Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




૧ શમુએલ 17:28 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 અને તેના વડા ભાઈ અલિયાબે તેને તે માણસોની સાથે વાત કરતાં સાંભળ્યો, ત્યારે તેનો કોપ દાઉદ પર સળગ્યો, ને તેણે કહ્યું, “તું અહીં કેમ આવ્યો છે? પેલાં થોડાંએક ઘેટાંને તેં રાનમાં કોની પાસે મૂક્યાં છે? તારો ગર્વ ને તારા હ્રદયની દુષ્ટતા હું જાણું છું, કેમ કે તું લડાઈ જોવા માટે આવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

28 દાવિદના સૌથી મોટાભાઈ એલિયાબે તેને પેલા માણસો સાથે વાત કરતાં સાંભળ્યો. તે તેના પર ગુસ્સે થઈને બોલ્યો, “તું અહીં શું કરે છે? ત્યાં વેરાનમાં તારાં ઘેટાં કોણ સંભાળે છે? મને તારી ઉદ્ધતાઈ અને લુચ્ચાઈની ખબર છે. તું તો લડાઈ જોવા આવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 તેના મોટા ભાઈ અલિયાબે તેને તે માણસો સાથે બોલતાં સાંભળ્યો. ત્યારે તેણે દાઉદ ઉપર સખત ગુસ્સે થઈને કહ્યું, “તું અહીં કેમ આવ્યો છે? તેં ઘેટાંને અરણ્યમાં કોની પાસે મૂક્યાં છે? હું તારા ગર્વને તથા તારા અંતઃકરણની દુષ્ટતાને જાણું છું; કેમ કે તું અહી લડાઈ જોવા માટે આવ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

28 પરંતુ દાઉદના સૌથી મોટા ભાઈ અલીઆબે તેને લોકો સાથે વાત કરતાં સાંભળ્યો, એટલે તેને એકદમ ગુસ્સો ચડ્યો. તેણે દાઉદને કહ્યું. “તું અહીં શું કરે છે? અને તું વગડામાં તારાં મૂઠીભર ઘેટાં કોને સોંપીને આવ્યો? હું જાણું છું; તું કેવો ઘમંડી અને ઉદ્ધત છોકરો છે. તું લડાઈ જોવા જ આવ્યો છે ને?”

Faic an caibideil Dèan lethbhreac




૧ શમુએલ 17:28
15 Iomraidhean Croise  

અને તેના ભાઈઓએ તેના પર અદેખાઈ કરી; પણ તેના પિતાએ તે વાત મનમાં રાખી.


અને તેના ભાઈઓએ જોયું કે તેઓના પિતા તેના સર્વ ભાઈઓ કરતાં તેના પર વિશેષ‍ પ્રેમ કરે છે; અને તેઓ તેનો દ્વેષ કરતા, ને તેની સાથે મીઠાશથી વાત કરી શકતા નહોતા.


અને તેના ભાઈઓએ તેને કહ્યું, “શું તું ખચીત અમારા પર સત્તા ચલાવશે? શું તું ખચીત અમારો ધણી થશે?” અને તેઓ તેના સ્વપ્નને લીધે તથા તેની વાતને લીધે તેના પર વત્તો દ્વેષ કરતા હતા.


પછી રહાબામે દાઉદના પુત્ર યરીમોથ તથા યિશાઈના પુત્ર અલિયાબની પુત્રી અબિહાઈલ, એમની પુત્રી માહલાથની સાથે લગ્ન કર્યું.


જૂઠા સાક્ષીઓ ઊભા થાય છે; હું જાણતો નથી તે બાબત વિષે તેઓ મને પૂછે છે.


દુભાયેલા ભાઈ સાથે સલાહ કરવી તે કિલ્લાવાળા નગરને [જીતવા કરતાં મુશ્કેલ છે] ; [એવા] કજિયા કિલ્લાની ભૂંગળો જેવા છે.


ક્રોધ ક્રૂર છે, અને કોપ રેલરૂપ છે; પણ અદેખાઈની સામે કોણ ટકી શકે?


વળી મેં બધી મહેનત તથા ચતુરાઈનું દરેક કામ જોયું, [ને એ પણ જોયું] કે એને લીધે પડોશી પડોશીની ઈર્ષા કરે છે. એ પણ વ્યર્થ તથા પવનમાં બાચકા ભરવા જેવું છે.


અને માણસના વૈરી તેના ઘરમાંનાં જ થશે.


કેમ કે તે જાણતો હતો કે તેઓએ અદેખાઈથી તેમને સોંપ્યા હતા.


અને તેમનાં સગાંઓ તે સાંભળીને તેમને પકડવા બહાર નીકળ્યાં; કેમ કે તેઓએ કહ્યું, “તે ઘેલો છે.”


તોપણ તેઓ જે વિષે કંઈ જાણતા નથી તે બાબતોમાં તેઓ નિંદા કરે છે, અને બુધ્ધિહીન પશુઓની જેમ જેને તેઓ કુદરતી રીતે સમજે છે તેમાં તેઓ પોતાને ભ્રષ્ટ કરે છે.


ત્યારે શમુએલે તેલનું શિંગ લઈને તેના ભાઈઓની વચમાં તેનો અભિષેક કર્યો. અને તે દિવસથી યહોવાનો આત્મા દાઉદ પર પરાક્રમ સહિત આવ્યો, પછી શમુએલ ઊઠીને રામામાં ગયો.


પણ યહોવાએ શમુએલને કહ્યું, “તેના મોં તરફ તથા તેના શરીરની ઊંચાઈ તરફ ન જો; કેમ કે મેં એને નાપસંદ કર્યો છે; કારણ કે માણસ જેમ જુએ છે તેમ [યહોવા જોતા] નથી, કેમ કે માણસ બહારના દેખાવ તરફ જુએ છે, પણ યહોવા હ્રદય તરફ જુએ છે.’


દાઉદે કહ્યું, “મેં શું કર્યું છે? શું હું સવાલ પણ ન પૂછું?”


Lean sinn:

Sanasan


Sanasan