Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 17:32 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

32 ત્યારે દાઉદે શાઉલને કહ્યું, “કોઈ પણ માણસનું હ્રદય ઉદાસ ન થાઓ. તમારો સેવક જઈને એ પલિસ્તી સાથે લડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

32 દાવિદે શાઉલને કહ્યું, “એ પલિસ્તીથી કોઈએ ગભરાવાની જરૂર નથી. આ તમારો સેવક જઈને તેની સાથે લડશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

32 દાઉદે શાઉલને કહ્યું, “કોઈ માણસનું હૃદય પલિસ્તીને લીધે ઉદાસ ન થાઓ; તારો સેવક જઈને તે પલિસ્તી સાથે લડશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

32 દાઉદે શાઉલને કહ્યું, “હિંમત હારવાની જરૂર નથી. હું તે પલિસ્તી સાથે લડીશ.”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 17:32
12 Iomraidhean Croise  

જે હજારો લોકોએ મને ઘેરો ઘાલ્યો છે, તેઓથી હું બીશ નહિ.


જેઓ સ્વભાવે ઉતાવળા છે, તેઓને કહો, દઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર! વૈર લેવાશે, ઈશ્વર તેમને યોગ્ય બદલો આપશે; તે પોતે આવીને તમને તારશે.


તું તેને કહે, સાવધ રહે, ને શાંત થા; બીતો નહિ, ને આ ધુમાતાં ખોયણાંના બે છેડાથી, એટલે રસીન તથા અરામના ને રમાલ્યાના દીકરાના ભારે રોષથી તારું મન ભયભીત ન થાય.


અને કાલેબે મૂસાની આગળ લોકોને શાંત પાડયા, ને કહ્યું, “ચાલો, આપણે એકદમ ઉપર જઈને તેને કબજે કરીએ; કેમ કે આપણે તેને હરાવવાને પૂરા સમર્થ છીએ.”


ફક્ત યહોવાની વિરુદ્ધ તમે બંડ ન કરો, તેમ જ દેશના લોકોથી તમે ડરી જશો નહિ; કેમ કે તેઓ તો આપણો કોળિયો છે. તેઓનો આશ્રય તેઓની પાસેથી જતો રહ્યો છે, ને યહોવા આપણી સાથે છે. તેઓથી ડરશો નહિ.”


એ માટે ઢીલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી મજબૂત કરો.


તો હવે આ પર્વત કે જે વિષે યહોવાએ તે દિવસે કહ્યું હતું, તે મને આપ; કેમ કે તે દિવસે તેં પોતે સાંભળ્યું કે ત્યાં અનાકી, ને તેમનાં મોટાં તથા કોટવાળાં નગરો છે. કદાચ યહોવા મારી સાથે હશે, ને યહોવાએ કહ્યું તેમ તેઓને હું હાંકી કાઢીશ.”


યોનાથાને પોતાના શસ્‍ત્રવાહક જુવાનને કહ્યું, “ચાલ, આપણે આ બેસુન્‍નત લોકની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને સહાય કરશે; કેમ કે થોડાની મારફતે કે ઘણાની મારફતે બચાવવાને યહોવાને કંઈ અડચણ નથી.”


ત્યારે તે જુવાનોમાંથી એકે ઉત્તર આપ્યો, “જુઓ, યિશાઈ બેથલેહેમીનો એક દીકરો છે, તેને મેં જોયો છે, તે વગાડવામાં કુશળ છે, ને પરાક્રમી યોદ્ધો તથા લડવૈયો છે, તેમ જ બોલવેચાલવે શાણો તથા સુંદર છે, ને યહોવા તેની સાથે છે.”


જે શબ્દો દાઉદ બોલ્યો તે સાંભળીને તેઓએ શાઉલને તે કહી સંભળાવ્યા; તેથી શાઉલે તેને તેડાવ્યો.


Lean sinn:

Sanasan


Sanasan