પાછળ ઉપર આવ; કેમ કે યહોવાએ તેઓને ઇઝરાયલના હાથમાં સોંપી દીધા છે.”


ઇઝરાયલનો રાજા કોની પાછળ નીકળ્યો છે? તમે કોની પાછળ પડ્યા છો? એક મૂએલા કૂતરા પાછળ, એક ચાંચડ પાછળ!


માટે યહોવા ન્યાયાધીશ થઈને મારી ને તમારી વચ્ચે ચુકાદો આપો ને જોઈને મારા પક્ષની હિમાયત કરો, ને મને તમારા હાથમાંથી છોડાવો.”


Lean sinn:

Sanasan


Sanasan